યુક્રેનનો વળતો પ્રહાર:કીવમાં ઘૂસેલા પુટિનના ચેચન હન્ટર્સના એક જૂથનો સફાયો, બીજું ગુમ થઈ ગયું

કીવ/મોસ્કો5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રશિયાના સૈન્યને કવર કરી રહેલા 500 ચેચન હન્ટર્સની શોધખોળ ઝડપી કરાઈ

રશિયાના સૈન્યની કીવ સહિત ખારકીવમાં ઘેરાબંધી વચ્ચે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુટિનના ચેચન હન્ટર્સના એક જૂથનો સફાયો કરી દેવાયો છે. યુક્રેનની સુરક્ષા પરિષદના સચિવ ઓલેક્સી દાનિલોવે કહ્યું કે યુક્રેનના રાષ્ટ્રપતિ જેલેન્સ્કી સહિત અન્ય મુખ્ય યુક્રેની રાજનેતાઓની હત્યાના આદેશ પણ આપી દેવાયા હતા. સાથે જ ચેચન હન્ટર્સને રશિયાની સેના રાજધાની કીવમાં કવર આપી રહી હતી.

યુક્રેની સેનાએ ચેચન હન્ટર્સના એક જૂથનો સફાયો કરી દીધો છે. હવે રશિયાને સેનાને કવર આપી રહેલા 500 ચેચન હન્ટર્સના ગુમ થયેલા બીજા જૂથની શોધખોળ ઝડપી કરાઈ છે. યુક્રેની સેનાની એલીટ ફોર્સને બીજા જૂથનો સફાયો કરવાનો આદેશ આપી દેવાયો છે.કીવથી 50 કિ.મી. પહેલાં સફાયો : કીવથી લગભગ 50 કિ.મી. પહેલાં જ હોસ્ટોમેલમાં યુક્રેની સેનાએ ચેચન હન્ટર્સના એક જૂથનો સફાયો કરી નાખ્યો હતો.

યુક્રેનની ગુપ્તચર એજન્સીઓએ જણાવ્યું કે રશિયાના ઈશારે ચેચન હન્ટર્સ હજુ એકાંત ઈમારતો અને જૂનાં બંકરોમાં છુપાયેલા છે. ચેચન હન્ટર્સ તેમના રશિયન આકાઓના સંપર્કમાં છે. તેમની વચ્ચેની વાતચીત યુક્રેની સેનાએ ઈન્ટરસેપ્ટ કરી છે. તેના આધારે જ લોકેશન ટ્રેસ કરાઈ રહ્યું છે.

ચેચન સુપ્રીમો કદયારોવ પાસે 7000 શાર્પ શૂટર્સ છે
ચેચન સુપ્રીમો રમઝાન કદયારોવ પાસે લગભગ 7000 શાર્પ શૂટર્સની અલગ ટુકડી છે. તેને કદયોરોસ્તકી કહેવાય છે. ચેચનિયાને રશિયાએ અલગ ક્ષેત્ર તરીકે માન્યતા આપી છે. પુટિનના સહયોગથી કદયારોવ ચેચનિયામાં સત્તા પર બિરાજિત છે. એવામાં કદયારોવ યુક્રેનમાં રશિયાને મદદ કરી રહ્યા છે.

બોઇંગ અને ફોર્ડે રશિયામાં કામકાજ બંધ કર્યું
અમેરિકાના બે મોટા ઉત્પાદક બોઈંગ અને ફોર્ડે રશિયામાં કામકાજ બંધ કરી દીધું છે. રશિયામાં બોઈંગના લગભગ 11 હજાર કર્મીઓની નોકરી તેના લીધે જોખમાઈ ગઈ છે. બોઈંગ હવે રશિયન એરલાઈન્સ એરોફ્લોટને મેન્ટેનન્સ સર્વિસ અને સ્પેરપાર્ટ્સ પણ ઉપલબ્ધ નહીં કરાવે. ફોર્ડે રશિયામાં તેના ત્રણ પ્રોડક્શન પ્લાન્ટ બંધ કરી દીધા છે. અહીં દર વર્ષે 2 લાખ કારો તૈયાર થતી હતી.

ગ્લોબલ સપ્લાય ચેન પર અસર રશિયા પર પ્રતિબંધોને કારણે ગ્લોબલ સપ્લાય ચેઇન પર પ્રતિકૂળ અસર થઇ છે. પ્લેટિનમ, એલ્યુમિનિયમ, સનફ્લાવર ઓઈલ અને સ્ટીલનો સપ્લાય પ્રભાવિત થયો છે. બીએમડબ્લ્યૂએ જર્મની, ઓસ્ટ્રિયા અને બ્રિટનમાં તેના પ્રોડક્શનમાં ઘટાડો કરી દીધો છે. દુનિયાની સૌથી મોટી શિપિંગ કંપની મરસેકે પણ રશિયાથી માલ પરિવહન બંધ કરી દીધું છે.

રશિયામાં એપલ અને નાઈકીનું વેચાણ બંધ
54,750 રૂપિયાની ખોટ : એપલે રશિયામાં તેની પ્રોડક્ટ્સનું વેચાણ બંધ કરતા રશિયાને 54,750 કરોડ રૂપિયાની ખોટ થશે.
નાઈકીની પ્રોડક્ટ્સ નહીં : નાઈકીનું પ્રોડક્ટ્સનું ઓનલાઈન વેચાણ બંધ, 86 હજાર કરોડનું નુકસાન થશે.
માઈક્રોસોફ્ટે ઓનલાઈન એડ અટકાવી, બ્રિટિશ કંપનીએ કામ રોક્યું.


અન્ય સમાચારો પણ છે...