ફિલિપાઈન્સમાં ચિકન કરતા ત્રણ ગણી મોંઘી ડુંગળી:1 કિલો ડુંગળીનો ભાવ 900 રુપિયા, ચીનથી દાણચોરી કરવામાં આવી રહી છે

મનીલા19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બે દિવસ પહેલા કસ્ટમ અધિકારીઓએ 3 કરોડ રૂપિયાની ડુંગળી જપ્ત કરી હતી

ફિલિપાઈન્સમાં ડુંગળીના ભાવ આસમાને પહોંચી ગયા છે. ત્યાં ડુંગળીની કિંમત ચિકન કરતા લગભગ 3 ગણી વધી ગઈ છે. કૃષિ વિભાગના જણાવ્યા મુજબ 1 કિ.ગ્રા ચિકનની કિંમત 325 રૂપિયા છે, જ્યારે 1 કિલો ડુંગળી 900 રૂપિયામાં મળી રહી છે. વધતા ભાવ અને માંગને કારણે ડુંગળીની દાણચોરી પણ શરૂ થઈ ગઈ છે.

CNNના સમાચાર મુજબ, બે દિવસ પહેલા કસ્ટમ અધિકારીઓએ 3 કરોડ રૂપિયાની ડુંગળી જપ્ત કરી હતી. તેને પેસ્ટ્રી બોક્સ પાછળ છુપાવીને ચીનથી ગાણચોરી કરવામાં આવી રહી હતી. અગાઉ ડિસેમ્બરમાં પણ કસ્ટમ અધિકારીઓએ 2.5 કરોડ રૂપિયાની ડુંગળી જપ્ત કરી હતી. જે કપડાના શિપમેન્ટમાં છુપાવીને લાવવામાં આવી રહી હતી.

પેસ્ટ્રી બોક્સ પાછળ છુપાવીને ચીનથી ડુંગળી લાવવામાં આવી રહી હતી.
પેસ્ટ્રી બોક્સ પાછળ છુપાવીને ચીનથી ડુંગળી લાવવામાં આવી રહી હતી.

જપ્ત કરેલી ડુંગળી વેચવામાં આવશે
ફિલિપાઈન્સના રાષ્ટ્રપતિ ફર્ડિનાન્ડ માર્કોસ જુનિયરે જણાવ્યું હતું કે તેઓ જપ્ત કરેલી ડુંગળી વેચવાનો પ્લાન કરી રહ્યા છે. જેથી ડુંગળીની અછતને પૂરી કરી શકાય.

રાષ્ટ્રપતિ માર્કોસે આ અઠવાડિયે 21 હજાર મેટ્રિક ટન ડુંગળીની આયાત કરવાના નિર્ણયને મંજૂરી આપી દીધી છે. પરંતુ આ ડુંગળી 27 જાન્યુઆરી સુધીમાં ફિલિપાઈન્સમાં પહોંચી શકશે. ફેબ્રુઆરીમાં ફિલિપાઇન્સમાં ડુંગળીની લણણી શરૂ થઈ જશે. આ પછી ડુંગળીના ભાવમાં ઘટાડો થવાની આશા છે.

ફિલિપાઈન્સના રાષ્ટ્રપતિને આશા છે કે ફેબ્રુઆરીમાં ડુંગળીના ભાવમાં ઘટાડો થશે.
ફિલિપાઈન્સના રાષ્ટ્રપતિને આશા છે કે ફેબ્રુઆરીમાં ડુંગળીના ભાવમાં ઘટાડો થશે.

દર મહિને 20 હજાર મેટ્રિક ટન ડુંગળી ખાવામાં આવે છે
ડુંગળી ફિલિપાઈન્સના લોકોના આહારનો એક મહત્વપૂર્ણ ભાગ છે. અહીં દર મહિને 20 હજાર મેટ્રિક ટન ડુંગળીનો વપરાશ થાય છે.

ગયા વર્ષે અનેક સુપર સ્ટોર્મને કારણે અબજો રૂપિયાની ડુંગળીનો પાક બરબાદ થયો હતો. ફિલિપાઈન્સમાં ડુંગળીના વધતા ભાવને કારણે મોંઘવારી 14 વર્ષમાં સર્વોચ્ચ સ્તરે પહોંચી ગઈ છે.

ફિલિપાઈન્સમાં દર મહિને 20 હજાર મેટ્રિક ટન ડુંગળીનો વપરાશ થાય છે.
ફિલિપાઈન્સમાં દર મહિને 20 હજાર મેટ્રિક ટન ડુંગળીનો વપરાશ થાય છે.

ફિલિપાઈન્સમાં સૌથી મોંઘી ડુંગળી
ફિલિપાઈન્સ હાઉસ ઓફ રિપ્રેજેંટેટિવના રેડિડેન્ટ અર્થશાસ્ત્રી જોય સલસેડાના જણાવ્યા અનુસાર, ફિલિપાઈન્સમાં ડુંગળીના ભાવ વિશ્વમાં સૌથી વધુ છે.

ફિલિપાઈન્સના સેનેટર શેર્વિન વિને ડુંગળીની દાણચોરી રોકવા માટે ટાસ્ક ફોર્સની રચના કરવાની માંગ કરી છે. તેમણે કહ્યું કે દાણચોરીના કારણે સરકારને આવક નહીં મળે અને બજારની સ્થિતિ પણ ખરાબ છે.

અન્ય સમાચાર પણ વાંચો...
પાકિસ્તાનમાં લોટની અછત: સસ્તો લોટ ખરીદવાના ચક્કરમાં 4 લોકોના મોત, 1 કિલો લોટની કિંમત 150 રૂપિયા

પાકિસ્તાનમાં મોંઘવારી દર 25% પર પહોંચી ગયો છે. સબસિડીવાળા લોટનો સ્ટોક પૂરો થઈ ગયો છે. અછત એટલી ગંભીર છે કે સસ્તા લોટ ખરીદવાના ચક્કરમાં અત્યાર સુધીમાં 4 લોકોએ જીવ ગુમાવ્યા છે.

અન્ય સમાચારો પણ છે...