• Gujarati News
  • International
  • US President's Approval Rating Drops; Question: Is Biden's Remote Control In The Hands Of The Former President?

ઓબામાના ભરોસે બાઈડન:US પ્રેસિડેન્ટનું એપ્રુવલ રેટિંગ ઘટ્યું; સવાલ- શું બાઈડનનું રિમોટ કન્ટ્રોલ પૂર્વ રાષ્ટ્રપતિના હાથમાં છે

એક મહિનો પહેલાલેખક: ત્રિદેવ શર્મા

અમેરિકાના મીડિયા કેટલાક સવાલ ઉઠાવી રહ્યાં છે. અને તે એ કે શું રાષ્ટ્રપતિ જો બાઈડન પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામાની સલાહ પર નિર્ણય લઈ રહ્યાં છે અને સરકાર ચલાવી રહ્યાં છે? બાઈડને 20 જાન્યુઆરીએ વ્હાઈટ હાઉસમાં રાષ્ટ્રપતિ તરીકે એન્ટ્રી કરી હતી. 9 મહિનાથી વધુનો સમય પસાર થઈ ચુક્યો છે. જોકે બાઈડનનું એપ્રુવલ રેટિંગ 50 ટકાથી વધુ થયું નથી. તેમના મોટાભાગના નિર્ણય પર સવાલ કરવામાં આવી રહ્યાં છે. પછી તે ટેક્સ કલેક્શનનો મામલો હોય, કોવિડ કન્ટ્રોલ હોય કે પછી અફઘાનિસ્તાનનો મામલો હોય. તો ચાલો આ મુદ્દા સાથે જોડાયેલી કેટલીક વાત પર નજર કરીએ.

એક સમિટમાં બે નેતા
આગામી મહિને UNની COP26 ક્લાઈમેટ સમિટ થવાની છે. તે ગ્લાસગો(સ્કોટલેન્ડ)માં થશે. પેરિસ ક્લાઈમેટ કરાર ઓબામાના કાર્યકાળમાં થયો હતો અને ખાસ વાત એ છે કે આ સમિટમાં અમેરિકા તરફથી બરાક ઓબામા પણ ભાગ લેશે. મજાની વાત એ છે કે આ સમિટિમાં 1 અને 2 નવેમ્બરે જો બાઈડન અને તેમની ટીમ પણ ભાગ લેવાની છે. જોકે એ નક્કી નથી કે શું ઓબામા અને બાઈડન એક સાથે આ સમિટિમાં ભાગ લેશે કે તેમના ઈવેન્ટ્સ અલગ-અલગ હશે.

વ્હાઈટ હાઉસનું સાંભળો
માર્ચમાં એવા પ્રકારના સમાચારો પ્રકાશમાં આવ્યા કે બાઈડન હાલ પણ ઓબામા સાથે લગભગ દરેક મુદ્દા પર ચર્ચા વિચારણ કરે છે. જ્યારે વ્હાઈટ હાઉસને આ અંગે પુછવામાં આવ્યું તો જવાબ મળ્યો કે હા, પ્રેસિડન્ટ બાઈડન નિયમિત રીતે ઓબામા સાથે પ્રોફેશનલ અને પર્સનલ મેટર્સ પર વાત કરે છે. જોકે વ્હાઈટ હાઉસે એ વાત જણાવી નહોતી કે બંને વચ્ચે કેટલી વાર વાતચીત થઈ કે થાય છે.

વર્જિનિયામાં ગવર્નરનું ઈલેક્શન થવાનું છે. અહીં બાઈડનની પાર્ટી, એટલે કે ડેમોક્રેટિક પાર્ટીના કેન્ડીડેટ ટેરી મેકલ્ફીનું રેટિંગ ઘટી રહ્યું છે. હવે ડેમેજ કન્ટ્રોલ માટે ઓબામા 23 ઓક્ટોબરે અહીં પહોંચી રહ્યાં છે. ફર્સ્ટ લેડી જિલ બાઈડન પણ આવી રહી છે.

