વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના યુરોપિયન દેશના પહેલા દિવસે સોમવારે જર્મનીમાં હતા. જ્યાં તેઓ જર્મન ચાન્સેલર ઓલાફ સ્કોલઝને મળ્યા. જે બાદ બંને નેતા ડેલિગેશન લેવલની મીટિંગમાં સામેલ થયા. જેમાં ભારત-જર્મની વચ્ચે ગ્રીન એનર્જી પર મહત્વની સમજૂતી થઈ.
જર્મનીની મુલાકાત દરમિયાન પણ લોકોને તે વાતની ઉત્કંઠા હતી કે યુક્રેન-રશિયા યુદ્ધને લઈને વડાપ્રધાન મોદી શું બોલશે? મોડી સાંજે આ વાત પરથી પણ પડદો ઊઠી ગયો. PM મોદીએ ડેલિગેશન લેવલની મીટિંગ ખતમ થયા બાદ પોતાની સ્પીચમાં યુક્રેન-રશિયા જંગનો ઉલ્લેખ કર્યો.
PMએ કહ્યું- યુક્રેનના સંકટની શરૂઆત થઈ ત્યારે જ અમે તાત્કાલિક યુદ્ધવિરામનું આહ્વાન કર્યું અને તે વાત પર જોર આપ્યું કે વિવાદના ઉકેલ માટે વાતચીત જ એકમાત્ર ઉપાય છે. અમારું માનવું છે કે આ યુદ્ધમાં કોઈ વિજયી પાર્ટી નહીં હોય. તમામને નુકસાન થશે તેથી અમે શાંતિના પક્ષમાં છીએ.
યુક્રેન સંઘર્ષના કારણે થયેલી ઉથલપાથલમાં ઓઈલની કિંમત આકાશને આંબી રહી છે, વિશ્વમાં ખાદ્ય સામગ્રી અને ફર્ટિલાઈઝરની ઉણપ જોવા મળી રહી છે. તેનાથી વિશ્વના દરેક પરિવાર પર ભારણ વધી રહ્યું છે. પરંતુ વિકાસશીલ અને ગરીબ દેશોમાં તેની અસર વધુ ગંભીર બની રહી છે.
વૈશ્વિક રિકવરીનો મહત્વપૂર્ણ સ્તંભ બનશે ભારત
પોસ્ટ કોવિડ કાળમાં ભારતમાં અન્ય મોટી અર્થવ્યવસ્થાની તુલનાએ સૌથી ઝડપથી ગ્રોથ જોવા મળી રહ્યો છે. અમને વિશ્વાસ છે કે ભારત વૈશ્વિક રિકવરીનો મહત્વપૂર્ણ સ્તંભ બનશે. હાલમાં જ અમે ઘણાં ઓછા સમયમાં UAE તથા ઓસ્ટ્રેલિયાનીી સાથે વેપાર સમજૂતી પર હસ્તાક્ષર કર્યા છે.
જર્મનીના ચાન્સેલરને કહ્યું- ધન્યવાદ
વડાપ્રધાન મોદીએ કહ્યું- મારા અને મારા પ્રતિનિધિમંડળનું ઉમળકાભેર સ્વાગત કરવા માટે હું ચાન્સેલર ઓલાફ સ્કોલ્ઝનો આભાર વ્યક્ત કરું છું. મને ખુશી છે કે આ વર્ષે આ મારી પહેલી વિદેશ યાત્રા જર્મનીથી થઈ રહી છે. લોકતાંત્રિક દેશ તરીકે ભારત અને જર્મની અનેક કોમ મૂલ્યોનું આદાનપ્રદાન કરે છે. આ મૂલ્યો અને હિતોના આધારે છેલ્લાં કેટલાંક વર્ષમાં અમારા દ્વિપક્ષીય સંબંધમાં ઉલ્લેખનિય પ્રગતિ થઈ છે. સિક્સ્થ રાઉન્ડ ઓફ બિનેનિયલ ઈન્ટર-ગર્વમેન્ટલ કન્સલ્ટેશન્સ (IGC)માં બને દેશની ભાગીદારીને નવી દિશા મળશે. અમારી છેલ્લી IGC 2019માં મળી હતી, ત્યારથી વિશ્વમાં મહત્વપૂર્ણ પરિવર્તન થયા છે. કોવિડ-19 મહામારીએ વૈશ્વિક અર્થવ્યવસ્થા પર વિનાશકારી પ્રભાવ નાખ્યો છે. હાલની જિયો પોલિટિકલ ઘટનાઓએ પણ દેખાડ્યું કે વિશ્વની શાંતિ અને સ્થિરતા કેટલી નાજુક સ્થિતિમાં છે અને તમામ દેશ કેટલા ઈન્ટરકનેક્ટેડ છે.
