બ્રિટનમાં ભારતીયોની વચ્ચે રાહુલની સ્પીચ હું અહીં બોલી શકું છું, પરંતુ ભારતીય સંસદમાં ચીની ઘૂસણખોરીનો મુદ્દો ઉઠાવવાની મંજૂરી નથી. કોંગ્રેસ લીડર રાહુલ ગાંધીએ રવિવારે બ્રિટન ચીનનો મુદ્દો ઉઠાવીને મોદી સરકારને ઘેરી હતી.
રાહુલે કહ્યું હતું કે વિપક્ષને સંસદમાં ચીની સૈનિકોની ભારતમાં ઘૂસણખોરીનો મુદ્દો ઉઠાવવાની મંજૂરી નથી. રાહુલ ગાંધીએ લંડનના હાઉન્સ્લોમાં રવિવારે 1500 ટૂરિસ્ટ ભારતીયો વચ્ચે સ્પીચ આપી રહ્યા હતા. રાહુલે રવિવારે જ ઇન્ડિયન જર્નલિસ્ટ એસોસિયેશનના ઇન્ડિયા ઇનસાઇટ્સ પ્રોગ્રામમાં કહ્યું- ભારતે ચીનથી સાવધાન રહેવાની જરૂર છે. તેઓ બોર્ડર ઉપર વધારે એક્ટિવ અને અગ્રેસિવ છે.
બીજી બાજુ, સોમવારે રાહુલ ગાંધી બ્રિટિશ સંસદમાં ભાષણ આપશે. તેઓ આઈઓસીના યુકે ચેપ્ટર હેઠળ પ્રવાસી કાર્યક્રમ અને પ્રીમિયર થિંક ટેંક ઇવેન્ટને સંબોધન કરશે. 7 માર્ચે તેઓ ભારત પાછા ફરશે.
ભારતીયો વચ્ચે રાહુલની 3 મોટી વાત...
1. સંસદમાં પોતાનો પક્ષ ન રાખવા દેવો એ શરમજનક કહેવાય!
ભારતીયો વચ્ચે રાહુલ ગાંધીએ કહ્યું, ભારતમાં સરકાર વિપક્ષના કોન્સેપ્ટને મંજૂરી આપતી નથી. હકીકત એવી છે કે ચીન અમારા વિસ્તારમાં બેઠેલું છે અને જ્યારે અમે સવાલ ઉઠાવીએ છીએ ત્યારે સંસદમાં એની મંજૂરી આપવામાં આવતી નથી. હકીકતમાં એ શરમજનક છે.
2. ભારત સ્વતંત્ર વિચાર ધરાવતો દેશ હતો, હવે નથી
કોંગ્રેસના લીડરે કહ્યું- અમારો દેશ સ્વતંત્ર વિચાર ધરાવતો દેશ છે. એક એવો દેશ, જ્યાં અમે અમારા જ્ઞાનને ગર્વથી જોઈએ છીએ. એકબીજાનું દરેક બાબતે સન્માન કરીએ છીએ. હવે આ બધું જ નષ્ટ થઈ ગયું છે. તમે મીડિયામાં પણ એને જોઈ શકો છો. આ બધું જોયા પછી જ અમે ભારત જોડો યાત્રા કરવાનું વિચાર્યું.
3. નેતા કેમ્બ્રિજમાં બોલી શકે છે, પરંતુ ભારતીય યુનિવર્સિટીમાં નહીં
તેમણે કહ્યું- મને ખૂબ જ અજીબ લાગે છે. એક ભારતીય લીડર કેમ્બ્રિજમાં પોતાની વાત કહી શકે છે. હાર્વર્ડમાં પોતાની વાત કહી શકે છે, પરંતુ ભારતીય યુનિવર્સિટીમાં તે પોતાની વાત રાખી શકતો નથી. વિપક્ષ કોઈપણ મુદ્દા પર ચર્ચા કરે, સરકાર એવું થવા દેતી નથી. આ એ ભારત છે, જેને અમે એક સમયે ઓળખતા હતા.
રાહુલે કહ્યું- ભારતને ચીનથી સાવધાન રહેવાની જરૂરિયાત છે
5 માર્ચે કેમ્બ્રિજથી લગભગ 100 કિલોમીટર દૂર લંડનમાં ઇન્ડિયન જર્નલિસ્ટ એસોસિયેશનના ઇન્ડિયા ઇનસાઇટ્સ પ્રોગ્રામમાં રાહુલે કહ્યું- ભારતે ચીનથી સાવધાન રહેવાની જરૂર છે. તેઓ બોર્ડર પર ખૂબ જ વધારે એક્ટિવ અને અગ્રેસિવ છે.
7 દિવસના બ્રિટનના પ્રવાસ પર ગયેલા કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ એકવાર ફરી મોદી સરકારની મંચ પર આલોચના કરી છે. લંડનના ઇન્ડિયન જર્નલિસ્ટ એસોસિયેશને ઇન્ડિયા ઇનસાઇટ્સ હેઠળ રાહુલ ગાંધી સાથે ચર્ચા કરી. આ દરમિયાન રાહુલે કહ્યું- દેશનું અપમાન હું નહીં, પરંતુ PM મોદી કરે છે.
રાહુલે કહ્યું- જયશંકર મારા પોઇન્ટ ઓફ વ્યૂને સમજવા જ નથી માગતા
રાહુલ ગાંધીએ કહ્યું- કોંગ્રેસ પાર્ટીની ચીનને લઈને પોલિસી એકદમ ક્લિયર છે. અમને બિલકુલ મંજૂર નથી કે કોઈપણ અમારા દેશની જમીનમાં એન્ટર કરે અને અમને બુલિંગ કરે. ચીન અમારી જમીનમાં ઘૂસ્યું અને અમારા સૈનિકોને મારી દીધા, પરંતુ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ બાબતનો સ્વીકાર જ કરતા નથી.
અમને ચીનની તરફથી આપવામાં આવી રહેલી ધમકીને સમજવી જોઈએ અને એને લઇને પ્રતિક્રિયાઓ પણ આપવી જોઈએ. મેં આ અંગે ફોરેન મિનિસ્ટિર એસ. જયશંકર સાથે વાતચીત કરી, પરંતુ ચીનની ધમકીને લઇને તેઓ મારો પોઇન્ટ ઓફ વ્યૂને સમજવા જ નથી માગતા. ચીન તરફથી આપવામાં આવતી ધમકીને સરકાર સમજતી નથી.
મહાત્મા ગાંધી અને ગુરુ બસવન્નાને શ્રદ્ધાંજલિ આપી
સ્પીચ આપતાં પહેલાં રાહુલ ગાંધીએ લંડન સ્થિત બાબા સાહેબ ભીમરાવ આંબેડકરના જૂના રહેણાક આંબેડકર હાઉસ પહોંચીને તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરી, સાથે જ મહાત્મા ગાંધી અને ગુરુ બસવન્નાને શ્રદ્ધાંજલિ આપી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.