રશિયા છોડીને ભાગી રહ્યા છે રિઝર્વ સૈનિકો:પુતિને કરી હતી લાખો સૈનિકોને તહેનાત કરવાની જાહેરાત, યુદ્ધથી બચવા માટે સૈનિકો ઘરના ફ્રિજમાં છુપાયા

11 દિવસ પહેલા
  • કૉપી લિંક

રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન પોતાના જ દેશમાં ઘેરાયા છે. પુતિને યુક્રેનના ચાર પ્રદેશમાં 3 લાખ રિઝર્વ સૈનિક તહેનાત કરવાની જાહેરાત કરી હતી. આ આદેશ બાદ રિઝર્વ સૈનિકો દેશ છોડીને ભાગી રહ્યા છે. રશિયાનાં ઘણાં શહેરોમાં એરપોર્ટ, બસ અને રેલવે સ્ટેશનો પર દેશ છોડીને જતા રિઝર્વ સૈનિકોની ભીડ જોવા મળી હતી.

પોલીસે પ્રદર્શનકારીઓ પર લાઠીચાર્જ કરી હવામાં ગોળીબાર પણ કર્યો. 3 હજારથી વધુ લોકોની ધરપકડ કરાઈ છે.
પોલીસે પ્રદર્શનકારીઓ પર લાઠીચાર્જ કરી હવામાં ગોળીબાર પણ કર્યો. 3 હજારથી વધુ લોકોની ધરપકડ કરાઈ છે.

સૈનિકો ઘરના ફ્રિજમાં છુપાયા
ટિકિટોના ભાવમાં ધરખમ વધારો થયો છે. રિઝર્વ સૈનિકોને મિલિટરી બેઝ પર લાવવા માટે તેમના ઘરે બસો મોકલવામાં આવી રહી છે. ઘણા રિઝર્વ સૈનિકો ઘરના ફ્રિજમાં છુપાયા છે. તેમને બળજબરીથી બહાર કાઢવામાં આવી રહ્યા છે. રશિયામાં મોસ્કો, સેન્ટ પીટર્સબર્ગ સહિત 10 શહેરમાં દેખાવો ચાલુ છે. પોલીસે ઘણાં શહેરોમાં પ્રદર્શનકારીઓ પર લાઠીચાર્જ અને હવામાં ફાયરિંગ પણ કર્યું હતું તેમજ 3 હજારથી વધુ લોકોની ધરપકડ કરવામાં આવી છે.

  • રિઝર્વ સૈનિકો ફિનલેન્ડ, જોર્જિયા, મોન્ટેનેગ્રો અને તુર્કી જઈ રહ્યા છે. આ દેશોમાં રશિયનોને વિઝાની જરૂર પડતી નથી.
  • ફિનલેન્ડમાં રશિયનોના પ્રવેશને રોકવા સીમા પર 15 હજારથી વધુ સિક્યોરિટી ગાર્ડને ઊભા કરવામાં આવ્યા છે.
  • રશિયન રિઝર્વ સૈનિકોના પરિવારને પરેશાન કરવામાં આવી રહ્યા છે. તેમના પરિવારો પણ બીજાં શહેરોમાં જતા રહ્યા છે.
રાષ્ટ્રપતિ પુતિન વિરુદ્ધ લોકોએ પ્રદર્શન કર્યું. રશિયન પોલીસ પ્રદર્શનકારીઓને દૂર કરતી જોવા મળી હતી.
રાષ્ટ્રપતિ પુતિન વિરુદ્ધ લોકોએ પ્રદર્શન કર્યું. રશિયન પોલીસ પ્રદર્શનકારીઓને દૂર કરતી જોવા મળી હતી.

કતલખાને મોકલી દો, યુક્રેન સામે લડવા નહીં જઈએ
​​​​​​​યુદ્ધ ખોટું છે, અમે નહિ જઈએ: પ્રદર્શનમાં રિઝર્વ સૈનિકો સૂત્રોચ્ચાર કરી રહ્યા છે કે અમને ભલે કતલખાને મોકલી દો, પરંતુ યુક્રેન સામે લડવા નહીં જઈએ, યુદ્ધ ખોટું છે.

ઇનકાર માટે ગુનો જાહેર કર્યો: પુતિને મંગળવારે જ સંસદ દ્વારા બિલ પસાર કરાવ્યું હતું, જેમાં યુદ્ધમાં જવાનો ના પાડવા બદલ જેલની સજાની જોગવાઈ છે.

અમારા ભાઈઓ બીજાને મારશે નહીં: રશિયન મહિલાઓ કહે છે કે તેમના ભાઈ અને પિતા બીજાના ભાઈ અને પિતાઓને મારશે નહીં. યુક્રેન જવા દઈશું નહીં

રક્ષામંત્રીનો અહંકાર યથાવતઃ રિઝર્વ સૈનિકોના બળવા વચ્ચે રશિયાના રક્ષામંત્રીનો દાવો છે કે તેમની પાસે 2.5 કરોડ રિઝર્વ સૈનિકો છે, અમે માત્ર 3 લાખને જ બોલાવ્યા છે.

અન્ય સમાચારો પણ છે...