દરેક મુદ્દા પર બચાવ, જોકે સૌથી મોટી ચેલેન્જ
બાઈડને થોડા દિવસો અગાઉ અમેરિકન ઈકોનોમિને તાકાત આપવા માટે 3.5 ટ્રિલિયન ડોલરનું બિલ રજૂ કર્યું હતું. 27 સપ્ટેમ્બરે ઓબામાએ આ બિલના પક્ષમાં નિવેદન આપ્યું હતું. કહ્યું- અમીર લોકો થોડો ટેક્સ આપશે તો ચાઈલ્ડ કેર અને બાકીની ચીજો પર પણ કામ થઈ શકશે. આપણને નવી બિલ્ડિંગ્સ, રોડ, બ્રિજ, પોર્ટ્સ અને ક્લાઈમેટ ચેન્જ પર કામ કરવા માટે ફન્ડિંગ જોઈએ છીએ.

આગામી વર્ષે મિડ ટર્મ ઈલેક્શ થવાની છે. ફોક્સ ન્યુઝના જણાવ્યા મુજબ, જે ઝડપથી બાઈડનની પોપ્યુલારિટી ઘટી રહી છે, તેના પરથી લાગે છે કે ડેમોક્રેટ્સ વધુ દબાણમાં આવનારા છે. તેના પગલે ઓબામા દરેક મુદ્દે બાઈડનને સલાહ આપી રહ્યાં છે. પ્રચારનો મુખ્ય ચહેરો કોણ હશે? એ નક્કી નથી.

ખૂબ જ ખરાબ રેટિંગ
અમેરિકામાં પ્રેસિડન્ટના એપ્રુવલ રેટિંગથી એ અંદાજ લગાવી શકાય છે કે કોઈ રાષ્ટ્રપતિ કે તેની સરકાર વિશે આમ લોકોનો શું મત છે. 6 ઓક્ટોબરે ક્યૂનિપિએક યુનિવર્સિટીના સર્વેના પરિણામો જાહેર થયા. તે મુજબ, બાઈડનનું એપ્રુવલ રેટિંગ માત્ર 38 ટકા, જ્યારે ડિસ-એપ્રુવલ રેટિંગ 53 ટકા છે. સપ્ટેમ્બરમાં આ રેશિયો 42-50 ટકા હતો. એ વાત જાહેર છે કે બાઈડનની લોકપ્રિયતા ખૂબ જ ઝડપથી ઘટી રહી છે.

શરૂઆતના 6 મહીના એટલે કે જાન્યુઆરીથી ઓગસ્ટની વચ્ચે બાઈડનનું આ રેટિંગ ક્યારેય 50 ટકાથી ઉપર ગયું નથી. સરેરાશ વાત કરવામાં આવે તો અત્યાર સુધીના કાર્યકાળમાં બાઈડનનું એપ્રુવલ રેટિંગ 45 ટકા અને ડિસ-એપ્રુવલ રેટિંગ 49 ટકા રહ્યું છે.

બે મુખ્ય કારણ
ઓગસ્ટ પછી તે ખૂબ જ ઝડપથી ઘટ્યું. તેના બે મુખ્ય કારણ રહ્યાં. પ્રથમ- અફઘાનિસ્તાનમાંથી અમેરિકાના સૈનિકોને પરત બોલાવવાનો લીધેલો નિર્ણય અને બેદરકારી. બીજો- કોવિડ કન્ટ્રોલ અને વેક્સિનેશનમાં તમામ ખામીઓ.

આગામી વર્ષે મિડ ટર્મ ઈલેક્શન છે, ત્યારે બાઈડને સંભાળવું પડશે. નહિતર સીનેટમાં બાઈડન ખૂબ જ નબળા પડી જશે અને સાડા ત્રણ વર્ષ પછી થનારી ચૂંટણીમાં રિપબ્લિકન પાર્ટી તેમના હાથમાંથી જીત છીનવી લેશે.

અન્ય સમાચારો પણ છે...