કોરોનાવાઈરસ:દુનિયામાં રોચક અંદાજમાં દેખાવ, એક જ માગ- હોટલ, રેસ્ટોરન્ટ, પર્યટન ખોલો

બર્લિન/ન્યૂયોર્ક/પેરિસ3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જર્મનીની સંસદ બહાર રંગબેરંગી ફુગ્ગા ઉડાવી દેખાવો. - Divya Bhaskar
જર્મનીની સંસદ બહાર રંગબેરંગી ફુગ્ગા ઉડાવી દેખાવો.
  • જર્મની, અમેરિકા, ફ્રાન્સ અને ગ્રીસમાં પર્યટન, વ્યાપાર સાથે જોડાયેલા લોકોની શાંતિથી રજૂઆત

દુનિયાભરના દેશોમાં કોરોનાના કારણે લૉકડાઉનથી અર્થતંત્રને ભારે નુકસાન થયું છે. તેથી હવે વેપાર-ધંધા, પર્યટન અને આર્થિક પ્રવૃત્તિઓ ખોલવાની માગ થવા લાગી છે. જે દેશોમાં પ્રતિબંધ જારી છે ત્યાં હટાવવાની માગ કરાઇ રહી છે. કેટલાક દેશોમાં પ્રતિબંધ હટાવી લેવાયા બાદ સરકારને મદદ માટે રજૂઆતો કરાઇ રહી છે. આવા જ દેખાવ જર્મનીની સંસદ બહાર થયા. દેશની ટ્રાવેલ એજન્સીઓ અને પર્યટન ઉદ્યોગો સાથે જોડાયેલા લોકો અહીં ભેગા થયા અને સરકાર પાસેથી રાહતની માગ કરી. બ્રેન્ડનબર્ગ ગેટની સામે પણ મોટી સંખ્યામાં ટૂર ઓપરેટર્સ ખાલી બસો લઇને પહોંચ્યા હતા. જર્મનીમાં કોરોનાના કારણે સરહદો સીલ કરી દેવાઇ હોવાથી પર્યટકો આવવાનું પણ બંધ છે. દેખાવકારોએ પર્યટન સ્થળો અને વર્કપ્લેસ ખોલવા માગ કરી.
ક્યાંય પણ હિંસા કે તોડફોડ નથી થઇ
આવા જ દેખાવ અમેરિકાના ન્યૂજર્સી-કેલિફોર્નિયા, ગ્રીસના એથેન્સ અને ફ્રાન્સના પેરિસમાં પણ થયા. તમામ દેખાવમાં ખાસ વાત એ રહી કે ક્યાંય પણ હિંસા કે તોડફોડ નથી થઇ, દેખાવકારોએ શાંતિપૂર્ણ રીતે રજૂઆત કરી.

ન્યુયોર્ક: ટાઇમ્સ સ્ક્વેર પર બિલબોર્ડની લાઇટ્સ બંધ
ન્યુયોર્કના ટાઇમ્સ સ્ક્વેર પર હેશટેગડોન્ટગોડાર્ક અભિયાન હેઠળ બિલબોર્ડની લાઇટ્સ બંધ રખાઇ. રેસ્ટોરન્ટ, હોટલ અને શોરૂમ સંચાલકોએ છૂટ આપવા માગ કરી. 

એથેન્સ: સંસદની બહાર સંગીત વગાડીને દેખાવો
ગ્રીસમાં સંસદની સામે સંગીત વગાડીને સરકારને વેપાર-ધંધા અને કલા જગતને થયેલા નુકસાન પર ધ્યાન આપવા રજૂઆત કરાઇ. આખા દેશમાં આવા દેખાવો થઇ રહ્યા છે. 

અન્ય સમાચારો પણ છે...