ભારત-જર્મની વચ્ચે 10.5 અબજ ડોલરની ગ્રીન એનર્જી સમજૂતી
PM મોદી અને જર્મન ચાન્સેલરે ભારત-જર્મની વચ્ચે ગ્રીન એનર્જી અને સતત ઉર્જાને લઈને મહત્વના એગ્રીમેન્ટ સાઈન કર્યા. PM મોદીએ કહ્યું- ભારત અને જર્મની મળીને ગ્રીન હાઈડ્રોજન ટાસ્ક ફોર્સનું ગઠન કરશે. ભારત યુરોપિયન યુનિયન (EU)ની સાથે મુક્ત વેપાર સમજૂતી કરવાની પ્રક્રિયા ઝડપી બનાવવા માટે પ્રતિબદ્ધ છે.
વિદેશ મંત્રાલયના જણાવ્યા મુજબ, બંને દેશ વચ્ચે સતત વિકાસને લઈને એગ્રીમેન્ટ થયા છે, જે અંતર્ગત ભારતને વર્ષ 2030 સુધી ક્લીન એનર્જીને પ્રોત્સાહન આપવા માટે 10.5 અબજ ડોલરની આર્થિક સહાયતા મળશે. મંત્રાલયના જણાવ્યા મુજબ, PM મોદીએ 'આત્મનિર્ભર ભારત' અભિયાનમાં રોકાણછી જર્મનીને ભાગીદારી કરવાનું આમંત્રમ પણ ચાન્સેલર સ્કોલ્ઝને આપ્યું છે.
જર્મન ચાન્સેલરે ભારતને ગણાવ્યું સુપર પાર્ટનર
આ દરમિયાન જર્મન ચાન્સેલરે પણ ભારતને એશિયામાં પોતાનું સુપર પાર્ટનર ગણાવ્યું. સાથે જ તેમને કહ્યું કે PM મોદીને જર્મનીમાં જૂનમાં મળનારી G-7 બેઠકમાં સામેલ થવાનું આમંત્રણ આપ્યું છે. જર્મન ચાન્સેલર સ્કોલ્ઝે કહ્યું, ઈન્ડો-પેસિફિક ઘણું જ ડાયનેમિક રીઝન છે, પરંતુ તેમને અનેક પડકારોનો સામનો કરવો પડી રહ્યો છે. આ રીઝનમાં ભારત અમારું એક મહત્વનું પાર્ટનર છે. સ્કોલ્ઝે કહ્યું, દુનિયા ત્યારે જ વિકસિત થઈ શકે છે જ્યારે અમે તે સ્પષ્ટ કરી દઈએ કે દુનિયા કેટલાંક શક્તિશાળી દેશના ઈશારે નહીં પરંતુ ભવિષ્યના સંબંધો પર જ ચાલશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી જર્મનીના પાટનગરમાં છે. તેમણે જર્મન ચાન્સેલર ઓલાફ સ્કોલ્ઝ સાથે મુલાકાત કરી હતી. બંનેએ ભારત અને જર્મનીના સંબંધો સુધારવા વિશે વાતચીત કરી હતી. ફેડરલ ચાન્સેલરમાં પીએમ મોદીને ગાર્ડ ઓફ ઓનર આપવામા આવ્યું હતું. બંને વચ્ચે ડેલિગેશન લેવલની મુલાકાત થઈ હતી.
બીજી બાજુ ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકરે પણ જર્મનીના વિદેશ મંત્રી એનાલેના બેરબોક સાથે વિવિધ મુદ્દા પર મીટિંગ કરી હતી. જયશંકરે કહ્યું કે, જર્મન વિદેશ મંત્રી એનાલેના બેરબોક સાથેની મુલાકાત સારી રહી. અમે રશિયા-યુક્રેન યુદ્ધ અને ઈન્ડો-પેસિફિક ક્ષેત્રે ચર્ચા કરી હતી. બંને દેશોમા મંત્રાલય વચ્ચે સીધો સંપર્ક થઈ શકે તે માટે કરાર કરવામાં આવ્યા છે.
