તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
નેપાળના વડાપ્રધાન કેપી શર્મા ઓલીની તેમના જ પક્ષમાંથી હકાલપટ્ટી કરી દેવાઈ છે. ઓલી વિરોધી જૂથની આગેવાની કરી રહેલા પુષ્પ કમલ દહલ પ્રચંડના જૂથે આ કાર્યવાહી કરી છે. સત્તાધારી નેપાળ કોમ્યુનિસ્ટ પાર્ટીના પ્રવક્ત નારાયણ કાજી શ્રેષ્ઠે આ કાર્યવાહીની પુષ્ટિ કરતા કહ્યું કે, ઓલીનું સભ્યપદ જ રદ કરી દેવાયું છે. આ નિર્ણય ઓલી અને તેમના સમર્થકોની ગેરહાજરીમાં થયેલી પક્ષની બેઠકમાં લેવાયો હતો. આ દરમિયાન પ્રચંડ સમર્થક નેતાઓના આ નિર્ણયને ઓલીના જૂથે ફગાવી દીધો છે. ઉલ્લેખનીય છે કે, નેપાળના સત્તાધારી પક્ષમાં ઓલી વિરોધી જૂથનું નેતૃત્વ કરી રહેલા પ્રચંડે છેલ્લા અનેક મહિનાથી વડાપ્રધાન વિરુદ્ધ મોરચો ખોલ્યો છે.
આ સ્થિતિમાં આશંકા હતી કે, નેશનલ કોમ્યુનિસ્ટ પાર્ટી ગમે ત્યારે બે જૂથમાં વહેંચાઈ જશે. જોકે, ત્રણ દિવસ અગાઉ નક્કી કરવામાં આવ્યું હતું કે ઓલીના સમર્થનમાં કેટલાક નેતાઓ જ છે અને કોઈ પણ સમયે તેમને પક્ષમાંથી બળતરફ કરવામાં આવી શકે છે. નેપાળમાં અત્યારે સંસદ ભંગ છે અને ત્યાં કાર્યકારી સરકાર છે. વિરોધી જૂથના પ્રવક્તા નારાયણ કાજી શ્રેષ્ઠે રવિવારે સાંજે જણાવ્યું હતું કે નેપાળના કાર્યકારી પ્રધાનમંત્રી કેપી શર્મા ઓલીનું નેપાળ કોમ્યુનિસ્ટ પાર્ટીએ સભ્ય પદ રદ્દ કરી દીધુ છે.
ઓલી અને પ્રચંડના મતભેદનું કારણ શું?
નેશનલ કોમ્યુનિસ્ટ પાર્ટીના નેતાઓ ઓલી અને પ્રચંડ વચ્ચેગયા વર્ષની મધ્યમાં મતભેદ શરૂ થયા હતા. એ વખતે પ્રચંડે ઓલી પર પક્ષની સલાહની સતત અવગણના કરવાનો આરોપ મૂક્યો હતો. જોકે, બાદમાં વાતચીત પછી ઉકેલ આવી ગયો હતો, પરંતુ મંત્રીમંડળની વહેંચણી અને અન્ય નિમણૂકોને લઈને ફરી ખેંચતાણ શરૂ થઈ. ઓલીએ ઓક્ટોબરમાં પ્રચંડની સંમતિ વિના પોતાની કેબિનેટમાં પણ ફેરફાર કર્યા હતા અને બીજી અનેક નિમણૂકો પણ કરી હતી. બાદમાં આ બંને નેતાઓ વચ્ચે જબરદસ્ત તણાવ શરૂ થયો હતો.
પ્રચંડની સમિતિએ નિર્ણય લીધો
હિમાલયન ટાઈમ્સના એક અહેવાલ પ્રમાણે ઓલીના સભ્યપદનો અંત લાવવાનો નિર્ણય ભૂતપુર્વ પ્રધાનમંત્રી પુષ્પ કમલ દહલ ઉર્ફે પ્રચંડ તથા માધવ કુમાર નેપાલની સમિતિ દ્વારા લેવામાં આવ્યો. રવિવારે પાર્ટીની સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં આ અંગે મંજૂરી પણ મળી ગઈ છે.
પાર્ટીમાં ઓલીના તાજેતરના નિર્ણયોને લઈ ઘણો વિરોધ થયો છે. તેમની પાસેથી સ્પષ્ટતા પણ માંગવામાં આવી છે, જોકે તેઓ સમિતિ સમક્ષ ઉપસ્થિત રહ્યા ન હતા. નેપાળમાં આ વર્ષે માર્ચથી એપ્રિલ વચ્ચે ચૂંટણી યોજાઈ શકે છે.
ઓલીના ઘરે પત્ર મોકલવામાં આવ્યો
પાર્ટીએ ઓલીનું સભ્યપદ ખતમ કરવાના નિર્ણય બાદ એક પત્ર બાલૂવોટર (પ્રધાનમંત્રી નિવાસ) મોકલ્યો છે. તેમાં લખવામાં આવ્યું છે કે સ્ટેન્ડિંગ કમિટિએ તેમના સભ્યપદનો અંત કરવાનો નિર્ણય લીધો છે. કેટલાક દિવસ અગાઉ આ કમિટીએ તેમને પક્ષના અધ્યક્ષ પદ પરથી હટાવ્યા હતા.
દેશમાં પણ વિરોધ
ચીન પ્રત્યે નરમ વલણ અને ભારત સાથે ગરમ વલણને લીધે દેશમાં તેમના વિરોધી માહોલ સર્જાયો છે. દેશના ત્રણ ભૂતપુર્વ પ્રધાનમંત્રીએ તેમની સામે મોરચો ખોલ્યો છે. ઓલીની તકલીફ એ છે તે તેમની સામે ભ્રષ્ટાચારના આરોપ પણ છે. જ્યારે તેમની સમક્ષ સંસદમાં જવાબ માંગવામાં આવ્યો તો તેમણે સંસદ જ ભંગ કરી દીધી.
હવે દેશની સુપ્રીમ કોર્ટમાં સંસદ ભંગની સામે 13 જેટલી અરજી દાખલ થઈ છે, જેની અંગે સુનાવણી થઈ રહી છે. લગભગ દરરોજ રાજધાની કાઠમંડુ અને દેશના અન્ય ભાગોમાં ઓલી સામે રેલી કાઢવામાં આવી રહી છે.
પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.