બ્રિટેનની રાજાશાહી છોડ્યા બાદ ઘણા વિવાદોમાં ઘેરાયેલા પ્રિંસ હૈરીએ ફોક્સ ન્યૂઝને એક ઈન્ટરવ્યૂ આપ્યો છે. જે ઈન્ટરવ્યૂમાં તેઓએ કહ્યું છે કે, તે તેમના ભાઈ અને પિતાને પરત મેળવવા માગે છે. જોકે જ્યારે તેમને રાજાશાહી છોડી હતી ત્યારે તેમને લઈ ઘણી અફવાઓ ફેલાવવામાં આવી હતી.
ફોક્સ ન્યૂઝે 8 જાન્યુઆરીએ આખો ઈન્ટરવ્યૂ બતાવતા પહેલા તેની કેટલીક ક્લીપ જાહેર કરી છે. જેમાં હૈરી આ દાવો કરતા જોવા મળી રહ્યા છે. તેમને આ ઈન્ટરવ્યૂ ITVના ટોમ બ્રૈડલી અને એન્ડરસન કૂપરને આપ્યું હતું.
‘સંબંધો સુધારવાનું મન નથી’
ઈન્ટરવ્યૂની એક ક્લિપમાં તેઓને એ કહેતા જોઈ શકાય છે કે ‘તેમને સંબંધો સુધારવામાં કોઈ રસ નથી’. જોકે તે સ્પષ્ટ નથી થઈ શકતું કે આ લાઈનમાં કોની વાત કરવામાં આવી રહી છે.
કૂપરે તેમને પૂછ્યું કે તેમણે રાજાશાહી છોડવાનો નિર્ણય સાર્વજનિક કેમ કર્યો? તેના જવાબમાં પ્રિંસ હૈરીએ કહ્યું કે, જ્યારે પણ તેમને આ કામ પ્રાઈવેટ તરીકે કરવાનો પ્રયત્ન કર્યો, ત્યારે કોઈને કોઈ વાત લીક થઈ જતી હતી. તેમની અને પત્નીના વિરૂદ્ધ વાર્તાઓ બનવા લાગતી.
પરિવારનો મોટો ન ફરિયાદ કરવી કે ન ચર્ચા
પ્રિંસ હૈરીએ કહ્યું કે ન ફરિયાદ કરવી કે ન ચર્ચા, આ પરિવારનો મોટો છે. પરંતુ તે પત્રકારો સાથે વાત કરે છે. તેમને તમામ જાણકારી આપવામાં આવે છે. આખી સ્ટોરી એ વાત પર આધારિત હોય છે કે બકિંઘમ પૈલેસે શું કહ્યું છે.
પ્રિંસ હૈરીએ કહ્યું કે પાછલા 6 વર્ષથી કહેવામાં આવી રહ્યું છે કે તમને બચાવવા માટે અમે કોઈ પણ નિવેદન આપી શકતા નથી. પરંતુ તમે પરિવારના અન્ય લોકો માટે તે કરી શકો છો. આ બધા વચ્ચે બકિંઘમ પૈલેસની ચૂપ્પી છેતરપીંડી જેવી લાગે છે.
નેટફ્લિક્સ ડોક્યૂમેન્ટરીમાં પણ ઘણા ખુલાસા થયા હતા
હૈરી અને તેમની પત્ની મેગને નેટફ્લિક્સ ડોક્યૂમેન્ટ્રીમાં ઘણા ખુલાસા કર્યા હતા. તેઓએ શાહી મહેલમાં થયેલી મૂશ્કેલીઓ અને નેગેટિવ મીડિયા કવરેજ સંદર્ભે વિસ્તારથી જણાવ્યું હતું.
હૈરીએ જણાવ્યું કે એક મીટિંગ દરમિયાન તેમના મોટાભાઈ વિલિયમે તેમની ઉપર ખૂબ જોરથી બૂમો પાડી હતી. ત્યારે તેમના પિતએ વિલિયમને છાવરવા કેટલીય વાર જૂઠું બોલ્યું હતું.
હૈરીએ આરોપ લગાવ્યો કે ડેલી મેલ અખબારના કારણે મેગનનો ગર્ભપાત થયો. તે પછી મેગને અખબાર પર કેસ દાખલ કરાવ્યો હતો. તેમણે જણાવ્યું કે મેગનને શાહી પરિવારમાં એડજસ્ટ કરવા માટે ઘણી મૂશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. આ દરમિયાન મેગનના મનમાં આત્મહત્યા કરવાનો પણ વિચાર આવ્યો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.