• Gujarati News
  • International
  • Queues In Malls After Food Crisis, Increased Power Crisis Due To Stubborn Attitude; Yahoo Summed Up Its Business

ચીનમાં બધું નથી:ખાદ્ય કટોકટી બાદ મોલમાં કતારો, શી જિનપિંગના જિદ્દી વલણથી વધ્યું વીજ સંકટ; Yahooએ પોતાનો બિઝનેસ સમેટી લીધો

નવી દિલ્હીએક મહિનો પહેલા
  • કૉપી લિંક

ચીનમાં બધું યોગ્ય ચાલી રહ્યું નથી. ડ્રેગન બહારની મુશ્કેલીઓની સાથે સાથે આંતરિક પરેશાનીઓથી પણ ઘેરાતું જાય છે. એક તરફ અમેરિકા, ભારત, ઓસ્ટ્રેલિયા અને જાપાન, ક્વોડ દ્વારા ચીનને સતત ઘેરી રહ્યા છે, જ્યારે બીજી તરફ શહેરોમાં લોકોને ફૂડ કટોકટી અને વીજ સંકટ જેવી મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.

ચીનની રાજધાની બીજિંગ સહિત અનેક શહેરોમાં ફૂડ માટે લોકોને શોપિંગ મોલની બહાર કલાકો સુધી લાઇનમાં ઊભા રહેવું પડી રહ્યું છે. એટલું જ નહીં, હવે મલ્ટીનેશનલ ટેકનૉલોજી કંપની Yahooએ પણ ચીનમાંથી પોતાનો બિઝનેસ સમેટી લીધો છે.

IT કંપનીઓએ ચીન છોડવાનું શરૂ કર્યું

Yahooએ થોડાં વર્ષો પહેલાં જ ચીનથી કંપનીને સમેટવાનું શરૂ કર્યું હતું.
Yahooએ થોડાં વર્ષો પહેલાં જ ચીનથી કંપનીને સમેટવાનું શરૂ કર્યું હતું.

Yahooએ ચીનમાં પોતાની સેવાઓ બંધ કરવાનો નિર્ણય લીધો છે. જોકે ચીનની ડિજિટલ સેન્સરશિપને કારણે પહેલેથી જ પોતાની ઘણી સેવાઓ બંધ કરી દીધી છે. ચીનની સરકારે પોતાના દેશમાં ચાલી રહેલી કંપનીઓ પર પોતાનું નિયંત્રણ વધારવાનું શરૂ કરી દીધું છે.

માનવામાં આવી રહ્યું છે કે Yahooએ આટલું મોટું પગલું કઈ રીતે ભર્યું. ચીનમાં પોતાની સર્વિસ બંધ કર્યા બાદ કંપનીએ કહ્યું હતું કે તે ઇન્ટરનેટ પર સ્વતંત્ર સેવા આપવા માટે કટિબદ્ધ છે. આ પહેલાં Google પણ ચીનમાં પોતાની સર્વિસ બંધ કરી ચૂક્યું છે. માઈક્રોસોફ્ટનું નિકાસ સબંધિત પ્લેટફોર્મ LinkedIn પણ જલદી જ પોતાની સર્વિસ બંધ કરવા જઇ રહ્યું છે.

વીજ સંકટ બાદ ડીઝલની મુશ્કેલીઓ​​​​​​​​​​​​​​

જો ચીને ઓસ્ટ્રેલિયા પાસેથી કોલસો ખરીદ્યો હોત તો આજે ડીઝલ માટે મુશ્કેલીઓ પડી ન હોત.
જો ચીને ઓસ્ટ્રેલિયા પાસેથી કોલસો ખરીદ્યો હોત તો આજે ડીઝલ માટે મુશ્કેલીઓ પડી ન હોત.

