પૈસાની તંગી:યુક્રેનમાં માલિકે દેવું ચૂકવવા પોતાના 2 પાલતું જર્મન શેફર્ડ ડોગને હરાજીમાં મૂક્યા

કીવ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

યુરોપમાં આવેલા યુક્રેન દેશમાં અત્યાર સુધી કોરોના વાઈરસના 20 હજારથી વધારે પોઝિટિવ કેસ સામે આવ્યા છે. હાલ કોરોના ટાઈમમાં ધંધો ના થતા દેશમાં એક વ્યક્તિએ પોતાના બે પાલતું શ્વાનને હરાજી માટે મૂક્યા છે. 

જર્મન શેફર્ડ ડોગના માલિકે સરકારી હરાજી વેબસાઈટ પર તેના ફોટો અને કિંમત લખી છે. શેફર્ડ ડોગની હરાજી કિંમત 48 ડોલર એટલે કે 3600 રૂપિયા રાખી છે. આ માલિકનું નામ હજુ જાહેર કરવામાં આવ્યું નથી પણ તેની આ મુર્ખામી  અને નિર્દયતા પર લોકો પ્રશ્નો ઊઠાવી રહ્યા છે. આ વાત દેશના જસ્ટિસ મિનિસ્ટર ડેનીસ મલ્યુસ્કાએ કહ્યું કે, આપણે આ ડોગને તેના માલિકની સાથેથી ખરીદી લેવા જોઈએ. આ શ્વાન સાથે તેનો માલિક ખરાબ વ્યવહાર કરે તેના કરતાં સારું છે કે તેને નવા માલિક મળી જાય. 

અન્ય સમાચારો પણ છે...