તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • International
  • Public Outcry Against The Monarchy In Thailand, Emergency In Bangkok, Demand For The Resignation Of The Prime Minister

બંધારણમાં સુધારાની માગ:થાઈલેન્ડમાં રાજસત્તા વિરુદ્ધ પ્રજાનો આક્રોશ, બેંગકોકમાં ઈમરજન્સી, વડાપ્રધાનના રાજીનામાની માગ

બેંગકોક15 દિવસ પહેલા
  • કૉપી લિંક
આશરે 10 હજાર લોકોએ બુધવારે બેંગકોકમાં દેખાવો કર્યા હતા.
  • સુરક્ષાનું ઉલ્લંઘન કરનારાં અખબારો અને વેબસાઈટો પર પ્રતિબંધ મૂકી દેવાયો

થાઇલેન્ડની રાજધાની બેંગકોકમાં ગત બે દિવસથી ચાલી રહેલા સરકારવિરોધી દેખાવો બુધવારે ઉગ્ર થઈ ગયા. દેખાવકારો રાજસત્તા બંધારણમાં સુધારા અને વડાપ્રધાન પ્રયુત ચાન-ઓચાના રાજીનામાની માગ કરી રહ્યા હતા. આ મામલે આશરે 10 હજાર દેખાવકારોએ બુધવારે બેંગકોકમાં દેખાવો કર્યા હતા. તેમની પોલીસ સાથે અથડામણ પણ થઈ હતી.

આ દરમિયાન સરકારે બેંગકોકમાં ગુરુવારે ઈમરજન્સી જાહેર કરી દીધી જેથી સરકારવિરોધી દેખાવોને અટકાવી શકાય. સાથે જ સુરક્ષાનું ઉલ્લંઘન કરનારાં અખબારો અને વેબસાઈટો પર પ્રતિબંધ મૂકી દેવાયો. દેશમાં 2014ના સત્તાપલટા પછી સત્તામાં આવેલા વડાપ્રધાન પ્રયુત ચાન-ઓ-ચાના રાજીનામાની માગને લઈને અનેક મહિનાથી સરકાર સામે દેખાવો થઈ રહ્યા છે.

પોલીસ-સૈનિકોને ઈમરજન્સી સ્થિતિનો સામનો કરવા છૂટ
પીએમ પ્રયુતે ગુરુવારે ઈમરજન્સી આદેશ પર હસ્તાક્ષર કરી દીધા. તે મુજબ જાહેર સ્થળોએ 5થી વધુ લોકો એકઠા નહીં થઇ શકે. જાહેર પરિવહન પર પ્રતિબંધ રહેશે. આ આદેશ સંવેદનશીલ સમાચારો પર પ્રતિબંધ મૂકે છે. આ આદેશ પોલીસ અને સૈનિકોને ઈમરજન્સીની સ્થિતિનો સામનો કરવાની સત્તા આપે છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇ અનુભવી તથા ધાર્મિક પ્રવૃત્તિના વ્યક્તિ સાથે મુલાકાત તમારી વિચારધારામાં પણ પોઝિટિવ પરિવર્તન લાવશે. જીવન સાથે જોડાયેલાં દરેક કાર્યને કરવાની સારી દૃષ્ટિ પ્રાપ્ત થશે. આર્થિક સ્થિતિ...

વધુ વાંચો