• Gujarati News
  • International
  • Ukraine: Some Quit Hobbies To Help The Injured, Some Return From Abroad And Some Lose Loved Ones In The Blast

આજે આંતરરાષ્ટ્રીય નર્સિસ દિવસ:યુક્રેન: ઘાયલોની મદદ માટે કોઈએ શોખનો વ્યવસાય છોડ્યો, તો કોઈ વિદેશથી પરત ફરી અને કોઈએ વિસ્ફોટમાં સ્વજનો ગુમાવ્યા

કીવ4 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રશિયાના હુમલાથી વિલાપ કરી રહેલા યુક્રેનમાં નર્સોની સંઘર્ષની કહાણી

હોસ્પિટલમાં દર્દીઓની દેખભાળ કરતી નર્સની જવાબદારી ડૉક્ટરથી પણ ઘણી વધારે હોય છે. કોઈ યુદ્ધગ્રસ્ત દેશમાં નર્સોની આ ભૂમિકા વધુ મહત્ત્વની થઈ જાય છે. યૂક્રેનમાં રશિયાના હુમલામાં ઘાયલ લોકો માટે હોસ્પિટલોમાં નર્સોની સેવા ભાવના અને ત્યાગની ગાથાઓ સામે આવી રહી છે. આંતરરાષ્ટ્રીય નર્સિસ દિવસ પર આવી જ નર્સોની કહાણીઓ-

આર્ટ ટીચર બની ગઈ હતી, યુદ્ધ થયું તો ફરી સંભાળી રહી ઘાયલોને: બિલોહોરોડ્કામાં પતિની સાથે રહેનારી ઇન્ના વિશ્નેવસ્કાયા થોડાક વર્ષોથી આર્ટ ટીચર હતી. યુદ્ધે તેમને ફરીથી મિલિટ્રી યૂનિફોર્મ, હેલ્મેટ અને બુલેટપ્રૂફ વેસ્ટ પહેરવા પર મજબૂર કરી દીધી. ઘાયલોની મદદ માટે પેરામેડિકનું જૂનું પ્રોફેશન અપનાવ્યું. તેઓ જણાવે છે, 2014ના યુદ્ધમાં પણ હું પેરામેડિક હતી. યુદ્ધ ખતમ થયું, તો શોખ પૂરો કરવા માટે આર્ટ ટીચર બની. વિચાર્યું નહોતું કે ફરી એકવાર એ જ કામ કરવું પડશે. રશિયાના હુમલાઓની વચ્ચે ઘાયલો સુધી પહોંચવા માટે મોબાઇલ આસિસ્ટન્ટ ટીમ બનાવી છે. કારથી ઘાયલો સુધી પહોંચે છે. ડ્રાઇવર સાથે રાખે છે, જે બોડીગાર્ડ પણ છે. દઉન ક્ષેત્રમાં કામ કરવું મુશ્કેલ છે, જ્યાં રશિયાની સેના લેન્ડ માઇન્સ પાથરીને ગઈ છે.

ઓસ્ટ્રેલિયાથી આવેલી મા-દીકરી કરી રહ્યાં છે મદદ: ઓસ્ટ્રેલિયાની એબોની હેવેટ, લીવની હોસ્પિટલમાં માતા ટ્રિસિયા મિલરની સાથે કામ કરી રહી છે. એબોની જણાવે છે કે- અમે ઇમરજન્સી યૂનિટમાં છીએ, કામની સમયમર્યાદા નક્કી નથી હોતી. હુમલો થાય તો ઘાયલોની સંખ્યા ખબર નથી હોતી, તેથી હંમેશા તૈયાર રહેવાનું હોય છે. અનેકવાર અટેક સાઇટ પર જઈને ઘાયલોને એમ્બ્યુલન્સમાં હોસ્પિટલ લાવવાના હોય છે. યુદ્ધની વચ્ચે કામ કરવાનો આ પહેલો અનુભવ છે.

હોસ્પિટલથી ઘર જતાં વિસ્ફોટમાં ગુમાવ્યા પગ, પતિએ ઉત્સાહ વધાર્યો
આ છે બાળકોની નર્સ ઓક્સાના. રશિયાના હુમલા વચ્ચે લિસચાંસ્કની હોસ્પિટલને ન છોડી. એક દિવસ ઘરે જતી વખતે લેન્ડ માઇન વિસ્ફોટની ઝપટમાં આવવાથી બંને પગ અને એક હાથની ચાર આંગળીઓ ગુમાવવી પડી. પતિ વિક્ટર અને બે બાળકો છે. લીવની હોસ્પિટલમાં સારવાર દરમિયાન વિક્ટરે ફરીથી લગ્ન કરીને હિંમત આપી. વધુ સારવાર અને પ્રોસ્થેટિક લેગ્સ માટે જર્મની જઈશ. ટૂંક સમયમાં કામ પર પરત ફરવાનો પ્રયાસ કરીશ.

અન્ય સમાચારો પણ છે...