પાક.માં હવે આર યા પાર:કિંમત વધારી પ્રજાને નારાજ કરવાની જગ્યાએ ચૂંટણીમાં ઝંપલાવવાની તૈયારી

ઈસ્લામાબાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક

પાકિસ્તાનમાં ફરી એકવાર મોટો ઉલટફેર થઇ શકે છે. પેટ્રોલિયમની કિંમતો વધારવાનો સાહસિક નિર્ણય લેવાય તેવા કોઈ અણસાર દેખાતા નથી. કાં તો ગત મહિને જ વડાપ્રધાન બનેલા શાહબાઝ શરીફ સંસદને ભંગ કરવાનો નિર્ણય કરી શકે છે. આર્થિક સંકટમાં ફસાયેલા પાક.ના નવા વડાપ્રધાન આગામી ચૂંટણીમાં ખુદ અને પોતાની પાર્ટી પાકિસ્તાન મુસ્લિમ લીગ(નવાઝ)ની છબિને બચાવવાની દૃષ્ટિએ સરકારમાં સામેલ ગઠબંધનના મુખ્ય નેતાઓથી અલગ અલગ મુલાકાત કરી કોઈ એક નિર્ણય સુધી પહોંચવાના પ્રયાસમાં છે.

પીએમ શાહબાઝે પાકિસ્તાન પીપલ્સ પાર્ટીના પ્રમુખ આસિફ અલી ઝરદારી, જમાત ઉલેમા-એ-ઈસ્લામના પ્રમુખ મૌલવી ફજલ-ઉર-રહેમાન અને મુત્તાહિદા કૌમી મૂવમેન્ટ(એમક્યૂએમ)ના સંયોજક ખાલિદ મકબૂલ સિદ્દીકીથી ઈસ્લામાબાદમાં અલગ અલગ બેઠક કરી. મોંઘવારી અને આર્થિક અસ્થિરતાને બેઠકનો મુદ્દો બતાવાયો હતો, જોકે એક વાત સ્પષ્ટ છે કે વધતા આર્થિક અને રાજકીય દબાણ હેઠળ પીએમ શાહબાઝ તેમના મંત્રીમંડળને ભંગ કરી શકે છે.

આર્થિક અસ્થિરતાને લીધે દોઢ મહિનાની અંદર બીજી વાર પાકિસ્તાન ખરાબ રીતે રાજકીય અસ્થિરતામાં ફસાયું છે. સૌથી મોટું સંકટ આઈએમએફની જરૂરિયાત અનુસાર પેટ્રોલિયમ ઉત્પાદનોની કિંમતોમાં વૃદ્ધિના નિર્ણય અંગે છે. કિંમત વધારવાથી પ્રજામાં રોષ વધશે તે નક્કી છે જેનું નુકસાન પ્રાથમિક રીતે ગઠબંધનને પણ થશે તે પણ નક્કી છે.

આ કારણે શાહબાઝ સરકાર તેનાથી બચવાનો રસ્તો શોધી રહી છે. જે નવા કેબિનેટને મહત્તમ 16 મહિના સુધી દેશ પર શાસન કરી ચૂંટણીમાં ઝંપલાવાનું હતું તે 40 દિવસમાં જ ચૂંટણીને અંતિમ વિકલ્પ માની રહ્યું છે. પાક.ના સંરક્ષણમંત્રી ખ્વાઝા આસિફ અનુસાર કોઈપણ નિર્ણય માટે પીએમ રાષ્ટ્રને સંબોધશે અને પ્રજાને વિશ્વાલમાં લઈને કંઈક કરશે.

સૈન્યની મદદ વિના કપરાં નિર્ણય લેવા અસંભવ
વરિષ્ઠ પત્રકાર અને રાજકીય વિશ્લેષક નજમ શેટ્ટી કહે છે કે સૈન્યના સમર્થન વિના ગઠબંધન સરકાર માટે પેટ્રોલિયમની કિંમતોમાં વૃદ્ધિ કે ઈન્ટરનેશનલ મોનિટરી ફંડ(આઈએમએફ)થી આર્થિક મદદ માગવા જેવા સાહસિક પગલાં ભરવા અસંભવ છે. અત્યાર સુધી સૈન્યએ સરકારને એવું કોઈ સમર્થન આપ્યું નથી . જોકે જુલાઈ સુધી નવેસરથી ચૂંટણીનો સંકત આવી ગયો છે. આ સ્થિતિમાં છબિ બચાવવા શાહબાઝ સંસદ ભંગ કરવાનો નિર્ણય સરળતાથી લઈ શકે છે. સત્ય એ પણ છે કે શાહબાઝના પ્રયાસો છતાં ચીન, સાઉદી અરબ, યુએઇ, અમેરિકા જેવા મિત્ર દેશ પણ પાક. માટે સહાય રકમની જાહેરાત નથી કરી રહ્યા.

પેટ્રોલિયમ લેવીમાં રાહતને લીધે મહેસુલની હાલત દયનીય
પાક.ની આર્થિક અસ્થિરતામાં પેટ્રોલિયમ લેવી મોટું કારણ છે. 2.56 લાખ કરોડ રૂ.ના અંદાજિત બિન-ટેક્સ રાજસ્વની તુલનાએ પેટ્રોલિયમ લેવીમાં રાહતને કારણે સરકાર ફક્ત 426.8 કરોડ રૂ. મેળવી શકે છે. તેની સાથે જ વર્ષના અંત સુધી ફુગાવો 15 ટકાને વટાવી શકે છે. ખાદ્ય કિંમતોમાં હજુ વૃદ્ધિ થવાની આશંકા દેખાઈ રહી છે.

જે એકતાથી ઈમરાનને હટાવ્યા, તે હવે દેખાતી નથી
રાજકીય નિષ્ણાત ઉસ્માન ખાને કહ્યું કે ઈમરાનની ગત સરકાર પાક.ને બદતર આર્થિક સ્થિતિમાં છોડી ગઈ છે. ઈમરાનને હટાવવા જે પક્ષોએ એકતા બતાવી તે ગઠબંધન સરકાર બન્યા બાદ દેશની આર્થિક સ્થિતિ સુધારવા માટે એકસાથે રહીને જરૂરી નિર્ણયો કરી શક્યા નથી. ગઠબંધનના મુખ્ય સહયોગીઓ વચ્ચે હાલના સમયે ગાઢ મતભેદ છે.

અન્ય સમાચારો પણ છે...