તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભાસ્કર વિશેષ:અમેરિકી શાળાઓમાં વંશ સિદ્ધાંત ભણાવાય છે, પરિવારજનોમાં ગુસ્સો, સ્કૂલની બેઠકોમાં ઝઘડે છે

વોશિંગ્ટન16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સિદ્ધાંત કહે છે કે અમેરિકામાં જુદા-જુદા વંશના લોકો, બધાને આદર મળે

અમેરિકી સ્કૂલોમાં ભણાવાતા ઇતિહાસ મુદ્દે ચર્ચા છેડાઇ છે. નવા અભ્યાસક્રમ સામે વાલીઓમાં રોષ છે. રાજકારણીઓને ચિંતા છે કે સ્કૂલોમાં બિનઅમેરિકી સુધારેલો ઇતિહાસ ભણાવાય છે જ્યારે સુધારાવાદી વર્ગનું માનવું છે કે અભ્યાસક્રમમાં નવી વાત જોડવી અમેરિકાની વાસ્તવિકતા દર્શાવે છે કે બાળકોથી કંઇ છુપાવાતું નથી.

સ્કૂલની બેઠકોમાં બંને જૂથ ઝઘડવા માંડે છે. શિક્ષકો સામે આક્ષેપ થઇ રહ્યા છે. વર્ગોમાં ભણાવાતો મહત્ત્વપૂર્ણ વંશ સિદ્ધાંત નવા વિવાદનું કારણ બન્યો છે, જે કહે છે કે અમેરિકામાં જુદા-જુદા વંશના લોકો રહે છે. બધા વંશના લોકોને સમાન આદર મળવો જોઇએ. વંશવાદ અમેરિકાની કાનૂની અને સામાજિક પ્રણાલીઓને અસર કરે છે. આ સિદ્ધાંત 1970ના દાયકામાં કાનૂની દૃષ્ટિકોણ બનીને ઊભર્યો હતો.

તે લોકોને અલગ કરવાના બદલે પ્રણાલીગત વંશવાદ પર ભાર મૂકે છે. રૂઢિચુસ્ત થિન્ક-ટેન્ક ગોલ્ડવોટર ઇન્સ્ટિટ્યૂટ સ્કૂલોમાં આ ભણાવવાને યોગ્ય નથી માનતી. તેનું કહેવું છે કે આપણી આસપાસની બધી ઘટનાઓ અને વિચારોને વંશીય ઓળખના સંદર્ભમાં સમજાવવી જોઇએ.

એડવિકના કહેવા મુજબ 52માંથી 26 રાજ્ય એવા નિયમ લાગુ કરી ચૂક્યા છે કે જે પબ્લિક સ્કૂલોમાં મહત્ત્વપૂર્ણ વંશ સિદ્ધાંત ભણાવવાને મર્યાદિત કરી દેશે. અન્ય થિન્ક-ટેન્ક હેરિટેજ ફાઉન્ડેશનના સરવેથી માલૂમ પડ્યું કે 43% શિક્ષકો આ સિદ્ધાંતથી વાકેફ છે. તેમાંથી માત્ર 30% તેને અનુકૂળ માને છે.

મહત્ત્વપૂર્ણ વંશ સિદ્ધાંતનો મોટા પાયે વિરોધ કેમ?
છેલ્લા કેટલાક મહિનામાં અમેરિકામાં રિપબ્લિકન પાર્ટીએ આ સિદ્ધાંત સ્કૂલોમાં ભણાવવાનો દરેક સ્તરે વિરોધ કર્યો છે. તેમનું માનવું છે કે તે શ્વેત વંશને વિલન તરીકે રજૂ કરે છે અને તેનાથી આજના શ્વેત બાળકોને એવું શીખવવામાં આવી રહ્યું છે કે અમેરિકામાં વંશભેદ માટે માત્ર શ્વેતો જવાબદાર છે.

અન્ય સમાચારો પણ છે...