ઇરાકના PM આવાસ પર ડ્રોન હુમલો:વડાપ્રધાન મુસ્તફા અલ-કદીમી માંડ માંડ બચ્યા, ડ્રોન હુમલામાં 6 સિક્યોરિટી અધિકારી ઘાયલ

બગદાદએક મહિનો પહેલા
  • વિસ્ફોટકોથી ભરેલા ડ્રોને બગદાદમાં PMના નિવાસસ્થાનને નિશાન બનાવ્યું

ઈરાકના વડાપ્રધાન મુસ્તફા અલ-કદીમીના ઘર પર રવિવારે વહેલી સવારે ડ્રોન દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. જો કે આ હુમલામાં તેઓ બચી ગયા હતા. ઇરાકી સૈન્યએ જણાવ્યું કે આજે સવારે વિસ્ફોટકોથી ભરેલા ડ્રોને બગદાદમાં પીએમના નિવાસસ્થાનને નિશાન બનાવ્યું હતું. આ PM કદીમીની હત્યાનો પ્રયાસ હતો. આ હુમલામાં વડાપ્રધાનની સુરક્ષામાં તૈનાત 6 લોકો ઘાયલ થયા છે.

ડ્રોન હુમલામાં વડાપ્રધાનના નિવાસસ્થાનના એક ભાગને ખરાબ રીતે નુકસાન થયું હતું.
ડ્રોન હુમલામાં વડાપ્રધાનના નિવાસસ્થાનના એક ભાગને ખરાબ રીતે નુકસાન થયું હતું.

બગદાદના ગ્રીન ઝોનમાં વડાપ્રધાનના નિવાસસ્થાન પર થયેલા હુમલાની જવાબદારી હજુ સુધી કોઈ જૂથે લીધી નથી. તે જાણીતું છે કે આ ઝોનમાં ઘણી સરકારી ઇમારતો અને વિદેશી દૂતાવાસો છે. કદીમીના સત્તાવાર ટ્વિટર એકાઉન્ટમાં કહેવામાં આવ્યું છે કે વડાપ્રધાન સુરક્ષિત છે. લોકોએ ગભરાવાની જરૂર નથી.

ઈરાકના વડાપ્રધાન મુસ્તફા અલ-કદીમીના નિવાસસ્થાને ડ્રોન હુમલો કરવામાં આવ્યો હતો. જો કે આ હુમલામાં તેઓ બચી ગયા હતા.
ઈરાકના વડાપ્રધાન મુસ્તફા અલ-કદીમીના નિવાસસ્થાને ડ્રોન હુમલો કરવામાં આવ્યો હતો. જો કે આ હુમલામાં તેઓ બચી ગયા હતા.

'વિસ્ફોટ અને ગોળીબારનો અવાજ સંભળાયો'
રોઇટર્સના અહેવાલ મુજબ, બે સરકારી અધિકારીઓએ જણાવ્યું હતું કે કદીમીના ઘર પર ઓછામાં ઓછો એક હુમલો થયો હતો. PM આવાસની બહાર સુરક્ષામાં તૈનાત 6 સભ્યો ઘાયલ થયા છે. ગ્રીન ઝોનમાં ઉપસ્થિત પશ્ચિમી રાજદ્વારીઓએ જણાવ્યું હતું કે તેઓએ વિસ્ફોટ અને ગોળીબારના અવાજ સાંભળ્યા હતા.

હુમલો એટલો જોરદાર હતો કે પીએમ હાઉસની ઘણી બારીઓ અને દરવાજા નીકળી ગયા હતા.
હુમલો એટલો જોરદાર હતો કે પીએમ હાઉસની ઘણી બારીઓ અને દરવાજા નીકળી ગયા હતા.

સંસદીય ચૂંટણીમાં ગોટાળાના આક્ષેપો
ઈરાકના પીએમ આવાસ પર હુમલો એવા સમયે થયો છે જ્યારે દેશમાં ગયા મહિને યોજાયેલી સંસદીય ચૂંટણીમાં ધાંધલ ધમાલના આરોપો લાગ્યા છે. શુક્રવારે જ બગદાદના ગ્રીન ઝોન વિસ્તારની બહાર કેમ્પ કરી રહેલા ઈરાની તરફી શિયા લડવૈયાઓના સમર્થકો અને રમખાણ વિરોધી પોલીસ વચ્ચે અથડામણ થઈ હતી, જે પાછળથી હિંસક બની ગઈ હતી.

હુમલામાં વડાપ્રધાનના નિવાસસ્થાનના સ્ટ્રક્ચરને પણ નુકસાન થયું હતું, ઘણા રૂમોમાં કાટમાળ જોવા મળ્યો હતો.
હુમલામાં વડાપ્રધાનના નિવાસસ્થાનના સ્ટ્રક્ચરને પણ નુકસાન થયું હતું, ઘણા રૂમોમાં કાટમાળ જોવા મળ્યો હતો.

હિંસામાં એક પ્રદર્શનકારીનું મોત
આ હિંસામાં એક પ્રદર્શનકારીનું મોત થયું છે અને અનેક લોકો ઘાયલ થયા હતા, જેમાં મોટાભાગના ઈરાક સુરક્ષા દળના સભ્યો હતા. પ્રદર્શંકારીઓએ સંસદીય ચૂંટણીમાં મળેલી હારને નકારી દીધી છે. ચૂંટણીમા ઈરાન સમર્થક લડવૈયાઓને સૌથી વધુ હારનો સામનો કરવો પડ્યો છે.

આ ડ્રોન હુમલામાં અનેક સુરક્ષા ઉપકરણો નાશ પામ્યા હતા, સાથે જ 6 ગાર્ડ પણ ઘાયલ થયા હતા.
આ ડ્રોન હુમલામાં અનેક સુરક્ષા ઉપકરણો નાશ પામ્યા હતા, સાથે જ 6 ગાર્ડ પણ ઘાયલ થયા હતા.
અન્ય સમાચારો પણ છે...