કડક નિયમોનો વિરોધ:યુરોપમાં લૉકડાઉનનો વિરોધ, નેધરલેન્ડમાં પોલીસનો ગોળીબાર, 7ને ઇજા

વોશિંગ્ટન15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • યુરોપ લૉકડાઉન વિરોધી દેખાવોની આગમાં લપેટાયું
  • વેક્સિન ન લેનારા લોકો પર કડકાઈ વધારી
  • ઓસ્ટ્રેલિયા વેક્સિન ફરજિયાત કરનારો પ્રથમ યુરોપિયન દેશ, જર્મનીમાં કોરોનાએ તમામ રેકોર્ડ તોડ્યા

યુરોપમાં કોરોનાની વાપસી બાદ ફરીથી લાગુ કરાયેલા કડક નિયમોના વિરોધમાં દેખાવો શરૂ થઈ ગયા છે. ફ્રાન્સ, ઓસ્ટ્રિયા, જર્મની, ઈટાલી, સ્વિટ્ઝરલેન્ડમાં પણ દેખાવો થઇ રહ્યા છે. શાંતિપ્રિય દેશ નેધરલેન્ડમાં રમખાણકારોએ રોટરડેમના માર્ગો પર આગચંપી કરી હતી અને પોલીસ અધિકારીઓ પર હુમલો કરી દીધો હતો.

પોલીસે દરમિયાન ગોળીબાર કરવો પડ્યો હતો. આ હિંસામાં 7 લોકો ઘવાયા હતા, જેમાં બેને ગોળી વાગી હતી. ફરીથી કોરોનાનું એપીસેન્ટર બન્યા બાદ યુરોપિયન દેશ લૉકડાઉન, ફરજિયાત વેક્સિનેશન જેવા નિયમ લાગુ કરવાની યોજના બનાવી રહ્યા છે.

સાથે જ વેક્સિન ન લેનારા લોકો પર કડકાઈ કરાઈ રહી છે. તેમની અવર-જવરને મર્યાદિત કરાઈ છે. નેધરલેન્ડે કેસ વધ્યા બાદ આંશિક લૉકડાઉન લગાવ્યું છે. સમગ્ર યુરોપમાં વેક્સિન ન લેનારા પર પ્રતિબંધ મૂકવામાં આવી રહ્યો છે.

ઓસ્ટ્રિયા : કાલથી સમગ્ર દેશમાં લૉકડાઉન જાહેર
ઓસ્ટ્રિયા વેક્સિન ફરજિયાત કરનાર પ્રથમ યુરોપિયન દેશ બની ગયો છે. સોમવારથી લૉકડાઉનની જાહેરાત કરી છે. તેના વિરોધમાં વિયેનામાં લોકો એકત્રિત થઈ ગયા હતા. ગત 24 કલાકમાં 15 હજાર કેસ મળ્યા. અત્યાર સુધી એક તૃતીયાંશ વસતીએ વેક્સિન લીધી નથી.

જર્મની : વેક્સિન ન લેવા પર રોજ ટેસ્ટ કરાવવો પડશે
જર્મનીમાં સંક્રમણે તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે. 79 ટકા વયસ્ક વસતી વેક્સિનેટ થઈ ચૂકી છે. અહીં વેક્સિનેશન દર યુરોપમાં સૌથી ઓછો છે. અહીં વેક્સિન ન લેનારા લોકોએ ઓફિસ કે જાહેર પરિવહનમાં દરરોજ ટેસ્ટનાં પરિણામ બતાવવા પડશે.

અમેરિકામાં 30 ટકા કેસ વધ્યા : અમેરિકામાં ફરીથી કોરોનાના કેસ વધવા લાગ્યા છે. અહીં 14 દિવસમાં 30 ટકા કેસ વધ્યા છે. ગત 24 કલાકમાં 93,196 કેસ આવ્યા અને 1134 લોકો મૃત્યુ પામ્યા. ​​​​​​​

અન્ય સમાચારો પણ છે...