ટેસ્લાના સીઇઓ ઈલોન મસ્કે ટિ્વટરના 9.2 ટકા શેર ખરીદયા બાદ હવે ટિ્વટરને સંપૂર્ણપણે ખરીદી લેવાની ઓફર કરી હતી. પરંતુ તેમની આ યોજનાને મોટો આંચકો સાઉદી અરબના પ્રિન્સે આપ્યો હતો. સાઉદીના પ્રિન્સ અલ વલીદ બિન તલાલે મસ્કની ઓફર ફગાવી હતી.
ઇલોનની ઓફર પ્રિન્સે ફગાવી
મસ્કે કંપનીની વેલ્યૂ લગભગ 43 અબજ ડૉલર(લગભગ 3,509 અબજ રૂપિયા) લગાવી છે. અલ વલીદ બિન તલાલ ટિ્વટરના મુખ્ય શેરધારકો પૈકી એક છે અને તેમણે ઇલોનની આ ઓફર નકારી કાઢી છે. અલ વલીદ બિન તલાલે કહ્યું કે મને વિશ્વાસ નથી થઇ રહ્યો કે ઈલોન મસ્કે 54.2 ડોલર પ્રતિ શેરની જે ઓફર કરી છે તે ગ્રોથને જોતા તેની આંતરિક વેલ્યુ સમાન થાય છે. ટિ્વટરના સૌથી મોટા અને લોન્ગ ટર્મ શેરહોલ્ડરોમાંથી એક હોવાને નાતે હું આ ઓફરને નકારી રહ્યો છું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.