બાઇડને બે ભારતીય મૂળના લોકોની નિમણૂક કરી:પુનીત રંજન અને રાજેશ સુબ્રમણ્યમ એક્સપોર્ટ કાઉન્સિલમાં સામેલ, બંને ટ્રેડ એક્સપર્ટ

21 દિવસ પહેલા
  • કૉપી લિંક
ડાબી બાજુ પુનીત રંજન અને જમણી બાજુ રાજેશ સુબ્રમણ્યમ (ફાઈલ) - Divya Bhaskar
ડાબી બાજુ પુનીત રંજન અને જમણી બાજુ રાજેશ સુબ્રમણ્યમ (ફાઈલ)

અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડને પોતાની એક્સપોર્ટ કાઉન્સિલમાં ભારતીય મૂળના બે ટ્રેડ એક્સપર્ટની નિમણૂક કરી છે. તેમનું નામ પુનીત રંજન અને રાજેશ સુબ્રમણ્યમ છે.

બંનેની નિમણૂક એટલા માટે ખૂબજ મહત્ત્વપૂર્ણ માનવામાં આવી રહી છે કારણ કે, એક્સપોર્ટ કાઉન્સિલ ઈન્ટરનેશનલ ટ્રેડના મામલાઓ જોતી મહત્ત્વપૂર્ણ બોડી હોય છે. વ્હાઇટ હાઉસ તરફથી જાહેર કરાયેલા નિવેદનમાં પુનીત અને રાજેશના નોમિનેશનની જાહેરાત કરવામાં આવી છે. અગાઉ વર્લ્ડ બેંક ચીફ તરીકે બાઇડને ભારતીય મૂળના જ અજય બંગાને નોમિનેટ કર્યા હતા.

પુનીતે ગત વર્ષે કેન્દ્રીય મંત્રી ધર્મેન્ટ્ર પ્રધાન સાથે આ તસવીર રી-ટ્વીટ કરી હતી.
પુનીતે ગત વર્ષે કેન્દ્રીય મંત્રી ધર્મેન્ટ્ર પ્રધાન સાથે આ તસવીર રી-ટ્વીટ કરી હતી.

શું કરે છે એક્સપોર્ટ કાઉન્સિલ?
એક્સપોર્ટ કાઉન્સિલમાં ટ્રેડ એક્સપર્ટ જ સામેલ કરવામાં આવે છે. આ લોકો સરકાર માટે ટ્રેડ પોલિસી બનાવે છે અને જુએ છે કે, તેની કેટલી અસર થઈ રહી છે. ઉપરાંત ટ્રેડ પ્રમોશન માટે જુદા-જુદા બિઝનેસ સેક્ટર અને દેશોમાં અમેરિકાના વેપારને આવતી સમસ્યાઓનું સમાધાન માટે પણ સૂચનો કરે છે. સામાન્ય રીતે આ કાઉન્સિલ બિઝનેસ, ઈન્ડસ્ટ્રી, ખેતી, મજૂરી અને જાહેર ક્ષેત્ર સાથે ડીલ કરે છે.

કોણ છે પુનીત અને રાજેશ

  • રાજેશ હાલમાં ફેડેક્સના ચીફ એક્ઝિક્યૂટિવ ઓફિસર અને પ્રેસિડેન્ટ થવાની સાથે આ કંપનીના બોર્ડ ઓફ ડાયરેક્ટર્સમાં પણ સામેલ છે. ફેડેક્સ વિશ્વની સૌથી મોટી ટ્રાન્સપોર્ટેશન કંપની છે. રાજેશ ફેડેક્સની સંપૂર્ણ બિઝનેસ સ્ટ્રેટેજીને લીડ કરતા હતા. તેના માટે એક કમિટી છે અને તેમા કુલ પાંચ સભ્યો હોય છે. આ ઉપરાંત રાજેશ પ્રોડક્ટર એન્ડ ગેમ્બલ, યુએસ ચેમ્બર ઓફ કોમર્સ અને ચાઈના એડવાઈઝરી બોર્ડમાં પણ કામ કરી ચૂક્યા છે.
  • ભારત સાથે પણ તેમને ઘણો અનુભવ છે. તેનું કારણ એ છે કે, તેઓ યુએસ-ઈન્ડિયા સ્ટ્રેજિક પાર્ટનરશિપ ફોરમમાં રહી ચૂક્યા છે. ઉપરાંત યુએસ-ચીન બિઝનેસ કાઉન્સિલને પણ લીડ કરી ચૂક્યા છે. તેમને આ વર્ષે પ્રવાસી ભારતીયથી પણ સન્માનિત કરાયા હતા.
  • પુનીતની વાત કરીએ, તો તેઓ 31 ડિસેમ્બર 2022ના રોજ ડેલોઇટી ગ્લોબલના ચીફ એક્ઝિક્યૂટિવ ઓફિસરના પદ પરથી નિવૃત્ત થયા છે. તેઓ જૂન 2015થી આ કંપનીના પ્રમુખ હતા. આ કંપની 150 દેશોમાં કામ કરે છે. આ કંપનીમાં અંદાજે 4 લાખ 15 હજાર કર્મચારી કામ કરે છે. 2022માં ડેલોઇટીએ અંદાજે 60 અબજ ડોલરની રેવેન્યૂ જનરેટ કરી હતી.

