તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અમેરિકામાં વેક્સિનેશનનો વિરોધ:કેલિફોર્નિયામાં કોરોનાથી દરરોજ 500નાં મોત થઈ રહ્યાં છે; અહીં પણ વેક્સિનના વિરોધમાં દેખાવ

કેલિફોર્નિયા25 દિવસ પહેલા
ડોઝર સ્ટેડિયમ પર પ્રદર્શન કરવા ગયેલા લોકોનું કહેવું છે કે તેમણે વેક્સિનેશન સ્થળમાં પ્રવેશ કરવાનો પ્રયાસ નથી કર્યો. તેઓ વેક્સિનેશન માટે ગયેલા લોકોને એની ખોટી અસર વિશે જણાવવા માટે ગયા હતા. - Divya Bhaskar
ડોઝર સ્ટેડિયમ પર પ્રદર્શન કરવા ગયેલા લોકોનું કહેવું છે કે તેમણે વેક્સિનેશન સ્થળમાં પ્રવેશ કરવાનો પ્રયાસ નથી કર્યો. તેઓ વેક્સિનેશન માટે ગયેલા લોકોને એની ખોટી અસર વિશે જણાવવા માટે ગયા હતા.

મહામારી દરમિયાન મહિના સુધી માસ્ક અને લોકડાઉન વિરુદ્ધ રેલી કરનાર અમુક દેખાવકારો હવે કોવિડ-19 વેક્સિનેશનના વિરોધમાં ઊભા થઈ ગયા છે. તાજેતરમાં જ અમુક લોકોએ કોરોના વાઈરસ વેક્સિનના વિરોધમાં ડોઝર સ્ટેડિયમમાં સામૂહિક વેક્સિનેશન સ્થળના એન્ટ્રી ગેટ પર હુમલો કર્યો. કેલિફોર્નિયા વેક્સિનના વિરોધનું જૂનું અપ્રિય કેન્દ્ર રહ્યું છે, જ્યારે આ તરફ કોરોના વાઈરસ રાજ્યમાં હાલ પણ ફેલાઈ રહ્યો છે. ગત સપ્તાહે કેલિફોર્નિયામાં દરરોજ સરેરાશ 500 લોકોનાં મોત કોરોનાથી થઈ રહ્યાં અને ઝડપથી એ ન્યૂયોર્કને પાછળ છોડીને સૌથી વધુ મોતવાળું રાજ્ય બની જશે.

ગત સપ્તાહે કેલિફોર્નિયામાં દરરોજ સરેરાશ 500 લોકોનાં મોત કોરોનાથી થઈ રહ્યાં અને ઝડપથી એ ન્યૂયોર્કને પાછળ છોડીને સૌથી વધુ મોતવાળું રાજ્ય બની જશે.(ફાઈલ તસવીર)
ગત સપ્તાહે કેલિફોર્નિયામાં દરરોજ સરેરાશ 500 લોકોનાં મોત કોરોનાથી થઈ રહ્યાં અને ઝડપથી એ ન્યૂયોર્કને પાછળ છોડીને સૌથી વધુ મોતવાળું રાજ્ય બની જશે.(ફાઈલ તસવીર)

મહિનાથી આ કટ્ટર દક્ષિણપંથી કાર્યકર્તા માસ્ક પહેરવાના નિયમો, બિઝનેસ, લોકડાઉન, કર્ફ્યૂ અને સ્વાસ્થ્ય અધિકારીઓ વિરુદ્ધ રેલી કરી રહ્યા છે. તે આને વ્યક્તિગત સ્વતંત્રતામાં સરકારને હસ્તક્ષેપ ગણાવી રહ્યા છે, પરંતુ હવે જ્યારે માસ્ક અને લોકડાઉન અમેરિકન જીવનનો ભાગ બની ગયાં છે, તો અમુક પ્રદર્શનકારોએ પોતાનો વિરોધ અને ગુસ્સો કોવિડ-19ની વેક્સિન તરફ વાળ્યો છે.

ગત સપ્તાહે આ પ્રદર્શનકારોના એક નાના ગ્રુપે ડોઝર સ્ટેડિયમના વેક્સિનેશન સ્થળ પર હોબાળો કર્યો હતો. સ્ટેડિયમના પ્રવેશને અટકાવવાના પ્રયાસ કરાયા. આ સ્ટેડિયમમાં દરરોજ સરેરાશ 6,120 લોકોને વેક્સિન લગાવવામાં આવી રહી છે. પ્રદર્શનકારોએ ‘ડોન્ટ બી લેબ રેટ’અને ‘કોવિડ-સ્કેમ’જેવાં પોસ્ટર હાથમાં પકડ્યાં હતાં.

આ વિરોધપ્રદર્શન એ વધી રહેલા ટકરાવનો સંકેત છે, જે હેઠળ વેક્સિનવિરોધી લાંબા સમયથી એવું કહી રહ્યા છે કે ફરજિયાત શાળા વેક્સિન કાયદો સરકારની મનમાનીનું પ્રતીક છે. ઘણા લોકોને પહેલાંથી જ વેક્સિન સાયન્સ પર શંકા છે. અમુકનો દાવો છે કે બાળપણમાં લગાવાયેલી આ વેક્સિન ઓટિજ્મનું કારણ બને છે.

કાયદા બન્યા પછી સુધર્યા
કેલિફોર્નિયામાં હોલિવૂડ હસ્તીઓ અને અમીરો વચ્ચે દાયકાઓથી એન્ટી વેક્સિન આંદોલન લોકપ્રિય રહ્યું છે. 2015માં અહીં બાળકો માટે દેશનું સૌથી સખત ફરજિયાત વેક્સિનેશન કાયદો પસાર કરવામાં આવ્યો હતો. આ પહેલાં માતા-પિતા બાળકોને વેક્સિન લગાવવાથી બચતાં હતાં. તેમનો તર્ક હતો કે આ આપણી વ્યક્તિગત માન્યતા વિરુદ્ધ છે, પણ કાયદા પછી વેક્સિનેશનથી બચવાનો વિકલ્પ સમાપ્ત થઈ ગયો.

રાજ્યમાં એન્ટી વેક્સિન એક્ટિવિસ્ટ લાંબા સમયથી આક્રમક રહ્યા છે.
રાજ્યમાં એન્ટી વેક્સિન એક્ટિવિસ્ટ લાંબા સમયથી આક્રમક રહ્યા છે.

કેલિફોર્નિયામાં કોવિડ-19ના આ સમયમાં વેક્સિનવિરોધીઓએ પોતાને ટ્રમ્પના સમર્થકોના વધુ નજીક જોયા છે. રાજ્યમાં એન્ટી વેક્સિન એક્ટિવિસ્ટ લાંબા સમયથી આક્રમક રહ્યા છે, પણ છેલ્લાં બે વર્ષમાં અને ખાસ કરીને કોરોના વાઈરસ મહામારીના મહિનામાં તેમણે ઘર્ષણ અને ધમકી આપવાની રણનીતિ વધુ અપનાવી છે.

ધારાસભ્ય સાથે મારઝૂડ
વિરોધમાં તેમણે સૈક્રામેન્ટામાં એક ધારાસભ્ય સાથે મારઝૂડ કરી અને 2019માં સ્ટેટ કેપિટલના સેનેટ ચેમ્બર્સમાં ધારાસભ્યો પર લોહી ફેંક્યું હતું. ગત મહિને મહિલાઓના એક ગ્રુપે બજેટની સુનાવણી દરમિયાન સાંસદોને ધમકી આપી હતી કે અમે કંઈ ન કરવા માટે બંદૂક નથી ખરીદી. આ કેસમાં સ્ટેટ સેનેટર અને બાળરોગ નિષ્ણાત રિચર્ડ પેન કહે છે કે ચિંતાની વાત એ છે કે વિરોધ કરનારની સંખ્યા વધી રહી છે. પેને જ વેક્સિનેશન કાયદો તૈયાર કર્યો હતો. તેઓ કહે છે, આ આંદોલન માત્ર વેક્સિનેશન વિશે ખોટી માહિતી નથી ફેલાવી રહ્યું, પણ આ એવા લોકોને પણ ધમકાવી રહ્યા છે, જે આ અંગે સાચી માહિતી સામે લાવી રહ્યા છે.

બેઝબોલ ખેલાડીની મોતથી ગભરાયા
ડોઝર સ્ટેડિયમ પર પ્રદર્શન કરવા ગયેલા લોકોનું કહેવું છે કે તેમણે વેક્સિનેશન સ્થળમાં પ્રવેશ કરવાનો પ્રયાસ નથી કર્યો. તેઓ વેક્સિનેશન માટે ગયેલા લોકોને આની ખોટી અસર વિશે જણાવવા માટે ગયા હતા. વિરોધપ્રદર્શનના પ્રમુખ જેસન લેફકોવિટ્જે કહ્યું હતું કે વિરોધનું કારણ જાણીતા બેઝબોલ ખેલાડી હન્ક આરોનનું મોત છે. 86 વર્ષની ઉંમરમાં જ તેમનું 22 જાન્યુઆરીએ મોત થયું છે. તેમને 5 જાન્યુઆરીએ કોરોના વેક્સિન લગાવવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો