ક્વીન એલિઝાબેથના આવતીકાલે અંતિમ સંસ્કાર:રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મૂએ શ્રદ્ધાંજલિ આપી, મોટા ભાગના રાષ્ટ્રાધ્યક્ષ કાલે આવશે

લંડન16 દિવસ પહેલા
  • કૉપી લિંક

બ્રિટનના ક્વીન એલિઝાબેથ IIના અંતિમ સંસ્કાર સોમવારે થશે. આ પહેલાં રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મૂ રવિવાર બપોરે લંડનના વેસ્ટમિન્સ્ટર હોલ પહોંચ્યા. તેમને ક્વીનને ભારત તરફથી શ્રદ્ધાંજલિ અર્પિત કરી.

બ્રિટનમાં 10 દિવસનો રાજકીય શોક છે. ક્વીનનું નિધન 8 સપ્ટેમ્બર થયું હતું. અનેક દેશોના રાષ્ટ્રાધ્યક્ષ અંતિમ સંસ્કારમાં ઉપસ્થિત રહેશે. જો કે ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ અને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિન આવશે કે નહીં તે અંગે કોઈ તસવીર સ્પષ્ટ થઈ નથી. અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડેન આવશે તે નિશ્ચિત થઈ ગયું છે.

અંતિમ સંસ્કારમાં 2 હજાર VVIP સામેલ થશે
મીડિયા રિપોર્ટ્સ મુજબ લગભગ 2 હજાર VVIP અંતિમ સંસ્કારમાં ભાગ લેશે. ભારતીય સમય મુજબ અંતિમ સંસ્કાર બપોરે 3.30 વાગ્યે થશે. જેનું દુનિયાના અનેક દેશોમાં લાઈવ ટેલિકાસ્ટ પણ કરવામાં આવશે.

રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મૂ મહારાણી એલિઝાબેથ દ્વિતીયના અંતિમ સંસ્કારમાં સામેલ થવા માટે લંડનના ગેટરિક પોલીસ સ્ટેશને પહોંચ્યા. જ્યાં ભારતીય ઉચ્ચાયોગના અધિકારીઓએ તેમને રિસીવ કર્યાં.
રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મૂ મહારાણી એલિઝાબેથ દ્વિતીયના અંતિમ સંસ્કારમાં સામેલ થવા માટે લંડનના ગેટરિક પોલીસ સ્ટેશને પહોંચ્યા. જ્યાં ભારતીય ઉચ્ચાયોગના અધિકારીઓએ તેમને રિસીવ કર્યાં.

રશિયાને આમંત્રણ નથી આપ્યું
અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડેન તેમના પત્ની સહિત બેલ્જિયમ, સ્વીડન, નેધરલેન્ડ્સ અને સ્પેનના રાજા-રાણી સામેલ થશે. ફ્રાંસ, બ્રાઝીલ, ન્યૂઝીલેન્ડ, શ્રીલંકા, તુર્કી સહિતના દેશોના રાષ્ટ્રાધ્યક્ષ પણ પહોંચ્શે. રશિયા, બેલારુસ, મ્યાનમાર, ઈરાનને આમંત્રણ નથી અપાયું.

માનવામાં આવે છે કે યુક્રેન પર રશિયાના હુમલાને કારણે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિનને નથી બોલાવવામાં આવ્યા. આશ્ચર્યની વાત એ છે કે ચીનને બોલાવવામાં આવ્યા છે છતાં તેમના રાષ્ટ્રપતિ આવશે કે નહીં તે અંગે હજુ સસ્પેન્સ છે. હાલના દિવસોમાં બ્રિટને બેઈજિંગ વિરુદ્ધ કડક વલણ અપનાવ્યું છે. ટ્રેડ અને જાસૂસી ઉપરાંત બંને દેશો વચ્ચે અનેક મુદ્દે ઘર્ષણ ચાલી રહ્યું છે.

વેસ્ટમિન્સ્ટર હોલમાં મહારાણીના અંતિમ દર્શન માટે હજારોની સંખ્યામાં સામાન્ય નાગરિક પહોંચી રહ્યાં છે.
વેસ્ટમિન્સ્ટર હોલમાં મહારાણીના અંતિમ દર્શન માટે હજારોની સંખ્યામાં સામાન્ય નાગરિક પહોંચી રહ્યાં છે.

