પ્રિન્સ ચાર્લ્સનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો, સેલ્ફ-આઈસોલેશનમાં રાખવામાં આવ્યા

X

દિવ્ય ભાસ્કર

Mar 25, 2020, 06:23 PM IST

ઈન્ટરનેશનલ ડેસ્કઃ 71 વર્ષિય પ્રિન્સ ચાર્લ્સને કોરોના વાઈરસનો ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે, તેમ ક્લેરેન્સ હાઉસે આજે જણાવ્યું છે. તેમનામાં કોરોનાના કેટલાક લક્ષણો જોવા મળ્યા છે, જોકે તેમના આરોગ્યની સ્થિતિ સારી છે અને તેઓ છેલ્લા કેટલાક દિવસથી સામાન્ય સ્થિતિમાં ઘરેથી જ કામ કરી રહ્યા છે. તેમના પત્ની કેમિલાનો કોરોના ટેસ્ટ નેગેટીવ આવ્યો છે. બન્ને દંપતિ અત્યારે સ્કોટલેન્ડમાં સેલ્ફ-આઈસોલેશનમાં છે. 
સરકાર અને તબીબી સલાહ પ્રમાણે પ્રિન્સ અને ડ્યુસને સ્કોટલેન્ડમાં સેલ્ફ-આઈસોલેટિંગમાં રાખવામાં આવ્યા છે. અબેરદીનશાયરમાં એનએચએસ દ્વારા કોરોનાના આ ટેસ્ટ લેવામાં આવ્યા હતા.

પ્રિન્સ ચાર્લ્સનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે, તેઓ 12 માર્ચના રોજ એક ઓસ્ટ્રેલિયન બુશફાયર રિલિફ કાર્યક્રમમાં દેખાયા હતા

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી