શ્રીલંકામાં ઇમર્જન્સી:સંસદ બહાર અડધી રાતે પોલીસ અને પ્રદર્શનકારી વચ્ચે અથડામણ; રાષ્ટ્રપતિએ કેબિનેટ મીટિંગમાં PMને રાજીનામું આપવાનું કહ્યું

કોલંબો14 દિવસ પહેલા
  • કૉપી લિંક
શ્રીલંકામાં સતત આર્થિક સંકટને કારણે લોકોમાં ગુસ્સો વધી રહ્યો છે. - Divya Bhaskar
શ્રીલંકામાં સતત આર્થિક સંકટને કારણે લોકોમાં ગુસ્સો વધી રહ્યો છે.
  • શ્રીલંકામાં બગડતી જતી આર્થિક સ્થિતિ વચ્ચે રાષ્ટ્રપતિ ગોતાબાયા રાજપક્ષેએ 1 એપ્રિલે પણ ઈમર્જન્સી જાહેર કરી હતી

શ્રીલંકામાં આર્થિક સ્થિતિ બદતર બની ગઈ છે, જેના કારણે સામાન્ય લોકો સરકાર વિરોધપ્રદર્શનો કરી રહ્યા છે. ત્યારે આ વિરોધપ્રદર્શનોને જોતાં રાષ્ટ્રપતિ ગોતાબાયા રાજપક્ષેએ એક મહિના પછી ફરી ઈમર્જન્સી લગાવી દીધી છે. હવે સામાન્ય લોકો સરકાર વિરુદ્ધ રસ્તા પર નહીં ઊતરી શકે. ઈમર્જન્સી આજે અડધી રાતથી જ લાગુ કરી દેવાઈ છે. સંસદમાં તણાવપૂર્ણ સ્થિતિને જોતાં સ્પીકર મહિન્દા યાપા અભયવર્ધનાએ શુક્રવારે જ સંસદ 17 મે સુધી સ્થગિત કરી દીધી હતી. વિપક્ષે પોલીસની કાર્યવાહીનો કડક વિરોધ કર્યો હતો.

આ પહેલાં શ્રીલંકામાં સતત આર્થિક સંકટને કારણે લોકોમાં ગુસ્સો વધી રહ્યો હતો. અવારનવાર સરકાર વિરુદ્ધ રેલી કાઢવામાં આવી રહી હતી. હાલમાં પ્રદર્શનકારીઓએ સંસદને ઘેરવાનો પ્રયાસ કર્યો હતો. એ બાદ પોલીસે તેમને રોકવા માટે ટિયર ગેસના સેલ છોડ્યા હતા.

ગોતાબાયાએ વડાપ્રધાનને રાજીનામું આપવાનું કહ્યું શ્રીલંકાના મીડિયાના રિપોર્ટ મુજબ કેબિનેટ બેઠકમાં રાષ્ટ્રપતિ ગોતાબાયા રાજપક્ષે વડાપ્રધાન મહિન્દ્રા રાજપક્ષેને રાજીનામું આપવાનું કહ્યું છે. તેમણે કહ્યું હતું કે વચગાળાની સરકાર માટે વડાપ્રધાનપદ છોડવું પડશે, જોકે પીએમ ઓફિસ તરફથી આ સમાચારનું ખંડન કરાયું છે.

1 એપ્રિલે પણ લગાવી હતી ઈમર્જન્સી
શ્રીલંકામાં બગડતી જતી આર્થિક સ્થિતિ વચ્ચે રાષ્ટ્રપતિ ગોતાબાયા રાજપક્ષેએ 1 એપ્રિલે પણ ઈમર્જન્સી જાહેર કરી હતી. જોકે ભારે વિરોધપ્રદર્શન વચ્ચે પાંચ દિવસ પછી એટલે કે 6 એપ્રિલ ઈમર્જન્સી હટાવી દીધી હતી.

મીડિયા રિપોટ્સ મુજબ, આ પહેલાં ગુરુવારે પ્રદર્શનકારીઓના એક ગ્રુપે સંસદની પાસેના પોલ્ડુવા જંકશન પરના બેરિકેડિંગ હટાવવાનો પ્રયાસ કર્યો હતો. એ બાદ તેમના વિરુદ્ધ પગલાંન લેવાયાં હતાં.

