તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • International
  • QS World University Covers 52 Schools, Including 1,300 Universities Around The World, Indian Institute Of Technology Bombay, India.

શિક્ષણ ક્ષેત્ર:QS વર્લ્ડ યુનિવર્સિટીના રેન્કિંગમાં વિશ્વભરની 1,300 યુનિવર્સિટીનો સમાવેશ, ભારતની ઈન્ડિયન ઈન્સ્ટિટ્યુટ ઓફ ટેકનોલોજી બોમ્બે સહિત 52 સ્કૂલનો સમાવેશ

3 મહિનો પહેલા
  • કૉપી લિંક
(ફાઈલ ફોટો) - Divya Bhaskar
(ફાઈલ ફોટો)

QS વર્લ્ડ યુનિવર્સિટી રેન્કિંગ,2022 તાજેતરમાં જાહેર કરવામાં આવ્યું છે, આ રેન્કિંગમાં વિશ્વની 1,300 યુનિવર્સિટીનો સમાવેશ કરવામાં આવ્યો છે,જે ગયા વર્ષની તુલનામાં 10 ટકા વધારે છે. આ રેન્કિંગમાં સંશોધન તથા રોજગારલક્ષી નિર્દેશાકની બાબતમાં મિસેચ્યુસેટ્સ ઈન્સ્ટિટ્યુટ ઓફ ટેકનોલોજી (MIT)એ સતત 10માં વર્ષે શ્રેષ્ઠ યુનિવર્સિટી તરીકેનું સ્થાન યથાવત રાખ્યું છે.

MITના પ્રેસિડેન્ટ એલ.રાફેલે જણાવ્યું હતું કે અમારી સંસ્થા તથા ફેકલ્ટી, સ્ટાફ, એલ્યુમની, તથા વિદ્યાર્થીઓને આટલી ઉમદા ઓળખ અને પ્રતિષ્ઠા મળી તે બદલ અમે ઘણા ખુશ છીએ- અને MITએ શિક્ષણ ક્ષેત્રમાં જે ઉચ્ચસ્તરની કામગીરી કરી તેની સમગ્ર વિશ્વમાં નોંધ લેવામાં આવી છે.

વર્લ્ડ

રેન્કિંગ

સંસ્થાનું નામ

દેશ

1

મિસેચ્યુસેટ્સ ઈન્સ્ટિટ્યુટ ઓફ ટેકનોલોજી (MIT)

અમેરિકા

2

યુનિવર્સિટી ઓફ ઓક્સફોર્ડ

યુકે

3

સ્ટેનફોર્ડ યુનિવર્સિટી

અમેરિકા

4

યુનિવર્સિટી ઓફ કેમ્બ્રિજ

યુકે

5

હાર્વર્ડ યુનિવર્સિટી

અમેરિકા

6

કેલિફોર્નિયા ઈન્સ્ટિટ્યુટ ઓફ ટેકનોલોજી

અમેરિકા

7

ઈમ્પેરિયલ કોલેજ લંડન

યુકે

8

ઈટીએચ ઝુરિચ-સ્વીસ ફેડરલ ઈન્સ્ટિટ્યુટ ઓફ ટેકનોલોજી

સ્વિટ્ઝર્લૅન્ડ

9

યુસીએલ (યુનિવર્સિટી કોલેજ લંડન)

યુકે

10

યુનિવર્સિટી ઓફ શિકાગો

અમેરિકા

અમેરિકા અને કેનેડાની ટોચની યુનિવર્સિટીઝ
ક્યુએસ વર્લ્ડ યુનિવર્સિટી રેન્કિંગમાં અમેરિકા અને કેનેડાની 204 જેટલી સ્કૂલ્સનો સમાવેશ કરવામાં આવ્યો છે. અમેરિકાની 177 યુનિવર્સિટી પૈકી 19 જેટલી નવી યુનિવર્સિટીનો સમાવેશ થાય છે. અમેરિકાની MIT મોખરાનું સ્થાન ધહરાવે છે. જ્યારે કેનેડાની 28 જેટલી યુનિવર્સિટીનો સમાવેશ થાય છે,જેમાં કેનેડાની ટોચની સ્કૂલ, યુનિવર્સિટી ઓફ ટોરન્ટો 26મું સ્થાન ધરાવે છે.

એશિયાની 305 સ્કૂલને આ વર્ષે ક્યુએસ વર્લ્ડ યુનિવર્સિટી રેન્કિંગ્સમાં સ્થાન મળ્યું છે.દક્ષિણપૂર્વ એશિમાં સિંગાપોરમાં નેશનલ યુનિવર્સિટી ઓફ સિંગાપોર (NUS)ને સૌથી ઉંચો રેન્ક પ્રાપ્ત થયો છે, જે શિક્ષણ ક્ષેત્રના પ્રતિષ્ઠિત નિર્દેશાંકમાં 11મું સ્થાન ધરાવે છે.

આ વર્ષે દક્ષિણપૂર્વ એશિયામાંથી કુલ 60 યુનિવર્સિટીનો સમાવેશ કરવામાં આવ્યો છે. મલેશિયાની 22 અને ઈન્ડોનેશિયાની 16 જેટલી યુનિવર્સિટીનો સમાવેશ થાય છે.

ભારતની 52 સ્કૂલને સ્થાન મળ્યું, IITB અગ્રેસર
દક્ષિણ એશિયામાંથી 52 જેટલી સ્કૂલ સાથે ભારતીય સંસ્થાઓનું પ્રભૂત્વ જોવા મળ્યું હતું. તેમાં ઈન્ડિયન ઈન્સ્ટિટ્યુટ ઓફ ટેકનોલોજી બોમ્બે (IITB)સૌથી વધારે સ્કોર સાથે છે. અલબત તે વૈશ્વિકસ્તરે 177મું સ્થાન ધરાવે છે.

અન્ય સમાચારો પણ છે...