બ્રાઝિલમાં પોલીસની મિલીભગતથી સંસદ પર હુમલો:રાષ્ટ્રપતિ લૂલાએ લગાવ્યા આરોપ, કહ્યું- ષડયંત્ર રચનારને શોધી કાઢવાની શપથ લઉં છું

22 દિવસ પહેલા
  • કૉપી લિંક

બ્રાઝિલમાં નવા રાષ્ટ્રપતિ લૂલા ડા સિલ્વાના શપથ ગ્રહણ સમારોહના એક અઠવાડિયા અગાઉ પૂર્વ રાષ્ટ્રપતિ જાયર બોલ્સેનારોના હજારો સમર્થકોએ ત્યાંના સંસદ અને રાષ્ટ્રપતિ ભવનમાં તોડફોડ મચાવી દીધી હતી. આ મામલે ઘણા લોકોની ધરપકડ કરવામાં આવી છે.

હવે બ્રાઝિલના રાષ્ટ્રપતિ લૂલા ડા સિલ્વાએ ત્યાંના સુરક્ષા દળોને જ આ મામલે જવાબદાર ઠેરવ્યા છે. સિલ્વાએ શપથ લીધા છે કે, તે હુમલો કરનારને શોધીને રહીશ.

‘પોલીસ અને પ્રદર્શનકારીઓ વચ્ચે મિલીભગત હતી’
લૂલા ડા સિલ્વાએ દાવો કર્યો છે કે, ઘણા એવા વીડિયો ફુટેજ છે જેમાં પ્રદર્શનકારી અને પોલીસ એકબીજા સાથે વાતચીત કરી રહ્યા છે. હુમલો કરનારની પોલીસ સાથે મિલીફભગત હતી.

ગવર્નરો સાથે મળેલી એક મીટિંગમાં તેમણે કહ્યું કે, પોલીસ અને ઈન્ટેલિજેન્સે તમામ ખતરાઓને ઈગ્નોર કર્યા હતા. સીએનએનના રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે, જ્યારે દેખાવકારો સરકારી ઈમારતોમાં ઘુસી રહ્યા હતા ત્યારે પોલીસ ચુપ-ચાપ ઉભી-ઉભી તેમને જોઈ રહી હતી.

પ્રદર્શનકારીઓએ ઐતિહાસિક પેન્ટિંગ્સ અને આર્ટને પણ ન છોડ્યું
બીબીસીના રિપોર્ટ મુજબ, દેખાવકારોએ એ પણ ધ્યાન નહોતું આપ્યું કે તે કંઈ વસ્તુ તોડી રહ્યા છે. તેઓએ તેમના જ દેશની ઘણી કિમતી પેન્ટિંગ્સ અને આર્ટને નુકસાન પહોંચાડ્યું છે. જેનાથી બ્રાઝિલને કરોડોનું નુકસાન થયું છે. બ્રાઝિલમાં રાષ્ટ્રપતિ ભવનના એક અધિકારીએ જણાવ્યું કે, તેમના આર્ટ કલેક્શનને જે નુકસાન પહોંચ્યું છે, તેને ક્યારે સરખું કરી શકાતું નથી.

હિંસા દરમિયાન તોડવામાં આવેલી પેન્ટિંગની કિંમત 12 કરોડ 27 લાખ રૂપિયા હતી. ત્યારે એક આર્ટિસ્ટિક સ્ટ્રકચર 38 લાખનું હતું, જેને પ્રદર્શનકારીઓએ ઘણી જગ્યાઓથી તોડી નાખ્યું.

સુરક્ષા દળોએ મીટિંગ કરી બનાવેલી યોજના બદલી
બ્રાઝિલના કાયદા મંત્રી ફ્લાવિયો ડિનોએ કહ્યું કે, હિંસા અગાઉ સુરક્ષા દળોએ એક મીટિંગ કરી હતી. આ બેઠક બાદ જ સરકારી ઈમારતો બહાર સુરક્ષાની પૂરતી વ્યવસ્થા કરવામાં આવી નહોતી. વાતચીત બાદ પણ સુરક્ષા દળોની સંખ્યા જરૂરતથી ઘણી ઓછી રાખવામાં આવી હતી. જોકે આ તો સમજથી બહાર છે કે અંતિમ સમયમાં યોજનામાં ફેરબદલ કેમ કરાયો.

સરકારી ઈમારતોમાં તોડફોડની તસવીરો​​​​​​​

અન્ય સમાચારો પણ છે...