ભારતીય સમુદાય સાથે મોદીએ કરી મુલાકાત
વડાપ્રધાન નરેન્દ્ર મોદી જર્મનીની રાજધાની બર્લિન પહોંચી ગયા છે. આ દરમિયાન તેઓ હોટેલ એડલોન કેમ્પિન્સકી ખાતે ભારતીય સમુદાયના લોકોને મળ્યા હતા. કેટલાક લોકોએ ભારત માતા કી જયના નારા પણ લગાવ્યા હતા. બાળકો સાથે મોદી હળવા મૂડમાં નજરે આવ્યા હતા. કેટલાક બાળકોએ તેમને વિવિધ ચિત્રો બતાવી ખુશ કર્યા હતા. PM ટૂંક સમયમાં જ જર્મન ચાન્સેલર ઓલાફ સ્કોલ્ઝ સાથે 6ઠ્ઠી ભારત-જર્મની ઇન્ટર-ગવર્નમેન્ટલ કન્સલ્ટેશન (IGC)માં હાજરી આપશે. ત્યારબાદ સાંજે તેઓ બર્લિનમાં ભારતીય સમુદાયને સંબોધિત કરશે.
બર્લિનમાં મોદીનું આગમન
આ પછી તેઓ 3 મેના રોજ ઈન્ડો-નોર્ડિક કોન્ફરન્સમાં ભાગ લેશે, ત્યાર બાદ ડેનમાર્કની રાજધાની કોપનહેગનમાં ભારતીયોને પણ સંબોધમ કરશે. છેલ્લે, PM મોદી પેરિસમાં ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોનને મળશે. આ વર્ષે PMની આ પ્રથમ વિદેશયાત્રા છે.
PMO તરફથી જાહેર કરવામાં આવેલી પ્રેસ રિલીઝમાં PMની આ મુલાકાત વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી છે. ઓમાં કહેવામાં આવ્યું છે કે ભારત-જર્મની રાજદ્વારી સંબંધોને 2021માં 70 વર્ષ પૂર્ણ થયા છે અને આપણે વર્ષ 2000થી સ્ટ્રેટેજિક પાર્ટનર પણ છીએ. હું ચાન્સેલર સ્કોલ્ઝ સાથે વ્યૂહાત્મક, પ્રાદેશિક અને વૈશ્વિક વિકાસની ચર્ચા કરીશ. જર્મન ચાન્સેલર અને હું અમારા ઉદ્યોગ સહયોગ માટે બિઝનેસ રાઉન્ડ ટેબલ મીટિંગને પણ સંબોધન કરીશું.
યુરોપ ખંડ ભારતીય મૂળના 10 લાખથી વધુ લોકોનું ઘર છે. એમાંથી મોટી સંખ્યામાં જર્મનીમાં રહે છે. પીએમ મોદી અહીં ભારતીય મૂળના લોકોને સંબોધિત કરશે.
ડેનમાર્કમાં નોર્ડિક શિખર સમિટમાં ભાગ લેશે
પીએમ મોદી 3 મેના રોજ ડેનમાર્કની રાજધાની કોપનહેગન પહોંચશે. અહીં તેઓ 3 અને 4 મેના રોજ વડાપ્રધાન મેટ ફ્રેડરિકસન સાથે દ્વિપક્ષીય કાર્યક્રમ અને બીજી ભારત-નોર્ડિક સમિટમાં હાજરી આપશે. આ સાથે આર્થિક સુધારા, ક્લાઈમેટ ચેન્જ અને રિન્યુએબલ એનર્જી જેવા મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે.
સમિટ દરમિયાન પીએમ મોદી ચાર વધુ નોર્ડિક દેશોના નેતાઓને મળશે. નોર્ડિક પ્રદેશમાં ડેનમાર્ક, ફિનલેન્ડ, આઈસલેન્ડ, નોર્વે અને સ્વીડનનો સમાવેશ થાય છે.
નોર્ડિક દેશો ભારત માટે સસ્ટેનેબલ અને રિન્યુએબલ એનર્જી, ડિજિટાઈઝેશન અને ઈનોવેશનમાં મહત્ત્વપૂર્ણ ભાગીદારો છે. આ મુલાકાત નોર્ડિક દેશો સાથે બહુપક્ષીય સહયોગ વધારવામાં મદદ કરશે.
ઇમેન્યુઅલ મેક્રોનને મળીને જીત પર અભિનંદન આપશે
તેમના પરત ફરતી વખતે પીએમ મોદી ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોનને મળશે અને ફરીથી ચૂંટણી જીતવા બદલ અભિનંદન આપશે. આ સાથે અમે ભારત-ફ્રાન્સ વ્યૂહાત્મક ભાગીદારીના આગામી તબક્કા વિશે ચર્ચા કરીશું. પીએમ કહે છે, મારી યુરોપની મુલાકાત એવા સમયે થઈ રહી છે જ્યારે આ પ્રદેશ ઘણા પડકારોનો સામનો કરી રહ્યો છે. હું આ મુલાકાત દ્વારા મારા યુરોપિયન પાર્ટનર સાથે સહકારની ભાવનાને વધુ મજબૂત કરવાનો ઇરાદો ધરાવું છું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.