ચીનમાં હાલમાં ડીઝલ માટેની મુશ્કેલીઓ છે. એનું કારણ શી જિનપિંગનું જિદ્દી વલણ છે. જ્યારે ચીનમાં કોલસની અછતને કારણે વીજળીની સમસ્યા ઊભી થઈ હતી ત્યારે ઓસ્ટ્રેલિયાએ કોલસો ખરીદવાની ઓફર કરી હતી, પરંતુ દુશ્મનીને કારણે ચીને ઓસ્ટ્રેલિયાનો કોલસો ખરીદ્યો નહિ અને પોતાને ત્યાં સ્ટોક ડીઝલ દ્વારા વીજળીનું ઉત્પાદન કર્યું. હવે એની અસરને કારણે ચીનમાં ડીઝલ મળતું નથી.

હુબેઈ પ્રાંતના શિજિયાઝુઆંગ શહેરના ટ્રકડ્રાઈવરે કહ્યું હતું કે હાલમાં ડ્રાઈવરને તેમની ટ્રકમાં માત્ર 100 લિટર ડીઝલ લઈ જવાની છૂટ છે. આ ટ્રકની ક્ષમતાના માત્ર 10% છે. ચીનના ફુયાંગ શહેરના એક ડ્રાઇવરે જણાવ્યું હતું કે અહીંના ડીઝલ સ્ટેશન પર એક સમયે માત્ર 300 યુઆન (રૂ. 3,500)નું ડીઝલ ભરવામાં આવતું હતું. ઘણાં સ્ટેશનો પર ડીઝલ સમાપ્ત થઈ ગયું છે. ટ્રકચાલકોનો આખો દિવસ ડીઝલ પુરાવવામાં જ પસાર થઈ જાય છે.

ફૂડની અછત, લોકોએ ખાવા-પીવાની ચીજોનો સ્ટોક કરવાનું શરૂ કર્યું

ચીનની રાજધાની બીજિંગમાં ખાવા-પીવાની ચીજો ખરીદવા માટે શોપિંગ મોલમાં લોકોની લાંબી લાઇન.
ચીનની રાજધાની બીજિંગમાં ખાવા-પીવાની ચીજો ખરીદવા માટે શોપિંગ મોલમાં લોકોની લાંબી લાઇન.

ચીન સરકારે લોકોને ખાવા-પીવાની ચીજોનો સ્ટોક કરવા માટે કહ્યું છે. આ અપીલ બાદ ત્યાં ભાગદોડ જેવી સ્થિતિ સર્જાઈ છે. શોપિંગ મોલની બહાર લોકોની લાંબી લાંબી લાઈનો લાગી છે. જેને પણ જે મળી રહ્યું છે એનો સ્ટોક કરી રહ્યા છે. આ આચાતના 2 મોટાં કારણ છે. પ્રથમ- ડીઝલની મુશ્કેલીઓ અને બીજી પૂરની સ્થિતિ. ​​​​​​​ચીનમાં ડીઝલ માટેની મુશ્કેલીઓને કારણે ટ્રકો યોગ્ય રીતે સપ્લાય કરી રહ્યા નથી. આ ઉપરાંત ઓક્ટોબરની શરૂઆતમાં ચાઇનાનાં અનેક રાજ્યોમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે, જેથી પાકને પણ નુકસાન થયું છે. ફૂડની અછતનું કારણ આ પણ છે.

2 વર્ષથી જિનપિંગે નથી કર્યો વિદેશપ્રવાસ

ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ છેલ્લે જાન્યુઆરી 2020માં દેશની બહાર ગયા હતા.
ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ છેલ્લે જાન્યુઆરી 2020માં દેશની બહાર ગયા હતા.

ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે કોરોના સંક્રમણને કારણે 21 મહિનાથી તેઓ દેશની બહાર જ નથી ગયા. ત્યાં સુધી કે તેમને ઈટાલીમાં યોજાયેલી જી-20 દેશોના શિખર સંમેલનમાં પણ ભાગ લીધો નથી. જ્યાં ભારત, અમેરિકા, ફ્રાંસ​​​​​​​ સહિત અન્ય દેશોના રાષ્ટ્ર પ્રમુખો પહોંચ્યા હતા. છેલ્લે, જિનપિંગ જાન્યુઆરી 2020માં દેશની બહાર ગયા હતા.

અન્ય સમાચારો પણ છે...