અંતિમ સંસ્કાર સ્થળ પર બસથી જવું પડશે
માત્ર રાષ્ટ્ર પ્રમુખ અને તેમના પતિ/પત્નીને આમંત્રણ મોકલવામાં આવ્યા છે. રવિવારે સાંજે બર્કિંગહામ પેલેસમાં નવા કિંગ ચાર્લ્સ રાષ્ટ્રાધ્યક્ષોને ડિનર આપશે. રાષ્ટ્રાધ્યક્ષોને કોમર્શિયલ ફ્લાઈટથી આવવાનું કહેવામાં આવ્યું છે. અંતિમ સંસ્કારવાળી જગ્યાએ અંગત કારમાં નહીં પરંતુ બસથી જવાનું રહેશે.

બ્રિટનમાં છેલ્લાં 57 વર્ષમાં પહેલી વખત રાજકીય અંતિમ સંસ્કારનું આયોજન કરાયું છે. આ પહેલા 1965માં બ્રિટનના પૂર્વ વડાપ્રધાન વિન્સ્ટન ચર્ચિલના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. ક્વીન પોતાના શાસનકાળ દરમિયાન 15 દેશોના રાજપ્રમુખ રહ્યાં હતાં. ક્વીન એલિઝાબેથનું નિધન 8 સપ્ટેમ્બર 2022નાં રોજ થયું. જે પછી તેમના પુત્ર ચાર્લ્સ કિંગ બન્યા છે.

ગન કેરેજ પર થશે ક્વીનની અંતિમ સફર
સૌથી પહેલા વેસ્ટમિન્સ્ટર હોલથી વેસ્ટમિન્સ્ટર એબે સુધી મહારાણીની અંતિમ યાત્રા કાઢવામાં આવશે. એટલે કે તેમના કોફીનને વેસ્ટમિન્સ્ટર એબે લઈ જવામાં આવશે. આ દરમિયાન મિલિટ્રી પરેડ થશે. શાહી પરિવારના સભ્ય પણ સામેલ રહેશે. ડ્યૂક ઓફ સસેક્સ એટલે કે પ્રિન્સ હેરી અને તેમના ભાઈ વિલિયમ એટલે કે પ્રિન્સ ઓફ વેલ્સ મહારાણીના કોફિનની પાછળ ચાલશે. સ્ટેટ ફ્યૂનરલ ખતમ થયા બાદ આખા દેશમાં 2 મિનિટનું મૌન રાખવામાં આવશે.

18મી શતાબ્દી પછીથી વેસ્ટમિન્સ્ટર એબેમાં કોઈ સમ્રાટના અંતિમ સંસ્કાર થયા નથી. જો કે મહારાણીની માના અંતિમ સંસ્કાર 2002માં અહીં જ થયાં હતાં.
18મી શતાબ્દી પછીથી વેસ્ટમિન્સ્ટર એબેમાં કોઈ સમ્રાટના અંતિમ સંસ્કાર થયા નથી. જો કે મહારાણીની માના અંતિમ સંસ્કાર 2002માં અહીં જ થયાં હતાં.

મહારાણીનાના કોફિનને ગન કેરેજમાં વેસ્ટમિન્સ્ટર એબે લઈ જવાશે. આ ગન કેરેજનો ઉપયોગ એડવર્ડ VII, જ્યોર્જ V, જ્યોર્જ VI અને સર વિન્સ્ટન ચર્ચિલના અંતિમ સંસ્કાર માટે કરાયો હતો. જેને 142 રોયલ નેવી સેલર્સ ખેંચશે. અહીં સ્ટેટ ફ્યૂનરનો કાર્યક્રમ ખતમ થઈ જશે. જે બાદ શાહી પરિવારના સભ્યો અને અંગત લોકોની હાજરીમાં એક પ્રાઈવેટ સેરેમની થશે. રાત્રે 8:30 વાગ્યે (બ્રિટિશ સમય મુજબ, સાંજે 4 વાગ્યે) ક્વીનને દફનાવવામાં આવશે.

વેસ્ટમિન્સ્ટર એબેમાં પહોંચ્યા બાદ શાહી રીત-રિવાજો મુજબ ક્વીનના નિધન પર શોક વ્યક્ત કરાશે અને પ્રાર્થના કરાશે. જે બાદ રોયલ કેનેડિયન માઉન્ટેડ પોલીસ અને NHS સ્ટાફના સભ્યોના નેતૃત્વમાં મહારાણીના કોફિનને વેલિંગ્ટન આર્ક લઈ જવાશે. અહીંથી કોફિનને વિન્સડર કૈસલ લઈ જવાશે. રાત્રે 8:30 વાગ્યે એક સેરેમની પછી મહારાણીને વિન્સડર કૈસલના સેન્ટ જ્યોર્જ મેમોરિયલ ચેપલમાં દફનાવવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...