અમેરિકાના રાષ્ટ્રપતિ બાઇડને સેમ-સેક્સ મેરેજ બિલને કાયદાનું સ્વરૂપ આપ્યું છે. તેમણે આ બિલ પર હસ્તાક્ષર કર્યા છે. એક મીડિયા રિપોર્ટ અનુસાર, આ બિલ પર હસ્તાક્ષર થતાં જ સમલૈંગિક લગ્નને માન્યતા આપવામાં આવી છે. બીજા શબ્દોમાં કહીએ તો, સેમ-સેક્સ મેરેજ કરવું એ ખોટું નહીં હોય. 2015માં સુપ્રીમ કોર્ટે સમગ્ર દેશમાં તેના પર પ્રતિબંધ મૂક્યો હતો.
આ દરમિયાન બાઇડને કહ્યું કે- અમેરિકાના નાગરિકોને આ અવસરનો લાંબા સમયથી રાહ જોઈ રહ્યા હતા. જે લોકો સમાનતા અને ન્યાયના પક્ષમાં હતા, તેમણે ક્યારે હાર માની નથી અને તેમના માટે આ ક્ષણ ખૂબ મહત્વ ધરાવે છે. આ ડેમોક્રેટ્સ અને રિપબ્લિક્ન સાથે મળીને નિર્ણય લીધો છે. સેમ-સેક્સ મેરેજ બિલને કાયદો બનાવવાની તક મળી છે.
જો બાઇડને કહ્યું- દરેક વ્યક્તિને પ્રેમ કરવાનો અધિકાર છે. લગ્ન કરવા કે કઈ વ્યક્તિ સાથે લગ્ન કરવા તે લોકો જાતે જ નક્કી કરે શકે છે. બાઇડને અગાઉ પણ કહ્યું હતું કે- 'લવ ઇઝ લવ' અને અમેરિકામાં રહેતા દરેક નાગરિકને તે વ્યક્તિ સાથે લગ્ન કરવાની છૂટ હોવી જોઈએ જેની સાથે તે પ્રેમ કરે છે.
આ બિલ જુલાઈમાં હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સમાં રજૂ કરાયું હતું
જૂનમાં સુપ્રીમ કોર્ટમાં ગર્ભપાત અધિકારોનું રક્ષણ કરતા ચુકાદાને ઉથલાવી દીધો હતો. ત્યારથી અમેરિકામાં લોકોને ડર હતો કે સેમ સેક્સ મેરેજ પણ જોખમમાં આવી શકે છે. જે પછી બાઇડનની સરકાર સમલૈંગિક લગ્નને માન્યતા આપતું આ બિલ લાવી હતી.
આ બિલ જુલાઈમાં હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સમાં રજૂ કરવામાં આવ્યું હતું. હાઉસે નક્કી કર્યું હતું કે આ બિલને કાયદામાં ફેરવવામાં આવશે, ત્યારબાદ તેને 16 નવેમ્બરે સેનેટમાં મોકલવામાં આવ્યું હતું. બિલ પસાર કરવા માટે 100માંથી 61 સભ્યોના વોટના જરૂર હતી.
32 દેશોમાં સેમ સેક્સ મેરેજ કાયદેસર
સમલૈંગિક લગ્નની કાયદેસર સ્થિતિ વિશે વાત કરીએ તો, વિશ્વમાં 3 પ્રકારના દેશો છે-
પ્રથમ: તે દેશ કે જેણે સમલૈંગિક લગ્નને મંજૂરી આપી છે.
બીજો: એવા દેશો જ્યાં સમલૈંગિક સંબંધોને મંજૂરી છે, પરંતુ સમલૈંગિક લગ્નની મંજૂરી નથી.
ત્રીજો: તે દેશ જ્યાં સમલૈંગિક સંબંધો અને સમલૈંગિક લગ્ન બંને પર પ્રતિબંધ છે.
એક અહેવાલ મુજબ, વિશ્વના 120 દેશોમાં સમલૈંગિકતાને અપરાધ ગણવામાં આવતો નથી, પરંતુ હાલમાં માત્ર 32 દેશો સેમ સેક્સમાં લગ્નની મંજૂરી આપે છે. એટલે કે વિશ્વમાં 88 દેશો એવા છે જ્યાં સમલૈંગિક સંબંધોને મંજૂરી છે પરંતુ સમલૈંગિક લગ્ન નથી. આમાં ભારત પણ એક દેશ છે.
2001માં નેધરલેન્ડમાં વિશ્વનો પહેલો એવો દેશ હતો, જ્યાં સમલૈંગિક લગ્નને મંજૂરી આપવામાં આવી હતી. આ સિવાય યમન, ઈરાન સહિત વિશ્વના 13 દેશો એવા છે, જ્યાં સેમ સેક્સ મેરેજ તો દૂર અહીંયા સમલૈંગિક સંબંધ બનાવવા પર મોતની સજા આપવામાં આવે છે.
ભારતમાં સમલૈંગિક લગ્નની કાયદાકીય માન્યતા નથી
ભારતમાં પણ સમલૈંગિક લગ્નને માન્યતા આપવા માટે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી છે. આના પર સુપ્રીમ કોર્ટે સરકાર પાસેથી જવાબ માગ્યો હતો. અરજીમાં કહેવામાં આવ્યું છે કે સમલૈગિંક લગ્નની મંજૂરી ન આપવી એ ભેદભાવ છે. આ LGBTQ યુગલના અધિકારોનું ઉલ્લંઘન છે. યુગલે સમલૈંગિક લગ્નને સ્પેશિયલ મેરેજ એક્ટ -1954માં સામેલ કરવાની માગ કરી છે.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.