ભાસ્કર ઈન્ટરવ્યૂ:અમેરિકામાં વંશીય ભેદભાવ એક કડવી વાસ્તવિકતા છે, જમણેરી લોકો વંશીય ભેદભાવ પર કાયદાનો વિરોધ કરે છે

વોશિંગ્ટન10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સિએટલમાં વંશીય ભેદભાવ પર કાયદાની પહેલ કરનાર ક્ષમા સાવંતનો ઇન્ટરવ્યૂ

અમેરિકાના સિએટલમાં પહેલી વાર વંશીય ભેદભાવની વિરુદ્ધ કાયદો બન્યો છે. આ કાયદા પાછળનો શ્રેય ઉચ્ચ જાતિના હિન્દુ અને સિટી કાઉન્સિલના એકમાત્ર ભારતીય-અમેરિક સભ્ય ક્ષમા સાવંતને જાય છે. તેમના મતે અમેરિકામાં વંશીય ભેદભાવ કડવું સત્ય છે. ભાસ્કરે ક્ષમા સાવંતથી આ મુદ્દે વાતચીત કરી હતી.

  • સિએટલમાં આ કાયદાની જરૂરિયાત કેમ લાગી?

અમારી પાસે આંકડાઓ પર આધારિત વિશ્લેષણ છે કે સમગ્ર અમેરિકામાં વંશીય ભેદભાવ મોટી સમસ્યા છે. સેંકડો કામદારોએ તેનો અનુભવ કર્યો છે. કાર્નેગી એન્ડોમેન્ટનો અભ્યાસ છે. સિએટલ મોટી ટેક કંપનીઓનું કેન્દ્ર છે જ્યાં મોટી સંખ્યામાં સાઉથ એશિયન છે.

  • કાયદાને 1965ના નાગરિક અધિકાર કાયદાનું ઉલ્લંઘન મનાય છે.

હિન્દુ અમેરિકન ફાઉન્ડેશન અને હિન્દુઝ ઑફ નોર્થ અમેરિકા જેવાં સંગઠનો આવી વાત કરે છે. આ જમણેરી સંગઠન છે. જો વાસ્તવમાં તેઓ ભેદભાવનો વિરોધ કરે છે તો વંશીય ભેદભાવ કાયદાનો વિરોધ શા માટે કરે છે?

  • કાયદાના દુરુપયોગની આશંકા વ્યક્ત કરાઇ છે કે તેનાથી કંપનીઓ ડરને કારણે દક્ષિણ એશિયન લોકોને નોકરી આપવાનું બંધ કરશે.

આ માત્ર કલ્પના છે અને તેમાં કોઇ વાસ્તવિકતા નથી. જ્યારે દલિત જ્ઞાતિના વ્યક્તિ સાથે ઉચ્ચ જ્ઞાતિના વ્યક્તિ દ્વારા ભેદભાવ થશે ત્યારે કાયદાનો ઉપયોગ કરાશે. સિએટેલમાં પહેલાથી જ ધાર્મિક અને રાષ્ટ્રીયતાના આધારે ભેદભાવ પર રોક છે.

  • સિએટલ સિટી કાઉન્સિલના સારા નેલ્સન કહે છે કે USમાં વંશીય ભેદભાવ નથી. અમેરિકામાં આવા કાયદાની જરૂર નથી.

અમને જમણેરીઓ પાસેથી આ પ્રકારનાં પગલાંના વિરોધની પહેલાંથી જ અપેક્ષા હતી. બિલ 6-1થી પસાર થયું અને વિરોધમાં એક વોટ માત્ર નેલ્સનનો જ હતો. તે અમીરો તેમજ વેપારીઓના પક્ષમાં રહ્યા છે. કાર્નેગી એન્ડોમેન્ટે બે પદ્ધતિઓથી અભ્યાસ કર્યો છે અને વંશીય ભેદભાવને સ્વીકારે છે.

  • શું ડેમોક્રેટિક પાર્ટી હવે બીજાં શહેરોમાં આ કાયદાને લાગુ કરવાની નીતિ અપનાવશે?

અમને સમગ્ર દુનિયાની સાથે ભારતથી પણ સમર્થન મળ્યું છે. તેનાથી હજારો દક્ષિણ એશિયન કામદારોનું ધ્યાન આકર્ષિત થયું છે. સિએટલમાં એકજૂટ થઇને આંદોલનની શીખ લેવી જોઇએ. ડેમોક્રેટિક પાર્ટી અમારી સાથે નથી. અમારે પોતાના દમ પર સ્વતંત્ર આંદોલન કરવું પડશે.

અન્ય સમાચારો પણ છે...