તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • International
 • Putin Once Again Sided With Modi, Russia Backs India On Kashmir Issue, Russia Says Kashmir Is India Pakistan Bilateral Issue

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાશ્મીર વિવાદ:ફરી એકવાર પુતિને મોદીને સાથ આપ્યો, રશિયાએ કહ્યું- કાશ્મીર ભારત- પાકિસ્તાનનો દ્રિપક્ષીય મુદ્દો

5 મહિનો પહેલા

ભારતના સદાબહાર મિત્ર રશિયાએ એકવાર ફરી કાશ્મીર મુદ્દા પર ભારતને ટેકો આપ્યો છે. રશિયાએ ગુરુવારે ભારતની આ વાતને સમર્થન આપ્યું હતું કે પાકિસ્તાન શંઘાઇ સહયોગ સંગઠન (એસસીઓ)માં ચર્ચા દરમિયાન કાશ્મીર જેવા દ્વિપક્ષીય મુદ્દાઓને લાવવા ન જોઈએ. તેમણે કહ્યું કે આવું કરવું સમૂહના સિદ્ધાંતો વિરૂદ્ધનું છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંગઠનના ડિજિટલ શિખર સંમેલનમાં પોતાના સંબોધનમાં મંગળવારે સમૂહના આધારભૂત સિદ્ધાંતોનું ઉલ્લંઘન કરીને એસસીઓમાં દ્રિપક્ષીય મુદ્દાઓને કારણ વગર લાવવા માટેના વારંવાર પ્રયાસો કરનાર પર હુમલો કર્યો હતો. મોદીના આ નિવેદનને એસસીઓમાં કાશ્મીર મુદ્દો ઉઠાવવાના પાકિસ્તાનના પ્રયાસના સંદર્ભમાં જોવામાં આવે છે.

રશિયન મિશનના ઉપરાષ્ટ્રપતિ બાબુશ્કિનએ સંવાદદાતા સંમેલનમાં કહ્યું હતું કે, 'તે એસસીઓ ચાર્ટરનો ભાગ છે કે દ્રિપક્ષીય મુદ્દાઓને ( એસસીઓ)ના એજન્ડામાં ન લાવવામાં આવે અને અમે આ તમામાં સભ્ય દેશોને સ્પષ્ટ કહી દીધું છે કે બહુપક્ષીય સહયોગની પ્રગતિ માટે તેનાથી બચવું જોઈએ.' બાબુશિકને કહ્યું, 'જ્યાં સુધી ભારત-પાકિસ્તાન વિવાદનો સંબંધ છે, અમારી સ્થિતિમાં કોઈ ફેરફાર થયો નથી. અમને આશા છે કે આ પ્રકારની ઘટના નથી.'

સપ્ટેમ્બરના મધ્યમાં એસસીઓ સભ્ય રાષ્ટ્રોના સુરક્ષા અધિકારીઓની ડિજિટલ બેઠકમાં રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલે વિરોધ નોંધાવ્યો હતો જ્યારે પાકિસ્તાની પ્રતિનિધિએ એવો નક્શો રજૂ કર્યો, જેમાં કાશ્મીરને ખોટી રીતે દર્શાવવામાં આવ્યો હતો. ભારતે બેઠકમાં નિયમોના ખુલ્લા ઉલ્લંઘન કરવાને લઈને પાકિસ્તાનની નિંદા કરી હતી.

ભારત, અમેરિકા, ઓસ્ટ્રેલિયા અને જાપાને ચતુર્પક્ષીય ગઠબંધન 'ક્વાડ' બાબતે પૂછવા પર બાબુશ્કિનએ કહ્યું કે હિન્દ અને પ્રશાંત મહાસાગરોમા સમુદ્રી સહયોગને વધારવા માટે નવી દિલ્હીના ઈરાદાઓ બાબતે રશિયાને કોઈ શંકા નથી. તેમણે એ પણ કહ્યું કે ભારત અને યૂરેશિયાઈ આર્થિક સંઘની વચ્ચે મુક્ત વેપાર સમજૂતી પર વાતચીત સંતુષ્ટ રીતે આગળ વધી રહી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...

  વધુ વાંચો