તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભાસ્કર ખાસ:મ્યાનમારમાં રસ્તા પર ટેન્ક, સેનાની ચેતવણી, અડચણ ઊભી કરી તો દેખાવકારોને 20 વર્ષની જેલ

રંગૂન/નવી દિલ્હી11 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • સત્તાપલટા પછી દેખાવકારોને કચડવાની તૈયારી, ઈન્ટરનેટ શરૂ

એજન્સી | રંગૂન/નવી દિલ્હી મ્યાનમારમાં સેનાએ સત્તાપલટો કર્યો તેની વિરુદ્ધ લોકશાહીના સમર્થકો દ્વારા શરૂ કરાયેલું આંદોલન સતત તેજ થઈ રહ્યું છે. દેખાવકારોના નિશાના પર મ્યાનમાર સેનાને સાથ આપતી ચીનની સરકાર પણ છે. આ આંદોલનથી ગભરાયેલી મ્યાનમાર સેનાએ તેમને કચડી નાંખવા રસ્તાઓ પર ટેન્કો પણ તહેનાત કરી દીધી છે. બખ્તરબંધ ટેન્કો રસ્તા પર પેટ્રોલિંગ કરતી હોવાથી અત્યંત તણાવગ્રસ્ત સ્થિતિ સર્જાઈ છે. કેટલાક વિસ્તારોમાં ગોળીબાર થયાના પણ અહેવાલ છે. જોકે, આ ઘટનાઓની પુષ્ટિ થઈ શકી નથી. આ દરમિયાન સેનાએ દેશભરમાં વિરોધ કરતા આંદોલનકારીઓને ચેતવણી આપી છે કે જો તેઓ સશસ્ત્રદળોની કાર્યવાહીમાં બાધા નાંખશે તો તેમને 20 વર્ષની જેલ થઈ શકે છે. બીબીસીના એક અહેવાલમાં કહેવાયું છે કે સૈન્ય નેતાઓ વિરુદ્ધ ઘૃણા કે અવમાનના માટે ઉશ્કેરનારાને પણ લાંબી જેલની સજા થશે અને દંડ પણ ફટકારાશે.

મ્યાનમારમાં યુનાઈટેડ નેશન્સના વિશેષ અધિકારી ટોમ એન્ડ્રૂઝે કહ્યું કે એવું લાગે છે કે સેનાએ દેશના લોકો વિરુદ્ધ યુદ્ધનું એલાન કર્યું છે. અડધી રાતે નાગરિકોના ઘરોમાં દરોડા પડાય છે, ધરપકડ કરાય છે અને તેમના અધિકારોનું સરેઆમ ઉલ્લંઘન થાય છે. ઈન્ટરનેટ ફરી બંધ કરાયું છે. સેનાના કાફલા રહેણાક વિસ્તારોમાં ઘૂસી રહ્યા છે.

12 દેશે કહ્યું- મ્યાનમારની સેના શસ્ત્રોનો ઉપયોગ ના કરે
યુરોપિયન યુનિયન, બ્રિટન અને કેનેડા સહિત 12 દેશે મ્યાનમાર સેનાને અપીલ કરી છે કે તમે સશસ્ત્ર કાર્યવાહી ના કરતા. અમેરિકન દૂતાવસે પણ પોતાના નાગરિકોને ચેતવણી આપી છે કે, હાલ તમે ઘરોમાં જ રહેજો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો