બાજી પલટાઈ:પુટિન ઘેરાયા: રિઝર્વ સૈનિકો દેશ છોડીને ભાગ્યા, ટોચના કમાન્ડરોમાં પણ મતભેદ

ન્યુયોર્ક11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રશિયાનાં 10 શહેરોમાં દેખાવો, 3000થી વધુની ધરપકડ

રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુટિન તેમના જ ઘરમાં ઘેરાયા છે. યુક્રેનના મોરચે પરાજયના ભયથી તેમના ત્રણ લાખ રિઝર્વ સૈનિકોને તહેનાતીનો આદેશ પુટિન માટે મુશ્કેલી સર્જી રહ્યો છે. રિઝર્વ સૈનિકો દેશ છોડી નાસી રહ્યા છે. ટોચના કમાન્ડરો પર રિઝર્વ સૈનિકોની તહેનાતી મામલે બે જૂથમાં વહેંચાઈ ગયા છે.

રશિયાનાં અનેક શહેરોનાં એરપોર્ટ, બસ અને રેલવે સ્ટેશન પર દેશ છોડનારા રિઝર્વ સૈનિકોની ભીડ એકઠી થઈ ગઈ છે. ટિકિટ ભાડું અનેકગણું વધારી દેવાયું છે. રિઝર્વ સૈનિકોને મિલિટરી બેઝ પર લાવવા માટે બસો તેમના ઘરે મોકલાઈ રહી છે.

અનેક રિઝર્વ સૈનિકો ઘરના ફ્રીઝમાં સંતાઈ ગયા હતા. તેમને બળજબરીથી કાઢવામાં આવ્યા હતા. રશિયામાં મૉસ્કો, સેન્ટ પીટર્સબર્ગ સહિત 10 શહેરોમાં દેખાવો થઈ રહ્યા છે. પોલીસે અનેક શહેરોમાં દેખાવકારો પર લાઠીચાર્જ અને હવાઈ ફાયરિંગ કર્યું. લગભગ 3 હજારથી વધુ લોકોની ધરપકડ કરાઈ હતી.

કતલખાને મોકલી દો, યુદ્ધ કરવા નહીં જઈએ
યુદ્ધ ખોટું, અમે નહીં જઈએ : દેખાવોમાં રિઝર્વ સૈનિકોએ એવો સૂત્રોચ્ચાર કર્યો કે ભલે અમને કતલખાને મોકલી દો પણ યુક્રેનના મોરચે નહીં જઈએ. યુદ્ધ ખોટું છે.

ઈનકારને ગુનો જાહેર કર્યો : પુટિને મંગળવારે સંસદમાં બિલ પસાર કરાવ્યું જેમાં મોરચે જવાનો ઈનકાર કરતા જેલની સજાની જોગવાઈ કરાઇ છે.

અમારા ભાઈ બીજાને નહીં મારે : રશિયાની મહિલાઓ કહે છે કે તેમના ભાઈ અને પિતા બીજા ભાઈ અને પિતાને નહીં મારે. યુક્રેન નહીં જવા દઈએ.

સંરક્ષણમંત્રીનો દંભ યથાવત્ : રિઝર્વ સૈનિકોના બળવા વચ્ચે રશિયાના સંરક્ષણમંત્રીએ દાવો કર્યો કે તેમની પાસે 2.5 કરોડ રિઝર્વ સૈનિકો છે, અમે તો ફક્ત 3 લાખ જ બોલાવ્યા છે.

અન્ય સમાચારો પણ છે...