યુદ્ધ જીતવા માટે રશિયાએ કમાન્ડર બદલ્યા:પુતિને સેનાના સૌથી મોટા અધિકારીને સોંપી કમાન, 3 મહિનામાં સર્ગેઈ સુરોવિકિન હટાવાયા

17 દિવસ પહેલા
  • કૉપી લિંક

યુક્રેન સાથેના યુદ્ધમાં રશિયાને સતત નુકસાન પહોંચી રહ્યું છે. યુક્રેન ઝડપથી રશિયાથી હારેલા પોતાના શહેરને પરત છોડાવી રહ્યું છે. આ વચ્ચે પુતિને તેમના કમાન્ડરને જ બદલી નાખ્યા છે. હવે રશિયા તરફથી લડવામાં આવી રહેલા યુદ્ધના નવા કમાન્ડર રશિયન સેનાના સૌથી મોટા અધિકારી જનરલ વાલેરી ગેરાસિમોવ હશે.

જે રશિયાના ચીફ ઓફ જનરલ સ્ટાફ છે. વાલરી ગેરાસિમોવ વર્ષ 2012થી આ પદ પર છે. હવે તે સર્ગેઈ સુરોવિકિનની જગ્યાએ યુક્રેન યુદ્ધની આખી જવાબદારી સંભાળશે. સુરોવિકિન પાછલા ત્રણ મહિનાથી યુક્રેન યુદ્ધનું નેતૃત્વ કરી રહ્યા હતા.

પોતાની તાકાત વધારવા લાગ્યા હતા સર્ગેઈ સુરોવિકિન
રશિયાના રક્ષા મંત્રાલયે જણાવ્યું કે, આર્મી ફોર્સિસની અલગ-અલગ બ્રાન્ચમાં સારા તાલમેલ માટે આ ફેરબદલ કરવામાં આવ્યો છે. મિલિટરી એનાલિસ્ટ રોબ લી મુજબ, સુરોવિકિનને એ કારણે નથી હટાવાયા કે, તે યુક્રેન યુદ્ધમાં જીતી નહોતા શક્તા. જોકે આની પાછળ રાજકીય કારણ છે.

યુદ્ધના કમાન્ડર બન્યા બાદ સુરોવિકિન ઘણા શક્તિશાળી થઈ ગયા હતા, તે રક્ષા મંત્રી સર્ગેઈ શોઈગૂ અને રશિયાના ચીફ ઓફ જનરલ સ્ટાફના બદલે સીધા પુતિન સાથે સંપર્ક વધારવા લાગ્યા હતા.

હવે વધુ ખતરનાક થશે યુદ્ધ
મોસ્કોના એક એક્સપરપ્ટે અલ જઝીરાને જણાવ્યું કે, યુક્રેન યુદ્ધનું નેતૃત્વ કરવા માટે ખુદ ચીફ ઓફ સ્ટાફનું આવવું ઘણું મહત્ત્વપૂર્ણ છે. તેમના પ્રમાણે યુદ્ધ હવે હજું મોટું અને ખતરનાક થશે. ત્યારે ઘણા રશિયન મિલિટરી બ્લોગર્સનું માનવું છે કે, તાજેતારમાં યુદ્ધમાં મળી રહી હાર અને મેકિવકામાં માર્યા ગયેલા સૈનિકોની તમામ જવાબદારી સુરોવિકિન પર ઠોપી દેવામાં આવી રહી છે. તેમને માત્ર પ્યાદું બનાવવામાં આવી રહ્યા છે.

સર્ગેઈ સુરોવિકિને આવી રીતના વધારી હતી યુક્રેનની સમસ્યા
સર્ગેઈ સુરોવિકિન યુદ્ધના કમાન્ડર બનાવ્યા બાદ, ભલે રશિયાએ યુક્રેનના ખરસોન વિસ્તારને છોડવું પડ્યું હતું. પરંતુ તેના બદલે સર્ગેઈએ ડ્રોન અને મિસાઈલ એટેક કરી કેટલીયવાર યુક્રેનને ઘુટણે લાવી દીધા હતા. સર્ગેઈના નેતૃત્વમાં રશિયાએ સતત યુક્રેનના ઊર્જા કેન્દ્રો પર હુમલા કર્યા હતા.

સપ્ટેમ્બરમાં થઈ હતી સર્ગેઈ સુરોવિકિનની નિયુક્તિ
રશિયાના રક્ષા મંત્રાલયે 8 સપ્ટેમ્બરે યુક્રેનમાં રશિયન સેનાના ઓવરઓલ કમાન્ડરના રૂપમાં 55 વર્ષીય જનરલ સર્ગેઈ સુરોવિકિનની નિયુક્તિની જાહેરાત કરી હતી. 24 ફેબ્રુઆરીએ શરૂ થયેલા યુક્રેન યુદ્ધમાં પહેલીવાર આખી રશિયન સેના માટે એક જ કમાન્ડરની સત્તાવાર રીતે નિયુક્તિ કરવામાં આવી હતી. સુરોવિકિન આ અગાઉ રશિયન એરફોર્સની કમાન સંભાળતા હતા.

સુરોવિકિન રશિયાના સૌથી ચર્ચિત જનરલમાંથી એક છે અને રશિયામાં તેમની ઓળખ દેશના ઘણા પ્રમુખ લશ્કરી કામગીરીમાં છાપ છોડવાવાળા જનરલના રૂપમાં રહી છે. સર્ગેઈ સૌથી વધુ વિખ્યાત કે કુખ્યાત સીરિયામાં ચલાવવામાં આવેલા તેમના ઓપરેશના કારણે જ થયા છે. સીરિયામાં સુરોવિકિનની સેવાઓ માટે તેમને ડિસેમ્બર 2017માં હીરો ઓફ ધી રશિયન ફેડરેન એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...