તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • International
  • President Xi Jinping's Ideology Will Be Taught In Schools, Curriculum Will Be Implemented From Primary To University Level

જિનપિંગની વિચારધારા અભ્યાસક્રમમાં:સ્કૂલોમાં રાષ્ટ્રપતિ શી જિનપિંગની વિચારધારા ભણાવવામાં આવશે, પ્રાથમિકથી વિશ્વવિદ્યાલય સ્તર સુધીના અભ્યાસક્રમમાં લાગુ થશે

એક મહિનો પહેલા
  • કૉપી લિંક
શી જિનપિંગનો ફાઈલ ફોટો. - Divya Bhaskar
શી જિનપિંગનો ફાઈલ ફોટો.

ચીને પોતાના રાષ્ટ્રીય સ્તરના અભ્યાસક્રમમાં મોટો ફેરફાર કર્યો છે. હવે ત્યાં પ્રાથમિક સ્તરની સ્કૂલોથી લઈને વિશ્વવિદ્યાલય સુધીના અભ્યાસક્રમમાં શી જિનપિંગની વિચારધારાઓ ભણાવવામાં આવશે. સમાજવાદી વિચારધારાઓને ચીનના દરેક વિદ્યાર્થીને ભણવી અનિવાર્ય રહેશે

માકર્સવાદી વિચારધારા સ્થાપિત થશે
ચીનના શિક્ષામંત્રીએ મંગળવારે કહ્યું હતું કે શી જિનપિંગની વિચારધારાઓને રાષ્ટ્રીય અભ્યાસક્રમમાં સામેલ કરવાથી યુવાનોમાં માકર્સવાદી વિચારધારાને સ્થાપિત કરવામાં મદદ મળશે. એને લઈને નવી ગાઈડલાઈન્સ પણ જાહેર કરી દીધી છે. શિક્ષણમંત્રીએ જણાવ્યું હતું કે પ્રાથમિક સ્તરથી લઈને વિશ્વવિદ્યાલય સુધી નવા યુગમાં ચીનની વિશેષતાઓ વચ્ચે સમાજવાદ પર શી જિનપિંગના વિચારોને ભણાવવામાં આવશે. તેમણે કહ્યું હતું કે દિશાનિર્દેશનો ઉદ્દેશ નવી શિક્ષણ સામગ્રી પ્રમાણે યુવાઓમાં દેશભક્તિની ભાવનાને પ્રોત્સાહન આપવા અને પાર્ટીના સંકલ્પને પૂરો કરવાનો છે.

2012થી સત્તામાં આવ્યા પછી ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે સત્તારૂઢ ચીની કમ્યુનિસ્ટ પાર્ટીની ભૂમિકાને સમાજ, ઉદ્યોગો, સંસ્કૃતિ અને સ્કૂલોમાં વધારવા પર જોર આપ્યું છે. નવા યુગમાં ચીની સંસ્કૃતિ વચ્ચે સમાજવાદ પર શી જિનપિંગના વિચાર અભ્યાસક્રમને 2018માં સંવિધાનમાં સ્થાપિત કરવામાં આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...