અજય બંગાને વર્લ્ડ બેંકની કમાન મળશે!

  • માસ્ટરકાડ્રના પૂર્વ CEO અજય બંગા વર્લ્ડ બેંકના નવા પ્રમુખ બની શકે છે. અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડને ગુરુવારે તેમને નોમિનેટ કર્યા છે. તેઓ તેના માટે નોમિનેટ થનારી ભારતીય મૂળની પ્રથમ વ્યક્તિ છે. વર્લ્ડ બેંકના વર્તમાન પ્રમુખ ડેવિડ માલપાસ એપ્રિલ 2024 પહેલાં જ પદ છોડી રહ્યાં છે તેવી જાહેરાત કરી હતી, તેના પછી જ તેમને નોમિનેટ કરાયા છે. હાલ 63 વર્ષીય ભારતીય-અમેરિકન બંગા પ્રાઈવેટ ઇક્વિટી ફંડ જનરલ એટલાન્ટિકના ઉપ પ્રમુખ છે.
  • અજય એ ભારતીય-અમેરિકન પેઢીના છે, જેમણે અભ્યાસ ભારતમાં કર્યો અને અમેરિકામાં પોતાની કુશળતાથી ધાક જમાવી. તેમનું જીવન મહેનતી, સંઘર્ષ અને સફળતાની કહાણી છે. તેમણે જાલંધર અને શિમલામાથી સ્કૂલિંગ કર્યું. ડીયુમાંથી સ્નાતક અને આઈઆઈએમ અમદાવાદમાંથી MBA કર્યું. 1981માં તેઓ નેસલે ઈન્ડિયામાં મેનેજમેન્ટ ટ્રેઇની તરીકે જોડાયા અને 13 વર્ષમાં મેનેજર થયા.
  • તેના પછી તેઓ પેપ્સિકોના રેસ્ટોરન્ટ ડિવિઝનનો ભાગ બન્યા. આ ઉદારીકરણનો સમય હતો, જ્યારે બંગાએ ભારતમાં પિત્ઝા હટ અને KFC લોન્ચમાં મોટી ભૂમિકા નિભાવી હતી.
  • બંગા 1996માં સિટી ગ્રૂપના માર્કેટિંગ હેડ બન્યા. 2000માં તેમની સિટી ફાઇનેન્શિયલના પ્રમુખ તરીકે નિમણૂક થઈ. 2009માં માસ્ટરકાર્ડના CEO બન્યા અને પોતાની માર્કેટિંગ રણનીતિઓના કારણે માસ્ટરકાર્ડને યુવાઓમાં એટલું લોકપ્રિય બનાવી દીધું કે, તે સ્ટેટસ સિમ્બોલ બની ગયું. 2016માં બંગાને પદ્મશ્રીથી પણ સન્માનિત કરાયા હતા.
  • પ્રખ્યાત પત્રિકા ફોર્ચ્યુને 2012માં બંગાની 'શક્તિશાળી ઉદ્યોગપતિ-2012' તરીકે પસંદગી કરી હતી. તેઓ હિન્દુસ્તાન યુનિલિવરના પૂર્વ ચેરમેન માનવિંદસિંહ બંગાના ભાઈ છે.
અન્ય સમાચારો પણ છે...