• Gujarati News
  • International
  • Putin's Decree Of Conscription Sent People Into Hiding In Moscow, Men Disappeared From Streets And Restaurants, Millions Fled The Country.

ભાસ્કર વિશેષ:યુદ્ધમાં ફરજિયાત લડવા જવાના પુટિનના ફરમાનથી મોસ્કોમાં લોકો ઘરમાં છુપાયા, રસ્તા-રેસ્ટોરન્ટમાંથી પુરુષો ગાયબ, લાખોએ દેશ છોડ્યો

ન્યુયોર્ક2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રશિયાના જ્યોર્જિયા, આર્મેનિયા, અઝરબૈજાન, ઈઝરાયલ, આર્જેન્ટિના અને યુરોપના દેશોમાં જઈ રહ્યા છે

મોસ્કો | 1 કરોડ 20 લાખની વસ્તી ધરાવતું મોસ્કો ખાલી-ખાલી દેખાઈ રહ્યું છે. રેસ્ટોરન્ટમાં અગાઉની જેમ લોકો નથી દેખાઈ રહ્યા. દુકાનો ખાલીખમ પડી છે. રસ્તાઓ સૂમસામ થઈ ગયા છે. જે લોકો દેખાઈ પણ રહ્યા છે, તેમાં મહિલાઓ જ છે. પુરુષો તો જાણે ગાયબ જ થઈ ગયા છે. હકીકતમાં રશિયાના પાટનગરથી ગાયબ પુરુષો યુક્રેન સામેના યુદ્ધમાં ગયા છે. કેટલાકને ભય છે કે તેમને પણ યુદ્ધમાં મોકલી દેવામાં આવશે, તેથી તેઓ શહેર છોડીને જતા રહ્યા છે. રશિયાના અધિકારીઓનું માનવું છે કે 2 લાખ રશિયન કઝાકિસ્તાન નાસી ગયા છે, કારણ કે ત્યાં જવા માટે રશિયનને પાસપોર્ટની જરૂર નથી પડતી. ઉપરાંત જ્યોર્જિયા, અર્મેનિયા, અઝરબૈજાન, ઈઝરાયલ, અર્જેન્ટિના અને પશ્ચિમ યુરોપના દેશોમાં ઘણા બધા રશિયન પહોંચ્યા છે. સિલસિલો હજુંય યથાવત છે. પાટનગરના એક સલૂનની મેનેજર કહે છે કે અમારા અડધા ગ્રાહકોએ દેશ છોડી દીધો છે. પુરુષ વાળંદ પણ અહીંથી જતા રહ્યા છે. તેઓએ રાષ્ટ્રપતિ પુટિનના પુરુષોને યુદ્ધ પર મોકલવાના અભિયાનથી બચવા માટે દેશ છોડ્યો છે. જે રહી ગયા છે, તેઓને ભય છે કે જો તેઓ રસ્તા પર દેખાશે તો તેમને યુદ્ધમાં મોકલવાની નોટિસ આપી દેવામાં આવશે. મેટ્રો સ્ટેશનની બહાર પુરુષોના દસ્તાવેજો ચેક કરવામાં આવી રહ્યા છે. ઓલ્યાના બોયફ્રેન્ડે પણ દેશ છોડી દીધો છે. મોસ્કોમાં હાજર મહિલાઓ કહે છે કે તેમના પુરુષ સાથી દેશ છોડીને જતા રહ્યા છે. કેટલાક જવાની તૈયારીમાં લાગ્યા છે. તેમને ભય છે કે જો તેમની ઓળખ સાર્વજનિક થશે તો તેઓને પરિણામ ભોગવવું પડશે. રશિયનોના દેશ છોડવાની શરૂઆત તો યુક્રેન સાથે યુદ્ધ શરૂ થતા જ થઈ ગઈ હતી. જેલમાં મોકલવાના ડરથી એ પણ દેશ છોડીને જતા રહ્યા, જેઓએ યુદ્ધનો વિરોધ કર્યો હતો. દેશ છોડી રહેલા લોકોને એ પણ ભય છે કે જો માર્શલ લો લગાવી દેવામાં આવશે તો બોર્ડર સીલ કરી દેવામાં આવશે. તેઓ રશિયામાં જ ફસાઈ જશે. શુક્રવારે પુટિને જાહેાત કરી હતી કે 2 લાખ 20 હજાર લોકોને યુદ્ધ પર મોકલવા માટે તૈયાર કરાયા છે. 33 વર્ષિય ફોટોગ્રાફર સ્તાનિસ્લાવા કહે છે કે જાણે રશિયા ફક્ત મહિલાઓનો જ દેશ બની ગયો છે.

રવિવારે મેટ્રોમાં ફક્ત મહિલાઓ જ નજરે પડી હતી. અત્યારે જ અમે જન્મદિવસ ઉજવ્યો. તેઓ તેમના બાળકો અને વૃદ્ધ પરિજનોની જવાબદારી સાથે અહીંયા જ રોકાઈ ગઈ. મહિલાઓ ભયભીત છે કે તેમના સાથી જીવતા પરત ફરશે કે નહીં

રશિયાના પુરુષ જે દેશોમાં પહોંચ્યા છે, ત્યાં ડેટિંગ એપ્સની ડાઉનલોડિંગ વધી
રશિયાથી નાસી ગયેલા લોકો જે દેશોમાં પહોંચ્યા છે, ત્યાંની ડેટિંગ સાઈટ્સ એક્ટિવ થઈ ગઈ છે. આર્મેનિયામાં ડેટિંગ એપ મામ્બાની ડાઉનલોડિંગ 135% વધી છે. જ્યોર્જિયા અને તુર્કિએમાં 110% જ્યારે કઝાકિસ્તાનમાં 32% વધુ ડાઉનલોડિંગ થઈ છે.

અન્ય સમાચારો પણ છે...