• Gujarati News
  • International
  • President Xi Jinping's Promise Of Dream China Failed, Critics Of The Government Created A Secret Language

લોકશાહીના અધિકારોનું દમન:રાષ્ટ્રપતિ જિનપિંગના ડ્રીમ ચાઇનાનો વાયદો નિષ્ફળ, સરકારની ટીકા કરનારા લોકોએ સિક્રેટ ભાષા બનાવી

બેઈજિંગ20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • લોકો સિક્રેટ ભાષાથી પોસ્ટ કરીને લોકશાહીનું સમર્થન કરી રહ્યાં છે

ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગની ‘ડ્રીમ ચાઇના’ના વાયદા સાથેની સત્તા પર પકડ યથાવત્ છે. પરંતુ ચીનની સામાન્ય જનતા તેને નિષ્ફળ ગણાવી રહી છે. લોકોના મતે સખત ઝીરો કોવિડ પોલિસી અંતર્ગત લૉકડાઉનથી અર્થવ્યવસ્થા બેહાલ છે. લોકશાહીના અધિકારોનું દમન જારી છે.

સરકારનો વિરોધ કરવા પર સખત સજાની જોગવાઇ છે. ચીનની સોશિયલ મીડિયા સાઇટ વીબો પર મેન્ડરિનમાં સરકાર વિરોધી પોસ્ટને હટાવી દેવાય છે. માટે જ ચીનના યૂઝર્સે અધિકારીઓને સમજમાં ન આવે તે માટે હોન્ગકોન્ગની કેંટોનીઝ ભાષાનો ઉપયોગ કરવાનું શરૂ કર્યું છે. કેંટોનીઝની સ્ક્રિપ્ટ મેન્ડેરિની માફક ચિત્રાત્મક હોય છે. પરંતુ ચિત્રાત્મક મૂળાક્ષરોમાં જરાક પણ અંતરથી તેના ચાર અથવા વધુ અર્થ થાય છે. ચીનના અધિકારીઓ આ સીક્રેટ ભાષાને ડીકોડ કરવા માટે સક્ષમ નથી. કારણ કે યૂઝર્સે તેને પરસ્પર સંવાદ કરવા માટે બનાવી છે.

2019ના હોન્ગકોન્ગમાં લોકશાહી સમર્થક આંદોલન દરમિયાન પણ આ ભાષાનો વ્યાપકપણે ઉપયોગ કરાયો હતો.જિનપિંગના દરેક કાર્યકાળમાં ચીનને ફરીથી મહાન બનાવવાનો વાયદો પાર્ટી નિર્દેશિત જન અભિયાનોમાં દોહરાવાય છે. જ્યારે પાર્ટીએ સામાન્ય જનતાના સપનાઓને કચડ્યા છે. પાર્ટીએ પોતાના રાજકારણ અને વિચારધારા વિરુદ્વ કોઇ બાબત સહન કરી નથી. કલ્યાણકારી યોજનાઓ પણ લાગૂ કરી નથી. લોકોના મતે રોકાણના સ્તરે તો જિનપિંગ વિદેશથી ઉદ્યોગપતિઓને આમંત્રિત કરે છે.

પ્રાઇવેટ ટ્યૂશન પર બેનથી મધ્યમવર્ગ નારાજ
જિનપિંગ સરકારે 2015માં ધર્મ અને ધાર્મિક પરંપરાઓ પર નિયંત્રણને સખત બનાવ્યું હતું. 2021માં જિનપિંગે અસંતુલિત વિકાસ ખતમ કરવાના નામ પર પ્રાઇવેટ ટ્યૂશન પર પ્રતિબંધ લગાવ્યો. તેનાથી મિડલ ક્લાસમાં નારાજગી છે.

અન્ય સમાચારો પણ છે...