હોંગકોંગની સરકારી સ્કૂલોમાં સ્થાનિક મૂળના અંગ્રેજીના શિક્ષકોને શહેર પ્રત્યે નિષ્ઠાના શપથ લેવા પડશે. હોંગકોંગના શિક્ષણ બ્યૂરોએ નિવેદન જાહેર કરતાં કહ્યું કે એનઇટી (નેટિવ ઇંગ્લિશ સ્પીકિંગ ટીચર્સ) પોતાની નોકરી બચાવવા માટે 21 જૂન સુધી આ શપથ પત્ર પર હસ્તાક્ષર કરવા પડશે. તેમાં અંગ્રેજી ભણાવનારા હોંગકોંગ મૂળના શિક્ષકોએ શપથ લેવા પડશે કે તેઓ હોંગકોંગ પ્રત્યે નિષ્ઠાવાન રહેશે. મૂળભૂત કાયદા, બંધારણ અને સરકારી આદેશોનું પાલન કરશે.
મૂળે, વર્ષ 1998માં લાગુ કરવામાં આવેલી એનઇટી યોજના મુજબ હોંગકોંગમાં સરકારી અને સરકારી સબસિડીવાળી પ્રાથમિક-માધ્યમિક સ્કૂલોમાં અંગ્રેજી શિક્ષકોને નિયુક્ત કરવાની મંજૂરી આપવામાં આવી. 2020થી જ હોંગકોંગમાં નોકરીઓની વધતી સંખ્યાની સાથે જ સરકાર તરફથી આ પ્રકારના શપથ પત્ર લાગુ કરવામાં આવી રહ્યા છે. આવું જ શપથ પત્ર ઓક્ટોબર 2020માં સિવિલ સેવકો માટે પણ લાગુ કરાયું હતું. માનવામાં આવી રહ્યું છે કે આવા નિર્ણયોથી ચીનની કોમ્યુનિસ્ટ સરકાર હોંગકોંગના લોકોને પોતાના પ્રત્યે વફાદાર રાખવા માટે દબાણ વધારી રહી છે.
તિયાનમેન જેવા આંદોલનનું પુનરાવર્તન નથી ઈચ્છતી સરકાર
હોંગકોંગ સરકારે અંગ્રેજી શિક્ષકોને નિષ્ઠાની શપથ એટલા માટે ફરજિયાત કરી છે કારણ કે તેમનું માનવું છે કે અંગ્રેજી ભણવાથી વિદ્યાર્થીઓમાં લોકતંત્રના બીજ રોપાય છે. સરકાર તિયાનમેન જેવા લોકતાંત્રિક આંદોલનનું પુનરાવર્તન નથી ઈચ્છતી. સાથોસાથ કોરોના કાળના આકરા નિયમોને કારણે અંગ્રેજી ભણાવનારા અનેક હોંગકોંગ મૂળના ટીચર દેશ છોડીને જઈ રહ્યા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.