રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન કેન્સરની સર્જરી માટે તૈયાર થઈ ગયા છે. પુતિન કથિત રીતે કટ્ટરપંથી પૂર્વી એફએસબી પ્રમુખ નિકોલાઈ પેત્રુશેવને આક્રમણ પર અસ્થાયી નિયંત્રણ માટે નોમિનેટ કરશે. ક્રેમલિનના એક અંદરના સુત્રએ આ દાવો કર્યો છે.
પેત્રુશેવની યુદ્ધની રણનીતી બનાવવામાં મુખ્ય ભૂમિકા
રશિયાની સુરક્ષા પરિષદના 70 વર્ષીય સચિવ પેત્રુશેવની યુદ્ધની રણનીતી બનાવવામાં મુખ્ય ભૂમિકા છે. ડેલી મેલના એક રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે પત્રુશેવ જ એ વ્યક્તિ છે, જેણે પુતિનને આશ્વાસન આપ્યું કે કીવ નવ નાજિયોથી ભરેલું છે. લોકપ્રિય ટેલીગ્રામ ચેનલ જનરલ એસવીઆરના રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે તેનો સ્ત્રોત ક્રેમલિનમાં એક સારી રીતે રાખવામાં આવેલો વ્યક્તિ છે.
પુતિન સર્જરી પછી અક્ષમ થઈ શકે છે
સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ હું એ જાણતો નથી કે કેટલા સમય સુધી પુતિન સર્જરી પછી અક્ષમ થઈ શકે છે. તે થોડા સમય માટે અક્ષમ બની શકે છે. પુતિન સત્તા બીજાને આપવા તૈયાર નથાત પરંતુ રશિયા અને યુદ્ધના પ્રયત્નોને નિયંત્રિત કરવા માટે પુતિન બીજાને સત્તા સોંપવા તૈયાર થયા છે. પુતિનનનું તાત્કાલિક ઓપરેશન થવાનું છે અને આ કારણે દેશનું વાસ્તવિક નિયંત્રણ કદાચ બે કે ત્રણ દિવસ સુધી પુત્રશેવની પાસે હશે. એક રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે આ પ્રકારનું પગલું અચરજ પમાડનારું હશે. રશિયાના બંધારણ મુજબ સત્તા સંપૂર્ણ રીતે વડાપ્રધાનની પાસે હોવી જોઈએ.
પુતિનને પેટનું કેન્સર છે
જનરલ એસવીઆરે જણાવ્યું કે પુતિનને પેટનું કેન્સર છે. 18 મહિના પહેલા તેને પાર્કિસન્સ પણ થઈ ગયું છે. એક રિપોર્ટ મુજબ પુતિને કથિત રીતે કેન્સરની સર્જરી કરાવવામાં વિલંબ કર્યો છે. એસવીઆરે દાવો કર્યો છે કે સમાચાર એવી અટકળોની વચ્ચે આવ્યા છે કે પુતિન સમગ્ર યુક્રેનમાં ચારેય બાજુએ યુદ્ધ શરૂ કરશે. એક એવી પણ ચર્ચા થઈ રહી છે કે અગાઉ આ સર્જરીને એપ્રિલના બીજા સપ્તાહમાં નિર્ધારિત કરવામાં આવી હતી. જોકે તેમાં વિલંબ થયો છે.
પુતિનની તબિયત ખરાબ હોવા વિશે સતત અસ્વીકાર
પુતિનને ઓપરેશન કરાવવાનું કહેવામાં આવ્યું હતું, જેની તારીખ પર ચર્ચા થઈ રહી છે. તેમાં મતિભ્રમ અને ઉન્માદ સહિત સિજોફ્રેનિયાના લક્ષણ હોય છે. ડેલી મેલે જણાવ્યું કે ક્રેમલિને પહેલા હમેશાંથી દ્રઢતાથી ઈન્કાર કર્યો છે કે પુતિનને હેલ્થની સમસ્યાઓ છે. જનરલ એસવીઆરનું વિવરણ આપનારા વીડિયોમાં કહેવામાં આવ્યું છે કે ક્રેમલિન સૈન્યમાં ઉચ્ચ રેન્કિંગ પર રહેલા એક ભૂતપૂર્વ અધિકારીએ કહ્યું કે પુતિને ચર્ચા કરી છે કે તેમણે ઓપરેશન કરાવવું પડશે.
પુતિનના ખરાબ સ્વાસ્થ્યના સમાચાર વચ્ચે આવી એક તસવીર પણ વાયરલ થઈ હતી
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.