તાલિબાન સામે નરમ પડી અફઘાન સરકાર:રાષ્ટ્રપતિ અશરફ ગની બોલ્યા- તાલિબાન સાથે સીધી વાતચીત કરવા તૈયાર, લડાઇથી નહી આવે પ્રશ્નોનો ઊકેલ

6 મહિનો પહેલા
ફાઇલ ફોટો

અમેરિકન સેનાએ અફઘાનિસ્તાન છોડ્યા બાદ તાલિબાન ખૂબ જ મજબૂત બન્યું છે. હવે અફઘાનિસ્તાની સરકાર દેશના 85% વિસ્તાર પર કબજો કરી ચૂકેલા આંતકી સંગઠન સાથે વાતચીત કરવા તૈયાર થઇ છે. રાષ્ટ્રપતિ અશરફ ગનીએ આ વાતના સંકેત આપ્યા છે. તેમણે કહ્યુ છે કે અફઘાનિસ્તાનની સ્થિતિને હવે સેના મારફતે ઠીક કરી શકાય તેમ નથી. તેથી અમારી સરકાર તાલિબાન સાથે સીધી વાતચીત કરવા માટે તૈયાર છે.

ટોલો ન્યુઝની રિપોર્ટ અનુસાર બુધવારે રાષ્ટ્રપતિ ભવનમાં જૉઇંટ કોઑર્ડિનેશન અને મૉનિટરિંગની બેઠક થઇ હતી. તેમા અશરફ ગનીએ કહ્યુ હું આંતરરાષ્ટ્રીય સમુદાયને વિશ્વાસ અપાવુ છું, અફઘાનિસ્તાનનાં લોકો સરકાર વિરોધી તાલિબાનને પસંદ નથી કરતા. આજનું અફઘાનિસ્તાન ખુબજ બદલાઇ ગયુ છે, પરંતુ અમે અમારા દેશનુ ભવિષ્ય સારુ બનાવવા ઇચ્છીએ છીએ.

શાંતિ માટે 5 હજાર તાલિબાનીઓને મુક્ત કર્યા
ગનીએ કહ્યુ કે અમે શાંતિ ઇચ્છીએ છીએ.
5 હજાર તાલિબાન લડવૈયાઓને મુક્ત કરવાનો અમારો નિર્ણય પણ શાંતિ લાવવાનો હતો. તેમણે કહ્યું કે ચૂંટણી પહેલા મેં શાંતિ માટે નો રસ્તો તૈયાર કર્યો હતો. આંતરરાષ્ટ્રીય સમુદાયના કહેવાથી અમે અમારા કાયદાઓની વિરુદ્ધ ગયા અને 5 હજાર કટ્ટર આતંકવાદીઓ અને ડ્રગ ડીલરોને મુક્ત કર્યા હતા.

UNની રિપોર્ટ: 6 મહિનામાં 1659 લોકોના મોત
આ પહેલા સંયુક્ત રાષ્ટ્રની એક રિપોર્ટમાં અફઘાનિસ્તાનને લઇને એક ગંભીર જાણકારી સામે આવી હતી. રિપોર્ટમાં જણાવવામાં આવ્યુ હતુ કે અફઘાનિસ્તાનમાં ચાલી રહેલી હિંસામાં 2021ના શરુઆતના 6 મહિનામાં રેકૉર્ડ સંખ્યામાં કેજુઅલ્ટી થઇ છે. તે દરમિયાન 1659 લોકોના મોત થયા અને 3254 લોકો ઘાયલ થયા હતા. ગયા વર્ષે આ જ સમયમાં થયેલી જાનહાનીથી આ 47% વધારે છે. આ કેજુઅલ્ટી સરકાર વિરોધી તત્વો(AGE)એ 64%, તાલિબાને 39%, ઇસ્લામિક સ્ટેટ-ખુરાસાન પ્રાંત(ISILKP)એ 9% અને 16% અજ્ઞાત સંગઠનોએ પહોંચાડી છે.

રિપોર્ટ અનુસાર, 2021ના પહેલા 6 મહિનામાં આ દરેક ઘટનાઓમાં બાળકો અને મહિલાઓના મોત થયા છે. મારવામાં આવેલ લોકોમાં 32% બાળકો છે, જેમની સંખ્યા 468 છે અને 1214 બાળકો ઘાયલ થયા છે. મૃતકોમાં 14% મહિલાઓ છે, જેમની સંખ્યા 219 છે, અને ઘાયલોની સંખ્યા 508 છે. અમેરિકા-નાટો સૈનિકોની વાપસીનું 95% કામ પુરૂ થઇ ગયુ છે અને 31 ઓગસ્ટ સુધી અફઘાનિસ્તાનથી તેમની પૂરી વાપસી થઇ જશે.

શું અને કેવુ છે તાલિબાન?

  • 1979 થી 1989 સુધી અફઘાનિસ્તાન પર સોવિયેત સંઘનુ શાસન રહ્યુ. અમેરિકા, પાકિસ્તાન અને અરબ દેશો અફઘાનિ સૈનિકો(મુજાહિદ્દીન)ને પૈસા અને હથિયાર આપતા રહ્યા. જ્યારે સોવિયત સેનાઓએ અફઘાનિસ્તાન છોડ્યુ તો મુજાહિદ્દીન ગુટ એક બેનર હેઠળ આવી ગયા. તેને નામ આપવામાં આવ્યુ તાલિબાન. જોકે તાલિબાન કેટલાય ગ્રુપોમાં વહેચાઇ ગયુ છે.
  • તાલિબાનમાં 90% પશ્તુન આદિજાતીનાં લોકો છે. તેમાંથી મોટાભાગના પાકિસ્તાનના મદરસોંથી છે. પશ્તો ભાષામાં તાલિબાન એટલે વિદ્યાર્થી.
  • પશ્ચિમ અને ઉત્તરી પાકિસ્તાનમાં પણ ઘણા પશ્તુન છે. અમેરિકા અને પશ્ચિમી દેશો તેમને અફઘાન તાલિબાન અને તાલિબાન પાકિસ્તાન તરીકે વિભાજિત કરી જોવે છે.
  • 1996 થી 2001 સુધી અફઘાનિસ્તાનમાં તાલિબાનનું શાસન હતું. આ સમયગાળા દરમિયાન વિશ્વના માત્ર 3 દેશોએ તેમની સરકારને માન્યતા આપવાનું જોખમ ઉઠાવ્યું હતું. ત્રણેય દેશો સુન્ની પ્રભુત્વ ધરાવતા ઇસ્લામિક પ્રજાસત્તાક હતા. તે દેશો સાઉદી અરેબિયા, સંયુક્ત રબ અમીરાત (યુએઈ) અને પાકિસ્તાન હતા.
અન્ય સમાચારો પણ છે...