તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
વિશ્વમાં કોરોના દર્દીઓની સંખ્યા 9.13 કરોડને પાર થઈ ગઈ છે. 6 કરોડ 52 લાખથી વધુ લોકો સાજા થયા છે. અત્યાર સુધીમાં 19 લાખ 52 હજારથી વધુ લોકોએ જીવ ગુમાવ્યો છે. આ આંકડા www.worldometers.info/coronavirus અનુસાર છે. જર્મનીમાં વેક્સિનેશનને મંજૂરી આપવામાં આવી હોવા છતાં, સરકાર ભય અંગે ખૂબ જ સાવધ છે. ચાન્સેલર એન્જેલા મર્કેલની આજે અહીં એક મહત્વપૂર્ણ બેઠક કરવા જઈ રહ્યા છે માનવામાં આવી રહ્યું છે કે મર્કેલ સરકાર પ્રતિબંધને કડક બનાવશે. બીજી તરફ, WHOએ ચીનના નિર્ણયને આવકાર્યો છે જેમાં તેણે દેશમાં વાયરસના ફેલાવાની તપાસ માટે સંસ્થાની ટીમને મંજૂરી આપી દીધી છે.
જર્મનીમાં પ્રતિબંધો વધુ કડક કરવાની તૈયારી જર્મન ચાન્સેલર એન્જેલા મર્કેલની આજે એક મહત્વપૂર્ણ બેઠક થવાની છે. આ પહેલા, સ્થાનિક મીડિયા અહેવાલોએ જણાવ્યું હતું કે સરકાર 1 ફેબ્રુઆરી અથવા તે પહેલાં શાળા 1 ફેબ્રુઆરી પછી પણ કોલેજ બંધ થવાની મુદત લંબાવી શકે છે. આ સિવાય મુસાફરીની મર્યાદા પણ નક્કી કરવામાં આવી શકે છે. મર્કેલ પહેલા જ સ્પષ્ટ કર્યું હતું કે જારમાંનીમાં હાલમાં કોઈ પણ પ્રકારનું જોખમ લેવા નથી માંગતા કેમ કે પરિસ્થિતી વધુ ખરાબ બની રહી છે. માનવામાં આવી રહ્યું છે કે નાગરિકોને 9 કિમી વિસ્તારની બહાર જણાની મંજૂરી આપવામાં નહીં આવે. માત્ર દવાની દુકાનો જ ખુલ્લી રહેશે. બીજા દેશોમાથી આવનારા લોકોને 10 દિવસ ક્વોરેંટાઈન રહેવું પડશે.
WHOએ ચીનના નિર્ણયનું સ્વાગત કર્યું
ચીને એક ચોંકાવનારો નિર્ણય લીધો હતો. તેને WHOના નિષ્ણાંતોની ટીમને દેશમાં વાઇરસ ફેલાવાની તપાસની મંજૂરી આપી છે. આ એટલા માટે ખાસ છે કારણ કે ઘણા મહીનાથી ચીને આ બાબતની મંજૂરી આપી ન હતી. આ બાબતે અમેરિકાએ ચીન સામે અનેક વાર સવાલ ઉઠાવ્યા હતા. જો કે ચીને ફ્ક્ત WHOની ટીમને જ મંજૂરી આપી છે. તે સ્વતંત્ર નિષ્ણાતોની ટીમને તપાસ કરવા માટેની મંજૂરી આપવા તૈયાર નથી. તેમાં અમેરિકા અને યુરોપના નિષ્ણાતોનો સમાવેશ થાય છે.
અમેરિકામાં હોસ્પિટલોમાં પરિસ્થિતિ ખરાબ
અમેરિકામાં રવિવારે એક લાખથી વધુ નવા દર્દીઓને હોસ્પિટલોમાં દાખલ કરવામાં આવ્યા હતા. CNNના અહેવાલ મુજબ, તે સતત 40મો દિવસ હતો, જ્યારે એક જ દિવસમાં એક લાખથી વધુ લોકોને યુ.એસ.ની હોસ્પિટલોમાં દાખલ કરવામાં આવ્યા હોય. રવિવારે કુલ એક લાખ 29 હજાર 229 લોકોને હોસ્પિટલોમાં દાખલ કરાયા હતા. કોરોના ટાસ્ક ફોર્સે ફરી એકવાર લોકોને સાવચેતી રાખવા અપીલ કરી છે. ખાસ કરીને માસ્ક પહેરવા અને સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવા માટે કહેવામાં આવ્યું છે.
ફ્રાન્સમાં રાહતના સંકેત
ફ્રાન્સ સરકારના પ્રવકતા ગ્રેબિયલસ એટલે કહ્યું હતું કે દેશમાં હવે લોકડાઉન લગાવવામાં નહીં આવે. યુરોપ 1 રેડિયો સ્ટેશનને આપેલા ઇન્ટરવ્યૂમાં એટલે કહ્યું કે, આપણે ખૂબ જ સંયમ સાથે લોકડાઉનનું પાલન કર્યુય ને કરવડાવ્યું છે. દેશવાસીઓના કારણે સ્થિતિ પર કાબૂ મેળવાવામાં સફળ રહ્યા છીએ. જો કે હવે દેશમાં લોકડાઉનની જરૂર નથી. જો કે, પરિસ્થિતિ વધુ વણસી નથી, તેથી આરોગ્ય વિભાગની ગાઈડલાઇનનું પાલન કરવું જ જરૂરી રહેશે. નહીં તો પરિસ્થિતિ ફરી વણસી શકે છે. ફ્રાન્સની સરકારે પણ મોટા પાયે વેક્સિનેશન કાર્યક્રમ શરૂ કર્યો છે. આ મહિનાના અંત સુધીમાં 20 લાખ લોકોને વેક્સિન આપવાની યોજના બનાવવામાં આવી છે.
કોરોનાથી અસરગ્રસ્ત ટોપ-10 દેશોની પરિસ્થિતી
દેશ | સંક્રમણ | મૃત્યુ | સાજા થયા |
અમેરિકા | 23,143,197 | 385,249 | 13,680,461 |
ભારત | 10,479,913 | 151,364 | 10,110,710 |
બ્રાઝિલ | 8,133,833 | 203,617 | 7,207,483 |
રશિયા | 3,425,269 | 62,273 | 2,800,675 |
યૂકે | 3,118,518 | 81,960 | 1,406,967 |
ફ્રાન્સ | 2,786,838 | 68,060 | 203,072 |
તુર્કી | 2,336,476 | 22,981 | 2,208,451 |
ઈટલી | 2,289,021 | 79,203 | 1,633,839 |
સ્પેન | 2,111,782 | 52,275 | ઉપલબ્ધ નહીં |
જર્મની | 1,941,119 | 42,097 | 1,545,500 |
(આંકડા www.worldometers.info/coronavirus મુજબના છે.)
પોઝિટિવઃ- આજે તમારી અંદર કામ કરવાની ઇચ્છા શક્તિ ઓથી રહેશે, પરંતુ જરૂરી કામકાજ તમે સમયે પૂર્ણ કરી લેશો. કોઇ માંગલિક કાર્યને લગતી વ્યવસ્થામાં તમે વ્યસ્ત રહી શકો છો. તમારી છવિમાં નિખાર આવશે. તમે તમારા સા...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.