ઇટલીના PMએ કહ્યું, 'મોદી ઈઝ મોસ્ટ લવેબલ':વખાણ સાંભળી હસી પડ્યા વડાપ્રધાન, રાયસીના ડાયલોગ પહેલા બંને નેતા વચ્ચે વાતચીત થઈ

એક મહિનો પહેલા
  • કૉપી લિંક

રાયસીના ડાયલોગની 8મી આવૃત્તિ આજથી દિલ્હીમાં શરૂ થશે. એનાં મુખ્ય મહેમાન ઈટાલીના PM જ્યોર્જિયા મેલોની દિલ્હી પહોંચી ગયાં છે. મેલોની ઈટાલીનાં પ્રથમ મહિલા વડાપ્રધાન છે. ઓક્ટોબર 2022માં PM બન્યાં પછી તેઓ પ્રથમ વખત ભારતની મુલાકાતે આવ્યાં છે. આ દરમિયાન બંને નેતાની વચ્ચે રાજકીય, સંરક્ષણ, વિજ્ઞાન અને ટેક્નોલોજી, એનર્જી અને હેલ્થના મુદ્દાઓ પર ચર્ચા થઈ હતી.

બીજી તરફ, રાયસીના ડાયલોગ 3 દિવસ (2-4 માર્ચ) સુધી ચાલશે. આ કોન્ફરન્સમાં 100 દેશના પ્રતિનિધિ સામેલ થશે. એનું ઉદઘાટન વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સાંજે 6:30 વાગ્યે કરશે. આ બેઠક એવા સમયે યોજાઈ રહી છે, જ્યારે ભારત G-20 દેશોની અધ્યક્ષતા કરી રહ્યું છે. આ હિસાબથી એને ખૂબ જ મહત્ત્વપૂર્ણ માનવામાં આવી રહ્યું છે.

દિલ્હીનાં હૈદરાબાદ હાઉસમાં ઈટાલીનાં વડાંપ્રધાન મેલોનીએ PM મોદી સાથે દ્વિપક્ષીય સંબંધો અંગે ચર્ચા કરી હતી.
દિલ્હીનાં હૈદરાબાદ હાઉસમાં ઈટાલીનાં વડાંપ્રધાન મેલોનીએ PM મોદી સાથે દ્વિપક્ષીય સંબંધો અંગે ચર્ચા કરી હતી.

આ વર્ષે 100થી વધુ દેશ થશે સામેલ
વિદેશ મંત્રાલય મુજબ, રાયસીના ડાયલોગ 2023માં 100થી વધુ દેશોના પ્રતિનિધિ ભાગ લેશે. એમાં મંત્રી, પૂર્વ રાષ્ટ્ર અધ્યક્ષ અને સરકારના પ્રમુખ, સૈન્ય કમાન્ડર, ઉદ્યોગના સાહસિકો, ટેક્નોલોજી લીડર, વ્યૂહાત્મક મામલાઓના તજજ્ઞો, શિક્ષણશાસ્ત્રી, પત્રકાર સહિતના મહાનુભાવો સામેલ થયા છે.

એને વિદેશ મંત્રાલય ઓબ્ઝર્વર રિસર્ચ ફાઉન્ડેશન સાથે મળીને આયોજિત કરે છે. છેલ્લાં આઠ વર્ષમાં રાયસીના ડાયલોગનો પ્રભાવ જુદાં-જુદાં ક્ષેત્રો પર સતત પડી રહ્યો છે, સાથે જ સમારોહની ઓળખ આંતરરાષ્ટ્રીય સ્તરે મેજર ગ્લોબલ કોન્ફરન્સ તરીકે થઈ છે.

હૈદરાબાદ હાઉસ જતા પહેલા રાષ્ટ્રપતિ ભવનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઈટાલીના PM જ્યોર્જિયા મેલોનીનું સ્વાગત કર્યું હતું.
હૈદરાબાદ હાઉસ જતા પહેલા રાષ્ટ્રપતિ ભવનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઈટાલીના PM જ્યોર્જિયા મેલોનીનું સ્વાગત કર્યું હતું.

તસવીરોમાં જુઓ મેલોનીનો ભારત પ્રવાસ...

ભારતીય અધિકારીઓએ દિલ્હી એરપોર્ટ પર ઈટાલીનાં વડાપ્રધાન જ્યોર્જિયા મેલોનીને રિસીવ કર્યા હતા.
ભારતીય અધિકારીઓએ દિલ્હી એરપોર્ટ પર ઈટાલીનાં વડાપ્રધાન જ્યોર્જિયા મેલોનીને રિસીવ કર્યા હતા.
રાજઘાટમાં મેલોનીને મહાત્મા ગાંધીની એક મૂર્તિ અને પુસ્તક ભેટમાં આપવામાં આવી હતી.
રાજઘાટમાં મેલોનીને મહાત્મા ગાંધીની એક મૂર્તિ અને પુસ્તક ભેટમાં આપવામાં આવી હતી.
PM મોદી સાથે મુલાકાત પછી વડાપ્રધાન મેલોની રાજઘાટ પહોંચ્યાં હતાં. અહીં તેમણે મહાત્મા ગાંધીની સમાધિ પર પુષ્પાંજલી અર્પિત કરી હતી.
PM મોદી સાથે મુલાકાત પછી વડાપ્રધાન મેલોની રાજઘાટ પહોંચ્યાં હતાં. અહીં તેમણે મહાત્મા ગાંધીની સમાધિ પર પુષ્પાંજલી અર્પિત કરી હતી.
ઈટાલીના વડાંપ્રધાન જ્યોર્જિયા મેલોનીને રાષ્ટ્રપતિ ભવનમાં ગાર્ડ ઓફ ઓનર અપાયું હતું.
ઈટાલીના વડાંપ્રધાન જ્યોર્જિયા મેલોનીને રાષ્ટ્રપતિ ભવનમાં ગાર્ડ ઓફ ઓનર અપાયું હતું.

શું છે રાયસીના ડાયલોગ?
વિશ્વના જુદા-જુદા દેશોના લોકો એક મંચ પર આવે છે, જ્યાં વૈશ્વિક સ્થિતિ અને પડકારો પર એક સ્વસ્થ ચર્ચાના ઉદ્દેશ સાથે રાયસીના ડાયલોગની શરૂઆત કરવામાં આવી. એમાં 100થી વધુ દેશોના પ્રતિનિધિ ભાગ લે છે. કેન્દ્ર સરકારે રાયસીના ડાયલોગની શરૂઆત 2016માં કરી હતી. એ પછી દર વર્ષે આ કાર્યક્રમમાં ભાગ લેનારા દેશો અને લોકોની સંખ્યા વધતી જઈ રહી છે. ભૂ-રાજકારણ અને ભૂ-અર્થશાસ્ત્ર પર ભારતનું આ મુખ્ય સંમેલન છે. એનું આયોજન વિદેશ મંત્રાલય તરફથી ઓબ્ઝર્વર રિસર્ચ ફાઉન્ડેશનના સહયોગથી કરવામાં આવે છે.

ગત વર્ષે 90 દેશ સામેલ થયા
ગત વર્ષે રાયસીના ડાયલોગ 2022માં 90 દેશના 210થી વધુ પ્રતિનિધિ સામેલ થયા હતા. અંદાજે 100 સેશન દરમિયાન રાયસીનાના યુવાન લોકો માટે પણ કાર્યક્રમનું આયોજન કરાયુ હતું, જ્યારે 2021માં કોરોનાને કારણે એનું વર્ચ્યુઅલી આયોજન કરવામાં આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...