તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઘટસ્ફોટ:દુબઈની રાજકુમારીએ અંગત સંબંધો છૂપાવવા બ્રિટિશ પ્રેમી કમ બોડીગાર્ડને 12 કરોડ રુપિયા ચૂકવ્યા હતા

4 દિવસ પહેલા
  • કૉપી લિંક
રાજકુમારી હયા જોર્ડનના રાજાની દીકરી છે અને યુવાનીમાં ઘોડેસવારીને રેસમાં શેખ મક્તુમે તેને પહેલી વાર જોઈ હતી
  • હયા જોર્ડનની રાજકુમારી અને દુબઈના શાસક મક્તુમની છઠા નંબરની અને સૌથી નાની વયની પત્ની હતી
  • શેખ મક્તુમને હયાના આડા સંબંધની ગંધ આવે એ પહેલાં જ હયા દુબઈથી નાસીને લંડન પહોંચી ગઈ હતી

દુબઈના શાસક મુહમ્મદ બિન રાશિદ અલ મક્તુમની ખુબસુરત પત્ની રાજકુમારી હયાને તેના બોડીગાર્ડ સાથે આડો સંબંધ હતો. આ અંગે બોડીગાર્ડ ચૂપ રહે માટે રાજકુમારી હયાએ બોડીગાર્ડ રસેલને 12 કરોડ રુપિયા ચૂકવ્યા હોવાનો ઘટસ્ફોટ થયો છે. બ્રિટિશ અખબાર ડેઈલી મેઈલના દાવા પ્રમાણે, હાલમાં બ્રિટનની કોર્ટમાં ચાલી રહેલા કેસની સૂનાવણી દરમિયાન આ વિગતો બહાર આવી હતી.

આધુનિક લાઈફ સ્ટાઈલની શોખીન મનાતી હયાનું રસેલ નામના બોડીગાર્ડ સાથે બે વર્ષ સુધી અફેર ચાલ્યું હતું
આધુનિક લાઈફ સ્ટાઈલની શોખીન મનાતી હયાનું રસેલ નામના બોડીગાર્ડ સાથે બે વર્ષ સુધી અફેર ચાલ્યું હતું

દુબઈના શાસકે રાજકુમારી હયાને જાણ કર્યા વગર જ શરિયા કાનૂન અનુસાર ફેબ્રુઆરી 2019માં તેને તલાક આપી દીધા હતા. હાલ બ્રિટનની અદાલતમાં બંને વચ્ચે કાનુની જંગ ચાલી રહ્યો છે.

ડેઈલી મેઈલના અહેવાલ અનુસાર, રાજકુમારી હયા બ્રિટિશ બોડિગાર્ડ રસેલ ફ્લાવર સાથે સંબંધ ધરાવતી હતી. આ અંગેની જાણકારી મુહમ્મદ બિન રાશિદ અલ મક્તુમને મળી રહી છે એવી ગંધ આવતાં ભારે ચૂપકીદીપૂર્વક હયાએ દુબઈ છોડીને બ્રિટનમાં આશરો લીધો હતો. જોકે એ પહેલાં લાંબા સમય સુધી પોતાનો સંબંધ છાનો રાખવા હયાએ પોતાના પ્રેમી રસેલને મોં બંધ રાખવા રુ. 12 કરોડ જેવી રકમ ચૂકવી હતી.

અફેર શરૂ થયા પછી રસેલને રાજકુમારીના અંગત મહેલમાં જ સુરક્ષાની જવાબદારી સોંપી દેવાઈ હતી
અફેર શરૂ થયા પછી રસેલને રાજકુમારીના અંગત મહેલમાં જ સુરક્ષાની જવાબદારી સોંપી દેવાઈ હતી

રાજકુમારી હયા એ જોર્ડનના કિંગની દીકરી છે. ઘોડેસવારીની એક સ્પર્ધા દરમિયાન પહેલી વખત શેખ મક્તુમે તેને જોઈ અને દિલ દઈ બેઠા હતા. બંને વચ્ચે ઉંમરનો ખાસ્સો તફાવત છતાં બંનેએ લગ્ન કર્યા હતા અને એ રીતે હયા શેખ મક્તુમની છઠા નંબરની અને સૌથી નાની વયની પત્ની બની હતી.

રાજકુમારી હયાના આગ્રહને લીધે જ વિદેશ પ્રવાસ દરમિયાન શેખ મક્તુમ યુરોપિયન સ્ટાઈલના કપડાં પહેરવા લાગ્યા હતા
રાજકુમારી હયાના આગ્રહને લીધે જ વિદેશ પ્રવાસ દરમિયાન શેખ મક્તુમ યુરોપિયન સ્ટાઈલના કપડાં પહેરવા લાગ્યા હતા

હાલ 46 વર્ષની રાજકુમારી હયાને 37 વર્ષના પોતાના બ્રિટિશ બોડીગાર્ડ રસેલ ફ્લાવર સાથે સંબંધ હતો. હયા તેને મોં બંધ રાખવા કરોડો રુપિયાની ગિફ્ટ પણ આપતી હતી. વર્ષ 2018માં શેખ મક્તુમને ગંધ આવે એ પહેલાં જ રાજકુમારી હયાએ દુબઈ છોડીને લંડનમાં આશ્રય લીધો હતો. બાળકોની કસ્ટડી માટે લંડનની અદાલતમાં કેસ ચાલતો હતો, જેમાં હયાની તરફેણમાં ચૂકાદો આવ્યો હતો.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- પરિસ્થિતિ તથા સમયમાં તાલમેલ રાખીને કામ કરવામાં સક્ષમ રહેશો. માતા-પિતા તથા વડીલો પ્રત્યે મનમાં સેવાભાવ જળવાયેલો રહેશે. વિદ્યાર્થી તથા યુવાઓ પોતાના અભ્યાસ તથા કરિયર પ્રત્યે સંપૂર્ણ રીતે ફોકસ ર...

વધુ વાંચો