તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રશિયામાં બંધારણીય સુધારો:​​​​​​​ પુતિન પર આજીવન કોઈ કાર્યવાહી નહીં થાય, સુધારા વિધાયક પર જાતે જ હસ્તાક્ષર કરશે

7 દિવસ પહેલા

રશિયામાં એક એવો કાયદાકીય સુધારો કરવામાં આવી રહ્યો છે કે જે અંતર્ગત રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સત્તા પરથી હટ્યા બાદ પણ તેમની સામે ગુનાહિત કેસ ચલાવી શકાશે નહીં. BBCના અહેવાલ પ્રમાણે રશિયાના બન્ને ગૃહમાંથી આ વિધેયક પસાર થઈ ગયા બાદ પુતિન પોતે જ આ વિધેયક પર હસ્તાક્ષર કરી તેને કાયદાકીય સ્વરૂપ આપશે.

રશિયાના સંસદના નીચલા ગૃહ ડુમાએ નવા બચાવ વિધેયકનું સમર્થન કર્યું છે. વર્તમાન સમયમાં રશિયાના ફક્ત એક જ ભૂતપુર્વ રાષ્ટ્રપતિ દમિત્રી મેદવેદેવ જીવિત છે, જેમને પુતિન સાથે આ નવા કાયદાનો લાભ મળશે. દમિત્રી મેદવેદેવ પુતિનના સહયોગી છે.

નવા વિધેયક અંતર્ગત રશિયાના ભૂતપુર્વ રાષ્ટ્રપતિ સાથે તેમના પરિવારના લોકો પણ પોલીસ તપાસ તથા પૂછપરછના ઘેરાવાથી બહાર હશે. આ સાથે આ લોકોની સંપત્તિ પણ જપ્ત કરી શકાશે નહીં. પુતિનની ઉંમર 68 વર્ષ છે અને તેમનો કાર્યકાળ વર્ષ 2024માં પૂરો થશે. જોકે, બંધારણીય સુધારા બાદ તેઓ છ વર્ષના વધુ બે કાર્યકાળ પૂરા કરી શકશે. પુતિન વર્ષ 2000થી રશિયાની સત્તામાં છે.

અલબત, નવા બચાવ વિધેયકમાં અસાધારણ પરિસ્થિતિમાં કરવામાં આવેલ ગંભીર અપરાધ અને રાજદ્રોહના કિસ્સા અપવાદની શ્રેણીમાં રાખવામાં આવ્યા છે. એટલે કે આ પરિસ્થિતિમાં ભૂતપુર્વ રાષ્ટ્રપતિ સામે કાર્યવાહી થઈ શકે છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- ઘર-પરિવારને લગતાં કાર્યોમાં વ્યસ્ત રહેશો. તમે તમારી બુદ્ધિ દ્વારા મહત્ત્વપૂર્ણ કાર્યો પૂર્ણ કરવામાં સક્ષમ પણ રહેશો. આધ્યાત્મિક તથા જ્ઞાનવર્ધક સાહિત્યોને વાંચવામાં પણ સમય પસાર થશે. નેગેટિવ...

વધુ વાંચો