પુતિનની ધમકીઓ વચ્ચે USનું નિવેદન:રાષ્ટ્રપતિ બાઇડને કહ્યું અમેરિકાના લોકોએ પરમાણુ યુદ્ધથી ડરવાની જરૂર નથી, USએ રશિયાના 12 રાજદૂતને તગેડી મૂક્યા

નવી દિલ્હી9 મહિનો પહેલા

યુક્રેન સામેના યુદ્ધમાં રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિને યુદ્ધના પાંચમા દિવસે જ પરમાણુ હથિયાર તૈયાર રાખવાનો આદેશ આપીને વિશ્વ માટે ચિંતા વધારી દીધી હતી. બધાને એ વાતનો ડર છે કે રશિયા ક્યાંક ન્યૂક્લિયર હુમલો ન કરી દે. આ દરમિયાન અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડને કહ્યું હતું કે અમેરિકાના લોકોએ પરમાણુ યુદ્ધની ડરવાની જરૂરિયાત નથી. બાઈડનનું આ નિવેદન એ તરફ ઈશારો કરે છે કે અમેરિકા પણ પરમાણુ હુમલાનો જવાબ આપવાથી પાછળ હટશે નહિ.

હુમલો હિરોશિમા-નાગાસાકી પર થયેલા હુમલા કરતાં વધુ નુકસાન પહોંચાડી શકે છે
ઉલ્લેખનીય છે કે વિશ્વએ 1945માં છેલ્લે પરમાણુ યુદ્ધનો વિનાશ જોયો હતો. 77 વર્ષ પછી યુક્રેન સામેના યુદ્ધથી આ ખતરો ફરી એક વખત સર્જાયો છે. એને રોકવામાં જ વિશ્વનું ભલું છે. એક્સપર્ટ કહે છે કે જો 30 કિલો ટનનો પરમાણુ બોમ્બ જો રશિયા વાપરશે તો 4 કિમી સુધીના સંપૂર્ણ વિસ્તારનો નાશ થશે. બીજી તરફ 1000 કિલોટન સુધી બોમ્બ નાખવામાં આવે છે, તો તેની સીધી અસર 100 કિમી સુધી થશે. આ હુમલો હિરોશિમા અને નાગાસાકી પર થયેલા હુમલા કરતાં વધુ નુકસાન પહોંચાડી શકે છે.

હિરોશિમા પર ફેંકવામાં આવેલો પરમાણુ બોમ્બ 15 કિલો ટનનો હતો અને નાગાસાકી પર ફેંકવામાં આવેલો બોમ્બ 20 કિલો ટનનો હતો. એને કારણે બંને શહેરો સંપૂર્ણ રીતે નાશ પામ્યાં હતાં. રશિયા કોઈ એક શહેર પર હુમલો કરવાની તાકાત ધરાવતો પરમાણુ બોમ્બ પણ વાપરી શકે છે. આ સિવાય તે એનાથી વધુ વિનાશ કરનારો બોમ્બ પણ વાપરી શકે છે. જોકે આ પ્રકારનો વિનાશ ત્રીજા વિશ્વયુદ્ધને આમંત્રણ આપશે.

રશિયા ખાલી વિસ્તારમાં પરમાણુ બોમ્બ ફેંકી શકે છે
રશિયા પર નજર રાખનારા એક્સપર્ટ્સને લાગે છે કે પુતિન યુક્રેન યુદ્ધમાં પરમાણુ બોમ્બનો ઉપયોગ ડરાવવા માટે પણ કરી શકે છે, જેમાં તે પરમાણુ બોમ્બ પહેલાં એવી 10 જગ્યા પર વાપરશે, જે વિસ્તાર 10 કિલોમીટર સુધી ખાલી હશે. આ પગલું ભરીને પુતિન વિશ્વને ડરાવી શકે છે અને નાટો દેશોને એ સંદેશો આપી શકે છે કે તેમનો આગામી ટાર્ગેટ દુશ્મન દેશનાં શહેર પણ હોઈ શકે છે.

યુદ્ધની વચ્ચે રશિયાના મિત્રા એવા બેલારુસમાં રશિયાએ પરમાણુ હથિયાર મૂક્યાં હોવાના સમાચાર છે. નાટો દેશોના પ્રતિબંધોથી ભડકેલા રશિયાના રાષ્ટ્રપતિ પુતિને પોતાની પરમાણુ ફોર્સને એલર્ટ કરી દીધી છે. આ દરમિયાન રશિયાના જિગરી મિત્ર બેલારુસે પણ હવે યુક્રેનને લઈને પશ્ચિમી દેશોને આંખ દેખાડી છે અને ત્રીજા વિશ્વયુદ્ધની ચેતવણી આપી છે. બેલારુસના સરમુખત્યાર અલેક્ઝેન્ડર લુકાશેંકોએ રશિયાને પોતાની ઈચ્છા વ્યક્ત કરતાં કહ્યું હતું કે તેને પરમાણુ બોમ્બ આપવામાં આવે.

એટલું જ નહિ, બેલારુસે કથિત રીતે રશિયાને પોતાના દેશમાં પરમાણુ બોમ્બ રાખવાની અનુમતિ આપી છે, એટલે કે બેલારુસ હવે પોતાની સીમાની અંદર પરમાણુ હથિયાર મૂકવા જઈ રહ્યું છે. એના માટે કથિત રીતે બંધારણમાં એમેન્ડમેન્ટ કરવા માટે લોકોનો અભિપ્રાય પણ લેવામાં આવ્યો છે. જે પછી રશિયા પોતાના પાડોશી દેશનો ઉપયોગ પરમાણુ મિસાઈલ લોન્ચ કરવા માટે કરી શકે છે.

અમેરિકાએ રશિયાના 12 ડિપ્લોમેટ્સને કાઢી મૂક્યા
યુક્રેન સામે યુદ્ધ શરૂ કરનાર રશિયાની વિરુદ્ધ વિવિધ દેશો પગલાં લઈ રહ્યાં છે. આ દરમિયાન અમેરિકાએ રશિયાના 12 ડિપ્લોમેટ્સને અમેરિકામાંથી કાઢી મૂક્યા છે. અમેરિકાએ આ પાછળ નોન-ડિપ્લોમેટ્સ ગતિવિધિઓનો કારણભૂત ગણાવી છે. સંયુક્ત રાષ્ટ્ર મિશનમાં રશિયાના સ્થાયી પ્રતિનિધિ વસીલી નેબેંજિયાએ જણાવ્યું હતું કે અમેરિકાએ રશિયાના 12 ડિપ્લોમેટ્સનો દેશનિકાલ કર્યો છે.

અન્ય સમાચારો પણ છે...