શ્રીલંકામાં કમરતોડ મોંઘવારીથી લોકોમાં ભારે રોષ છે. પ્રદર્શનકારી શ્રીલંકાની સંસદને ઘેરવાનો પ્રયાસ કરી રહ્યા હતા. ત્યારે પોલીસે ટિયર ગેસના સેલ છોડ્યા હતા.
શ્રીલંકામાં કમરતોડ મોંઘવારીથી લોકોમાં ભારે રોષ છે. પ્રદર્શનકારી શ્રીલંકાની સંસદને ઘેરવાનો પ્રયાસ કરી રહ્યા હતા. ત્યારે પોલીસે ટિયર ગેસના સેલ છોડ્યા હતા.

શ્રીલંકામાં પેટ્રોલ ભરાવવાની પણ લિમિટ
આર્થિક સંકટને કારણે શ્રીલંકામાં પેટ્રોલ અને ડીઝલની પણ ભારે અછત જોવા મળી રહી છે. સિલોન પેટ્રોલિયમ કોર્પોરેશન (CPC)એ એક નોટિફિકેશન જાહેર કરી પેટ્રોલ ભરાવવાની લિમિટ નક્કી કરી છે. હવે મોટરસાઇકલમાં 2000 રૂપિયા, થ્રી-વ્હીલરમાં 3000 રૂપિયા, કાર, વાન અને જીપમાં 8000 રૂપિયા સુધીનું જ પેટ્રોલ ભરાવી શકાશે. જોકે બસ, ટ્રક અને કોમર્શિયલ વાહનોને છૂટ આપવામાં આવી છે.

શ્રીલંકામાં અનેક જગ્યાએ પ્રદર્શન થઈ રહ્યાં છે. લોકો સતત ગોતાબાયા સરકારના રાજીનામાની માગ કરી રહ્યા છે.
શ્રીલંકામાં અનેક જગ્યાએ પ્રદર્શન થઈ રહ્યાં છે. લોકો સતત ગોતાબાયા સરકારના રાજીનામાની માગ કરી રહ્યા છે.

ભારતે અત્યારસુધીમાં 23 હજાર કરોડ રૂપિયાની મદદ કરી
આ સંકટના સમયમાં ભારત સતત શ્રીલંકાની મદદ કરી રહ્યું છે. ક્રેડિટલાઈન અને ક્રેડિટ સ્વેપ અંતર્ગત ભારત જાન્યુઆરીથી અત્યારસુધીમાં લગભગ 23 હજાર કરોડ રૂપિયાની મદદ કરી ચૂક્યું છે. શ્રીલંકા આર્થિક સંકટને કારણે ખાદ્ય પદાર્થ અને ઈંધણની આયાત માટે પણ ચુકવણી નથી કરી શકતું.

તામિલનાડુ સરકારે મદદનો પ્રસ્તાવ પાસ કર્યો
તામિલનાડુ સરકારે પણ શ્રીલંકાને મદદ માટે એક પ્રસ્તાવ પાસ કર્યો છે, જે અંતર્ગત રાજ્ય સરકાર શ્રીલંકાને ખાવાનું અને જીવનરક્ષક દવાઓ મોકલવા માગે છે. પ્રદેશ ભાજપે એક પત્ર લખીને સરકારની આ પહેલનું સ્વાગત કર્યું છે, સાથે જ સવાલો પણ ઉઠાવ્યા છે. પત્રમાં કહેવામાં આવ્યું છે કે તામિલનાડુ સરકારની કેટલીક કાર્યવાહી માત્ર રાજકીય લાભ માટે હતી, ખાસ કરીને ઓપરેશન ગંગા દરમિયાન. તેથી અમે માત્ર એ વાતને લઈને ચિંતિંત છીએ કે આ પ્રસ્તાવ પણ આવી જ કવાયત ન બની જાય.

અન્ય સમાચારો પણ છે...