• Home
  • International
  • President Trump's financial record cannot be kept secret, New York prosecutor gets access to it: Supreme Court

અમેરિકા / રાષ્ટ્રપતિ ટ્રમ્પના નાણાકીય રેકર્ડ ગુપ્ત ન રહી શકે, ન્યૂયોર્કના પ્રોસીક્યૂટરને તેનો એક્સેસ મળે: સુપ્રીમ કોર્ટ

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ, ફાઇલ તસવીર
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ, ફાઇલ તસવીર
X
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ, ફાઇલ તસવીરઅમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ, ફાઇલ તસવીર

  • હાઉસ ઓફ ડેમોક્રેટ્સ અને ન્યૂયોર્કના પ્રોસીક્યૂટરે ટ્રમ્પના નાણાકિય હિસાબો માંગ્યા હતા

દિવ્ય ભાસ્કર

Jul 10, 2020, 04:47 AM IST

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના ટેક્સ રેકોર્ડ અંગેના કેસમાં સુપ્રીમ કોર્ટે ચૂકાદો આપ્યો છે. હાઉસ ઓફ ડેમોક્રેટ્સ ડોનાલ્ડ ટ્રમ્પના નાણકીય વ્યવહારોના રેકર્ડ જોવા માંગે છે. તે સિવાય ન્યૂયોર્કના પ્રોસીક્યૂટરે પણ રેકોર્ડ ચકાસવા અંગે અરજી કરેલી છે. આ બન્ને કેસ મામલે સુપ્રીમ કોર્ટે ન્યૂયોર્કના પ્રોસીક્યૂટરને રેકર્ડનો એક્સેસ આપવા કહ્યું છે જ્યારે હાઉસ ઓફ ડેમોક્રેટ્સ (ડેમોક્રેટ્સની બહુમતિ વાળા હાઉસ ઓફ રિપ્રેઝેન્ટેટીવ)ને હાલપૂરતા રેકોર્ડ ચેક કરવા મળશે નહીં. બન્ને કેસમાં વધુ રિવ્યૂ અને દલીલો માટે કેસને લોઅર કોર્ટમાં રિફર કરવામા આવ્યો છે. 

કોરોના વાયરસ મહામારીના લીધે કેસની દલીલો મે મહિનામાં ટેલિફોનના માધ્યમથી થઇ હતી. બુધવારે કોર્ટે આ મામલે ગુરુવારે નિર્ણય કરવાની જાહેરાત કરી હતી. 
ટ્રમ્પની અકાઉન્ટીંગ કંપની Mazars LLP અને ડોશે બેન્ક તેમજ કેપિટલ વન વચ્ચેની લેવડદેવડના રેકર્ડ માંગવામા આવ્યા છે. મે મહિનામાં થેયલી દલીલમાં કન્ઝર્વેટિવ પાર્ટીના જસ્ટિસે કહ્યું હતું કે આ પ્રકારની માંગણી રાષ્ટ્રપતિને હેરાન કરવાના ઉદ્દેશ્યથી કરવામા આવી રહી છે. ધ હાઉસ ઓવરસાઇટ કમિટીએ ટ્રમ્પની કંપનીનો છેલ્લા આઠ વર્ષનો અકાઉન્ટીન્ગ અને નાણાકીય હિસાબ માંગ્યો છે. જ્યારે ધ હાઉસ ફાઇનાન્સિયલ સર્વિસ કમિટીને પ્રોપર્ટી ડીલમાં મની લોન્ડરિંગની શંકા છે જેમાં ટ્રમ્પ સામેલ હોય તેવી આશંકા છે. તેથી ડોશે બેન્કને ટ્રમ્પ સાથે જોડાયેલા બેન્કીંગ રેકોર્ડ આપવા કહ્યું છે. છેલ્લા અમુક વર્ષોથી ડોશે બેન્ક જ ટ્રમ્પને સૌથી વધુ પૈસા આપી રહી છે. તે સિવાય કેપિટલ વનને પણ રેકોર્ડ આપવા કહ્યું છે જેની સાથે ટ્રમ્પ લાંબા સમયથી સંકળાયેલા છે. 

ન્યૂયોર્કનો પ્રોસીક્યૂટર શું તપાસ કરી રહ્યા છે ?
મેનહટ્ટનના ડિસ્ટ્રીક્ટ એટર્નીએ સપ્ટેમ્બર 2019માં દસ વર્ષના ટેક્સ રિટર્નની માંગણી કરી હતી. આ માંગણી 2018માં ટ્રમ્પના ફેમિલી રિઅલ એસ્ટેટ બિઝનેસમાં થયેલી ગુનાહિત તપાસના આધારે કરવામા આવી હતી. તપાસનો આધાર એ ખુલાસો હતો જેમાં બે મહિલાઓને મોટી રકમ આપવામા આવી હતી. તે મહિલાઓએ કહ્યું હતું કે ભૂતકાળમાં તેમના ટ્રમ્પ સાથે શારિરિક સંબંધો રહ્યા હતા. જોકે ટ્રમ્પે આ પ્રકારના સંબંધો હોવાનો ઇનકાર કર્યો હતો. આ મામલે ટ્રમ્પના વકીલોની દલીલ હતી કે આ રેકર્ડ આપી ન શકાય કારણ કે તેઓ રાષ્ટ્રપતિ હોવાના લીધે આ બાબતે ઇમ્યુનિટી ધરાવે છે. લોઅર કોર્ટની દલીલમાં વકીલોએ કહ્યુ હતું કે જો ટ્રમ્પ ન્યૂયોર્કમાં કોઇને ગોળી મારી દે તોય પણ લો એન્ફોર્સમેન્ટ એજન્સીને તેમની સામે તપાસ કરવાની સત્તા નથી. જોકે આ મામલે સુપ્રીમ કોર્ટે કહ્યું કે ન્યૂયોર્કના પ્રોસીક્યૂટરને માહિતી આપવા માટે રાષ્ટ્રપતિ ઇમ્યૂન નથી. આ કેસને લોઅર કોર્ટમાં આગળના રિવ્યૂ માટે મોકલી દેવાયો છે. 

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી