બ્રિટનના શાહી પરિવારના સભ્ય અને કેમ્બ્રિજના શાસક પ્રિન્સ વિલિયમ અને કેટ મિડલટનના એક નિર્ણયે બ્રિટનમાં મોટો વિવાદ સર્જયો છે. બંનેએ હવે નિર્ણય કર્યો છે કે તેઓ તેમના બાળકોની સાથે લંડન સ્થિત પોતાના નિવાસમાં નહિ રહે.
આ નિર્ણયથી બ્રિટનના લોકોમાં નારાજગી
હાલ એવા સમાચાર વહેતા થયા છે કે કપલ બર્કશાયરના મહેલમાં રહેવા જઈ રહ્યું છે. તેમના આ નિર્ણયથી બ્રિટનમાં લોકો ખૂબ જ નારાજ છે અને કહી રહ્યાં છે કે લોકોના ટેક્સના પૈસાને આ રીતે બરબાદ કરવામાં આવી રહ્યાં છે. બ્રિટનના મીડિયામાં પણ આ ચર્ચા છે. ડેલી મેલના એક રિપોર્ટ મુજબ, પ્રિન્સ વિલિયમ અને કેટ મિડલટન તેમના મુખ્યાલય કેંસિંગ્ટન પેલેસને છોડીને હવે ક્વીન્સ વિંડસર એસ્ટેટ સ્થિત મહેલમાં રહેશે. બંને વર્ષ 2017થી જ કેંસિંગ્ટન પેલેસમાં રહી રહ્યાં હતા.
લંડનના તેમના ઘરનો અધિકાર તેમની પાસે જ રહેશે
બંને લંડન છોડશે તેવી ચર્ચા ખૂબ જ થઈ રહી છે અને લોકો એ વાતથી નારાજ છે કે લોકોના ટેક્સના પૈસાથી બનેલા મહેલને છોડીને દંપતિ આટલી ઝડપથી નવા મહેલમાં રહેવા જઈ રહ્યાં છે. આ સમાચારની વાત કરતા બ્રિટિશ પત્રકાર રોબર્ટ જોબ્સને કહ્યું મને વ્યક્તિગત રીતે પ્રિન્સના એક વરિષ્ઠ સહયોગીએ જણાવ્યું હતું કે કેંસિંગ્ટન પેલેસ અને કેમ્બ્રિજના મહેલ માટે લોકોના પૈસા ખર્ચવામાં આવ્યા હતા કે વિલિયમ જ્યારે ઉત્તરાધિકારી બનશે ત્યારે આ તેમનો મહેલ હશે. તો શું હવે તે મહેલ બદલવા જઈ રહ્યાં છે તો તેમના ઉત્તરાધિકારી બનવાનો નિર્ણય પણ બદલાવવા જઈ રહ્યો છે? આ દરમિયાન એવા પણ સમાચાર મળી રહ્યાં છે કે નવા મહેલમાં જવા છતાં શાહી કપલ કેંસિંગ્ટન પેલેસને યથાવત રાખશે. લંડનના તેમના ઘરનો અધિકાર પણ તેમની પાસે જ રહેશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.