ધર્મ યુદ્ધ:યુક્રેનમાં રશિયાના સમર્થક ચર્ચો રેશન-હથિયાર એકઠાં કરી રહ્યાં છે

લંડન/મૉસ્કો5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પુટિનને ધર્મ પર આધારિત ‘મધર રશિયા’ની વ્યૂહનીતિથી ફાયદો મળી રહ્યો છે

યુક્રેન પર યુદ્ધ છેડવાની સાથે સાથે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુટિનની મધર રશિયાની રણનીતિ પણ ફાયદાકારક સાબિત થઈ રહી છે. પુટિન આ રણનીતિના માધ્યમથી યુક્રેનનાં અનેક શહેરોમાં રશિયન ઓર્થોડોક્સ ચર્ચને પોતાની તરફેણમાં કરવામાં સફળ રહ્યા છે. યુક્રેનના લવીવ, સુમી, કોલોમયા, વૉયલન જેવાં શહેરોમાં આવેલા રશિયન ઓર્થોડૉક્સ ચર્ચ શ્રદ્ધાળુઓ માટે બંધ કરી દેવાયા છે.

સેંકડો વર્ષ જૂનાં આ ચર્ચોમાં રેશન-હથિયાર જમા કરાઈ રહ્યાં છે. યુક્રેની સુરક્ષા એજન્સીઓએ તાજેતરમાં યુક્રેનનાં અનેક શહેરોમાં આવાં ચર્ચોની તપાસ કરી છે. તેમાં જાણ થઈ કે આ ચર્ચ સાથે સંકળાયેલા લોકો રશિયાની સેનાને શહેરો વિશે અનેક ગુપ્ત માહિતીઓ પણ આપી રહ્યાં છે. પશ્ચિમી યુક્રેનના પોચિયેવ શહેરના સૌથી જૂના ચર્ચમાં તપાસ દરમિયાન જાણ થઇ કે આમ તો તે શ્રદ્ધાળુઓ માટે બંધ છે પણ અહીં લગભગ 500 લોકો જેટલું રેશન જમા છે. યુક્રેની એજન્સીઓનું માનવું છે કે હુમલા દરમિયાન રશિયાની સેના આ ચર્ચોને પોતાનું ઠેકાણું બનાવી શકે છે.

યુક્રેનીઓના રશિયન સંબંધીઓ માને છે કે તેમની સેના યુદ્ધ નહીં, લોકોને ભોજન-કપડાં આપી રહી છે
યુદ્ધ સરહદ પાર સંબંધોમાં પણ અવિશ્વાસ પેદા કરે છે. રશિયામાં રહેતા યુક્રેનીઓના લગભગ 1.1 કરોડ રશિયન સંબંધીઓ માને છે કે યુક્રેન વિરુદ્ધ રશિયાએ યુદ્ધ છેડ્યું નથી ત્યાં રશિયાની સેના એક અભિયાન પર ગઈ છે જેનું લક્ષ્ય યુક્રેનને નાઝીઓથી મુક્ત કરાવવાનું છે. રશિયન સેના યુક્રેનના લોકોને ભોજન અને કપડાં વિતરીત કરી રહી છે. તેનું કારણ એ છે કે રશિયામાં ટેલિવિઝન ચેનલો પર યુદ્ધના કોઈ ફૂટેજ બતાવાઈ રહ્યા નથી. ફક્ત રશિયાની સેનાના કાફલાને યુક્રેનનાં શહેરોના માર્ગો પર માર્ચ કરતા બતાવાય છે. એવામાં મોટા ભાગના રશિયનો માને છે કે પુટિન યુક્રેન પર હુમલો કરી જ ના શકે કેમ કે બંને દેશોના લોકો વચ્ચે પરસ્પર સંબંધો છે.

અન્ય સમાચારો પણ છે...