તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • International
  • Queen Elizabeth Alive, But Preparations For Her Death And Secret Plan For Prince Charles's Coronation Leaked; Stir In The Royal Family

ઓપરેશન ધ લંડન બ્રિજ લીક:મહારાણી એલિઝાબેથ જીવિત, તેમના નિધન બાદની તૈયારીઓ-પ્રિન્સ ચાર્લ્સની તાજપોશીનો સિક્રેટ પ્લાન સામે આવ્યો: શાહી પરિવારમાં ખળભળાટ

લંડન19 દિવસ પહેલા
  • શુક્રવારે અમેરિકી ન્યૂઝ વેબસાઇટ પોલિટિકો પર કેટલાક દસ્તાવેજો સામે આવ્યા
  • શાહી પરિવારે આ બાબતની પુષ્ટિ કરી નથી

બ્રિટનનાં મહારાણી એલિઝાબેથ દ્વિતીય સ્વસ્થ છે, જોકે શાહી પરંપરા પ્રમાણે, તેમના નિધન બાદ અંતિમસંસ્કારની તૈયારીઓનો સિક્રેટ પ્લાન લીક થવા પર ખળભળાટ મચી ગયો. શુક્રવારે અમેરિકી ન્યૂઝ વેબસાઈટ પોલિટિકો પર કેટલાક દસ્તાવેજો સામે આવ્યા. એમાં મહારાણીના નિધન પછીના કેટલાક કલાકો અને દિવસો બાદના મોટા સ્તરે થનારા કાર્યક્રમની યોજનાઓની જાણકારી આપવામાં આવી છે.

યોજના અનુસાર, મહારાણીના નિધન બાદ 10 મિનિટની અંદર વ્હાઈટહોલના ધ્વજ અડધા ઝુકાવી દેવામાં આવશે. પ્રિન્સ ચાર્લ્સ ટીવી પર જનતાને સંબોધિત કરશે અને એના પછી બ્રિટનના પ્રવાસે નીકળી જશે. અંતિમસંસ્કારનો કાર્યક્રમ 10 દિવસ ચાલશે. મહારાણીને પ્રિન્સ ફિલિપની બાજુમાં દફનાવવામાં આવશે. આ બધી બાબતોનો ઉલ્લેખ ઓપરેશન લંડન બ્રિજમાં કરવામાં આવ્યો છે.

નિધનના દિવસને 'ડી ડે' કહેવામાં આવશે
યોજના મુજબ મૃત્યુના દિવસને 'ડી ડે' કહેવામાં આવશે. તેમના અંગત સચિવ વડા પ્રધાનને તેમના નિધન વિશે જાણ કરશે. આ યોજનાના ખુલાસાથી શાહી પરિવારમાં ખળભળાટ મચી ગયો છે. બકિંગહામ પેલેસની નારાજગીને ધ્યાનમાં રાખીને સરકાર તપાસ ગોઠવે એવી શક્યતા છે.

3 દિવસ પાર્થિવદેહ સંસદમાં રહેશે
વડા પ્રધાન શાહી પરિવાર પછી પ્રથમ વ્યક્તિ હશે, જેમની સાથે વાત શેર કરવામાં આવશે. રાણીને તેમના મૃત્યુના કલાક પછી ગન સેલ્યૂટ આપવામાં આવશે. શાહી પરિવાર મીડિયા મારફત સત્તાવાર માહિતી આપશે કે રાણીના અંતિમસંસ્કાર વેસ્ટમિન્સ્ટર એબ્બે ખાતે થશે. અંતિમસંસ્કાર પહેલાં ત્રણ દિવસ સુધી પાર્થિવદેહ સંસદમાં રહેશે, જેથી સામાન્ય લોકો શ્રદ્ધાંજલિ આપી શકે.

લંડન ખચોખચ ભરાઈ જશે
દસ્તાવેજોમાં રાણીના મૃત્યુ પછી ટ્રાન્સપોર્ટ વિભાગની યોજનાનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. એમાં કહેવામાં આવ્યું છે કે ઇતિહાસમાં પહેલીવાર લંડન ખચોખચ ભરાઈ જશે. ટ્રેનો અને બસો ભરાઈ જશે. હોટલોમાં ખૂબ ભીડ રહેશે. ઇન્ટરનેટ યુગને ધ્યાનમાં રાખીને સોશિયલ મીડિયા પ્લાનને પણ અપડેટ કરવામાં આવ્યો છે.

રોયલ પરિવારની વેબસાઈટના પેજને બ્લેક કરવામાં આવશે
રોયલ પરિવારની વેબસાઈટને સંપૂર્ણ રીતે બ્લેક કરવામાં આવશે. સરકારના મંત્રીઓ અને વિભાગોને સોશિયલ મીડિયા સંદેશાઓ માટે પહેલા રાજનીતિક વિશેષજ્ઞોની રજા લેવી પડશે, જેનાથી સંવેદનશીલ સમયમાં કોઈ પ્રકારની ગડબડ ન થાય. જ્યાં સુધી PM સંદેશ ન આપે ત્યાં સુધી કોઈપણ સાંસદ સાર્વજનિક નિવેદન આપી શકશે નહીં.

1960માં આ પ્લાન બન્યો હતો, કોરોનાકાળમાં અપડેટ કરવામાં આવ્યો
આ પ્લાનમાં એ પણ જણાવવામાં આવ્યું છે કે મૃત્યુના દિવસથી આગામી 10 દિવસ સુધી શું થશે. 10મો દિવસ 'રાષ્ટ્રીય શોક દિવસ' હશે. જો એ દિવસે રજા ન હોય તો નિયોક્તાઓ કર્મચારીઓને બોલાવવા કે નહીં તે નક્કી કરી શકશે. સરકાર માટે એ વધુ શરમજનક છે કે રાણીના મૃત્યુના થોડા મહિના બાદ તેમના અનુગામી પ્રિન્સ ચાર્લ્સના રાજ્યાભિષેક માટેની ગુપ્ત યોજના(ઓપરેશન સ્પ્રિંગ ટાઇડ) પણ લીક થઈ હતી.

આ સ્પષ્ટ નથી કે લંડન બ્રિજ ફોલન કોડવર્ડનો ઉપયોગ થશે કે નહિ. યોજના પહેલીવાર 1960માં બનાવવામાં આવી હતી. કોરોનાકાળમાં આને અપડેટ કરવામાં આવી છે. 95 વર્ષીય મહારાણી બ્રિટિશ ઈતિહાસમાં સૌથી લાંબા સમય સુધી રાજ કરનારી વ્યક્તિ છે.

અન્ય સમાચારો પણ છે...