ભારત અને ચીન વચ્ચે ચાલી રહેલા વિવાદ પર રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને શનિવારે એક નિવેદન આપ્યું છે. તેઓએ કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ જવાબદાર નેતા છે. તે બંને અંદરોદરની સમસ્યાને ઉકેલવા માટે સક્ષમ છે. ભારત અને ચીન વચ્ચે કોઈએ દરમિયાનગીરી કરવાની જરૂર જ નથી. પુતિનના આ નિવેદનને અમેરિકાને આપવામાં આવેલી સલાહ તરીકે જોવામાં આવે છે.
હાલમાં બનેલા 4 દેશોના ભારત, અમેરિકા, જાપાન અને ઓસ્ટ્રેલિયાના બનાવવામાં આવેલા સંગઠન ક્વોડથી ચીનને આપત્તિ છે. તેમનું કહેવું છે કે આ ક્વોડથી અમેરિકા આ ક્ષેત્રમાં દરમિયાનગીરી વધારી રહ્યું છે. આ સંગઠનથી તેઓ રણનીતિક રૂપથી મહત્વના હિંદ-પ્રશાંત ક્ષેત્રમાં પેઈચિંગના પ્રભાવને નિયંત્રિત કરવા માગે છે. આ સંગઠનમાં અમેરિકા છે તે જ ચીનને ખટકી રહ્યું છે, કેમકે ચીનથી ભારત, જાપાન અને ઓસ્ટ્રેલિયાની સરહદ લાગેલી છે, પરંતુ અમેરિકાની નથી.
રશિયા પણ ક્વોડ સંગઠનનું ટીકાકાર
રશિયા પહેલેથી જ આ સંગઠનની ટીકા કરી ચુક્યું છે. હવે પુતિને કહ્યું કે કોઈ રાષ્ટ્ર બે કે તેથી વધુ દેશોની વચ્ચે મામલાઓમાં પહેલ કરવા માટે કઈ રીતે સામેલ થાય છે, તે રાષ્ટ્રો સાથે કઈ રીતે સંબંધો બનાવે છે. તે નક્કી કરવું કે તેનું આંકલન કરવું તે રશિયાનું કામ નથી. જો કે કોઈ પણ પાર્ટનરશિપ કોઈ અન્ય દેશ વિરૂદ્ધ કરવામાં આવે તે પણ યોગ્ય નથી.
ક્વોડ સંગઠનમાં ભારત સામેલ થયું છે જેને લઈને પુતિને કહ્યું કે ચીનનો દાવો છે કે આ સંગઠન તેના વિરૂદ્ધ અને હિંદ-પ્રશાંત ક્ષેત્રમાં બેઈજિંગના પ્રભાવને નિયંત્રિત કરવા માટે બનાવવામાં આવ્યું છે. જો કે તેનાથી રશિયાના ભારત અને ચીનની સાથેના સંબંધ છે તેના પર કોઈ જ અસર નહીં પડે. તેમાં કોઈ જ વિરોધાભાસ નહીં થાય.
પાડોસી દેશોની વચ્ચે કેટલાંક મુદ્દાઓ પર અણબનાવ થતા રહે છેઃ પુતિન
રશિયન રાષ્ટ્રપતિએ કહ્યું કે હું જાણું છું કે ભારત અને ચીન વચ્ચે કેટલાંક મુદ્દાઓને લઈને સંબંધ સારા નથી,પરંતુ પોડોસી દેશ વચ્ચે આવી વાતો ચાલતી રહે છે. હું વ્યક્તિ તરીકે વડાપ્રધાન મોદી અને ચીનના રાષ્ટ્રપતિ જિનપિંગને ઓળખું છું. તેમનો સ્વભાવ પણ જાણું છું. બંને જ જવાબદાર નેતા છે અને એકબીજાનું સન્માન કરે છે. તેઓ એકબીજાના ગરિમા બનાવી રાખે છે. મને પુરો વિશ્વાસ છે કે બંનેની સામે કે વચ્ચે કોઈ પણ મુદ્દો આવી જાય તો તેઓ તેનો ઉકેલ કાઢી જ લેશે. આમાં સૌથી અગત્યની વાત એ છે કે કોઈ બીજા ક્ષેત્રના દેશે વચ્ચે ન આવવું જોઈએ.
અમેરિકા ભારતને મહત્વનું ભાગીદાર માને છે
હાલમાં જ અમેરિકાના રક્ષા મંત્રી લોયડ ઓસ્ટિને હિંદ-પ્રશાંત ક્ષેત્રમાં પડકારોનો સામનો કરવા માટે ભારતને એક મહત્વનું ભાગીદાર ગણાવ્યું હતું. સાથે જ બંને દેશ વચ્ચે સંબંધોને પ્રાથમિકતા આપવાની પણ વાત કરી હતી. પેંટાગોનના પ્રવક્તા જોન કર્બીએ ઓસ્ટિનની સલાહ પર કહ્યું હતું કે તેઓ આ મુદ્દે કામ કરવા માટે ઉત્સુક છે. તેઓએ કહ્યું કે ઓસ્ટિન ભારતને એક અગત્યનું ભાગીદાર માને છે, ખાસ કરીને જ્યારે તમે હિંદ-પ્રશાંત ક્ષેત્રમાં તમામ પડકારોને લઈને વિચાર કરતા હોવ છો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.