ભાસ્કર ગ્રાઉન્ડ રિપોર્ટ:ચાઈનીઝ કલ્ચરના નામે દુષ્પ્રચાર, 79 સંસ્થા બંધ

ન્યુયોર્ક10 દિવસ પહેલા
  • કૉપી લિંક

અમેરિકામાં ચીની ભાષા અને સંસ્કૃતિના પ્રચાર-પ્રસારના નામે કમ્યુનિસ્ટ પાર્ટીના એજન્ડાને આગળ વધારતી ચીની સંસ્થાનો પર સરકારે મોટી કાર્યવાહી કરી છે. અમેરિકી સેનેટરો અને ગૃહ વિભાગની અનેક તપાસોમાં જાણ થઈ કે ચીની ભાષા અને સંસ્કૃતિ શીખવવા માટે શરૂ થયેલી આ સંસ્થાનોને ચીની કમ્યુનિસ્ટ પાર્ટી દ્વારા ફન્ડિંગ કરાઈ રહ્યું હતું. ચીને અમેરિકામાં ચીની શક્તિ અને પ્રભાવનું વિસ્તરણ કર્યું. 2004 બાદથી ચીનની સરકારે અમેરિકામાં 100થી વધુ આવી સંસ્થાનો શરૂ કરી હતી. પણ હવે તેની સંખ્યા 19 જ રહી ગઈ છે.

દુનિયાભરમાં ચીનની સરકાર કન્ફ્યૂશિયસ સંસ્થાનોના માધ્યમથી વાર્ષિક 10 અબજ ડૉલરથી વધુ ખર્ચ કરે છે. આ કન્ફ્યૂશિયસ સંસ્થાન ચીનની સરકારી એજન્સી હનબનના માધ્યમથી ચલાવાય છે. આ સંસ્થાન યજમાન દેશની કોલેજ કે યુનિવર્સિટી સાથે ભાગીદારીમાં ચલાવાય છે. દુનિયાભરમાં 146 દેશોમાં તેમની 525 સંસ્થા છે. અહીંથી 90 લાખથી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરી ચૂક્યા છે. જોકે આ સંસ્થાનના સમર્થકોનો તર્ક છે કે આ કેન્દ્ર ચીની ભાષા શીખવવાનું કામ કરે છે પણ વાત આટલી જ નથી. અનેક અમેરિકી સાંસદોએ ચીનની સરકારના શબ્દોનો હવાલો આપ્યો જેમાં આ સંસ્થાનને ચીનની પ્રચાર શાખા ગણાવાઈ છે.

પોલિટ બ્યુરોના કાયમી સભ્ય લી ચાંગચુને કહ્યું કે કન્ફ્યૂશિયસ સંસ્થાન ચીનના વિદેશી પ્રચાર સેટ-અપનો એક મહત્ત્વપૂર્ણ હિસ્સો છે. સેનેટર ટેડ ક્રૂજ, કેલિફોર્નિયાથી અમેરિકી કોંગ્રેસ મહિલા પ્રતિનિધિ ડાના રોહરાબાચર અને પૂર્વ અમેરિકી વિદેશમંત્રી માઈક પોમ્પિયોએ આ કન્ફ્યૂશિયસ સંસ્થાનોને બંધ કરવા માટે લાંબા સમય સુધી અભિયાન છંછેડ્યું. અમેરિકી વિદેશ વિભાગે 2020માં સંસ્થાનોને ચીની રાજ્યના વિદેશ મિશન તરીકે નોમિનેટ કરી તેને કમ્યુનિસ્ટ પાર્ટીનો વૈશ્વિક પ્રભાવ અને પ્રચાર તંત્ર ગણાવ્યું.

તિબેટ કે હોંગકોંગના મુદ્દે અભ્યાસની મનાઈ
કન્ફ્યૂશિયસ સંસ્થાનોમાં ચીની શીખનારા વિદ્યાર્થીઓને કમ્યુનિસ્ટ પાર્ટી નિર્દેશિત કોર્સ ભણાવાય છે. શિનજિયાંગ, તિબેટ, થિયાનમેન કે હોંગકોંગ જેવા મુદ્દાઓ પર અભ્યાસની મનાઈ છે. કન્ફ્યૂશિયસ ઈન્સ્ટિટ્યૂટના ડિરેક્ટરની ધમકી બાદ અમેરિકી ધ નોર્થ કેરોલિના સ્ટેટ યુનિવર્સિટીએ તિબેટિયન બૌદ્ધગુરુ દલાઈ લામાની યાત્રા રદ કરી હતી.

કન્ફ્યૂશિયસ સંસ્થાઓએ અમેરિકી સંપ્રભુતાને નકારી
અમેરિકી નેશનલ અેસોસિએશન ઓફ સ્કોલર્સે આ સંસ્થાનોની તપાસ કરી. એસોસિએશનની તપાસમાં જાણ થઈ કે ચીની વેબસાઇટો પર પોસ્ટ કરાયેલ કન્ફયૂશિયસ સંસ્થાનનું બંધારણ પ્રભાવી રીતે અમેરિકી સંપ્રભુતા પર એમ કહીને સવાલ ઉઠાવે છે કે કન્ફ્યૂશિયસ સંસ્થાનોના પરિસરમાં ચીનનો જ કાયદો લાગુ થાય છે.

અન્ય સમાચારો પણ છે...