તાલિબાન શાસન LIVE:તાલિબાને 70 શિખો અને હિન્દુઓને એરપોર્ટ પરથી પરત મોકલ્યા; કહ્યું- તમે અફઘાની છો, દેશ છોડી ન શકો

નવી દિલ્હી2 મહિનો પહેલા
  • તાલિબાનના ડરને કારણે અફઘાનો પણ દેશ છોડવા માગે છે

તાલિબાને શનિવારે ભારતીય વાયુ સેના(IAF)ના વિમાનમાં બેસવાથી 70 અફઘાન શિખો અને હિન્દુઓના એક જૂથને રોકી દીધુ છે. તેમને કાબુલ એરપોર્ટ પરથી પરત મોકલવામાં આવ્યા છે. તેમાં અફઘાનિસ્તાન સાંસદના બે સભ્યો પણ સામેલ છે. લડાકુઓએ તેમને ચોખ્ખા શબ્દોમાં કહી દીધુ છે કે તમે અફઘાની છો અને દેશ છોડી જઈ શકશો નહી.

વિશ્વ પંજાબી સંગઠન(WPO)ના અધ્યક્ષ વિક્રમજીત સિંહ સાહનીએ જણાવ્યુ કે ભારત પરત ફરવા માટે અફઘાન શિખો અને હિન્દુઓના આ પહેલુ જૂથ શુક્રવારે 12 કલાકથી વધુ સમયથી એરપોર્ટ પર રાહ જોઈ રહ્યુ હતું. તાલિબાની લડાકુઓએ તેમને વિમાનમાં બેસવાથી અટકાવી દીધા અને કહ્યુ કે તમે અફઘાની હોવાના લીધે દેશ છોડી નહી શકો. તે જૂથ હાલ ગુરુદ્વારામાં પરત ફર્યુ છે. સાહનીએ કહ્યું, સાંસદ નરિંદર સિંહ ખાલસા અને અનારકલી કૌર માનોયાર પણ આ જૂથનો ભાગ હતા.

કાબુલથી 85 ભારતીયોને એરલિફ્ટના સમાચાર, સૂત્રોનો દાવો- આજે કોઈ ભારતીય વિમાને ઉડાન ભરી જ નથી
અફઘાનિસ્તાનમાં તાલિબાનના શાસન વચ્ચે રાજધાની કાબુલના એરપોર્ટ પર અફરાતફરી સર્જાયેલી છે. અમેરિકા અને ભારત સહિત તમામ દેશો તેમના નાગરિકોને એરલિફ્ટ કરવામાં રોકાયેલા છે. દરમિયાન, મીડિયા અહેવાલો દાવો કરી રહ્યા છે કે કાબુલથી 85 ભારતીયોને લઈને એરફોર્સનું C-130J વિમાને આજે ઉડાન ભરી છે, પરંતુ ભાસ્કરના સૂત્રોના જણાવ્યા અનુસાર, કાબુલમાંથી આજે કોઈ ભારતીય વિમાને ઉડાન ભરી નથી. જો કે, ગઈકાલે રાત્રે કેટલાક લોકોને ચોક્કસપણે તઝાકિસ્તાનની રાજધાની દુશાન્બે લઈ જવામાં આવ્યા હતા.

તાલિબાને જે 150 લોકોને લઈ ગયા હતા, તે બધાને છોડી મૂક્યા
કાબુલથી ભારતીયો સબંધિત મોટા સમાચાર મળ્યા છે. મીડિયા રિપોર્ટ અનુસાર, તાલિબાનો કાબુલ એરપોર્ટ પરથી ભારતીયો સહિત 150 લોકોને પોતાની સાથે લઈ ગયા હતા, તે તમામ લોકોને છોડી મુકવામાં આવ્યા છે. આ લોકોમાં સામેલ ભારતીયોની જલ્દી જ વતન વાપસી થવાની આશા છે. એ સ્પષ્ટ થયું નથી કે આ લોકોને લઇ જવા પાછળનો તાલિબાનનો હેતુ શું હતો, પણ ભાસ્કરના સૂત્રોએ પહેલા જ જણાવ્યુ હતું કે તમામ લોકો સુરક્ષિત છે.

જ્યારે, તાલિબાનના પ્રવકતા અહમદુલ્લાહ વાસે 150 લોકોનું અપહરણ કરવાની વાતને ખોટી ગણાવી હતી. તાલિબાને કહ્યું હતું કે આ લોકોનું અપહરણ કરવામાં આવ્યું ન હતું પરંતુ તેમને સલામત રીતે એરપોર્ટ પર પહોંચાડવા માટેના પ્રયાસ કરાવામાં આવ્યા હતા. આ ઘટના અંગે જ્યારે કાબુલના એક વિશ્વસનીય પત્રકારે તેને ફેક ન્યૂઝ જણાવ્યા હતા. વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીને આ અંગે પૂછવા પર તેમણે ભાસ્કરને કહ્યું કે અત્યારે તેની પુષ્ટિ થઈ શકતી નથી.

અફઘાનિસ્તાનમાં ફસાયા છે 1000 ભારતીય
અફઘાનિસ્તાનમાં ભારતીય દૂતાવાસના તમામ અધિકારીઓને એરલિફ્ટ કરવામાં આવ્યા છે, પરંતુ કાબુલ સહિત અન્ય શહેરોમાં હજી પણ 1000 જેટલા ભારતીયો ફસાયા હોવાનો અંદાજ છે. વિદેશ મંત્રાલય તેમનું લોકેશન અને સ્થિતિની જાણકારી માટે પ્રયાસ કરી રહ્યું છે, કારણ કે દરેક લોકોએ ભારતીય દૂતાવાસનો સંપર્ક કર્યો નથી.

કાબુલ એરપોર્ટ પર અફરાતફરીનું વાતાવરણ છે. અહીં અમેરિકન સૈનિકોએ લોકોને બહાર કાઢવાની જવાબદારી લીધી છે, પરંતુ એરપોર્ટ તરફ જવાના રસ્તા પર તાલિબાનો ઊભા છે
કાબુલ એરપોર્ટ પર અફરાતફરીનું વાતાવરણ છે. અહીં અમેરિકન સૈનિકોએ લોકોને બહાર કાઢવાની જવાબદારી લીધી છે, પરંતુ એરપોર્ટ તરફ જવાના રસ્તા પર તાલિબાનો ઊભા છે

કાબુલમાં ફસાયેલા લોકો તાલિબાનથી એટલા ભયભીત થઈ ગયા છે કે રસ્તા પર કોઈ કાર જોતાં જ તેઓ પોતાના ઘરમાં બાથરૂમમાં પુરાઈ જાય છે. તેઓ ઘરોની લાઈટ અને મોબાઈલ ફોન બંધ કરીને બાથરૂમમાં પુરાઈ જાય છે. બાળકોનો અવાજ ન સાંભળાય એટલા માટે તેઓ પોતાના બાળકના મોં પર કપડું બાંધી દે છે.

ન્યૂઝ એજન્સી રોઇટર્સના જણાવ્યા અનુસાર, કાબુલમાં ફસાયેલા પરિવારના સંબંધીએ આ સ્થિતિ જણાવી છે. આ પરિવારના બે સભ્યોની ગત વર્ષોમાં તાલિબાનોએ હત્યા કરી હતી. આવી સ્થિતિમાં તાલિબાનોનો અવાજ સાંભળતાં જ આખો પરિવાર ભયભીત થઈ જાય છે. કાબુલમાં ફસાયેલા આવા પરિવારોના સંબંધીઓ જે અન્ય દેશોમાં છે તેઓ તેમની સરકારો પાસે મદદ માટેની વિનંતી કરી રહ્યા છે.

4 દિવસ પહેલાં 120 ભારતીયો વતન પરત ફર્યા હતા
કાબુલથી એરફોર્સનાં વિમાનોમાં ભારતીયો લાવવામાં આવી રહ્યા છે. ગયા મંગળવારે, 120થી વધુ લોકો ગ્લોબમાસ્ટર C-17થી વતન પરત ફર્યા હતા. એમાં કાબુલમાં ભારતીય દૂતાવાસના અધિકારીઓ, ITBPના કર્મચારીઓ અને અન્ય લોકો સામેલ હતા. આ પહેલાં સોમવારે પણ 45 લોકોને એરલિફ્ટ કરવામાં આવ્યા હતા.

પંજશીરના લડવૈયાઓનો તાલિબાન સામે બળવો
અફઘાનિસ્તાનમાં તાલિબાનોના કબજા બાદ પરિસ્થિતિ દિવસે ને દિવસે ખરાબ થઈ રહી છે. આ દરમિયાન તાલિબાનનો વિરોધ પણ ઉગ્ર બન્યો છે. રાજધાની કાબુલથી આશરે 125 કિલોમીટર દૂર આવેલી પંજશીર ખીણમાં લડવૈયાઓએ તાલિબાન સામે બળવાનું રણશિંગું વગાડ્યું છે. આ લડાઈમાં 15 તાલિબાન માર્યા ગયા છે, જ્યારે 10ને પંજશીર લડવૈયાઓએ પકડી લીધા છે. જોકે તેની પુષ્ટિ થઈ નથી.

અફઘાનિસ્તાનના સંરક્ષણમંત્રીએ 3 જિલ્લા પર કબજો હોવાનો દાવો કર્યો
અફઘાનિસ્તાનના સંરક્ષણમંત્રી જનરલ બિસ્મિલ્લાહ મોહમ્મદે પણ સોશિયલ મીડિયા પર કહ્યું છે કે તાલિબાનને પુલ-એ-હિસાર, બાનુ અને દેહ-એ-સલાહમાંથી હાંકી કાઢવામાં આવ્યા છે. બિસ્મિલ્લાહ મોહમ્મદ અશરફ ગનીની સરકારમાં સંરક્ષણમંત્રી હતા

પંજશીર તાલિબાનના નિયંત્રણ બહારનો એકમાત્ર વિસ્તાર છે.
તાલિબાનોએ લગભગ આખા અફઘાનિસ્તાન પર કબજો કરી લીધો છે, પરંતુ તાલિબાનના નિયંત્રણ બહારનો એકમાત્ર વિસ્તાર પંજશીર છે. મીડિયા અહેવાલો અનુસાર તાલિબાને અહેમદ શાહ મસૂદના પુત્ર અહમદ મસૂદ સાથે વાતચીત કરવા માટે એક પ્રતિનિધિમંડળને પંજશીર મોકલ્યું છે. જ્યારે એક મુલાકાતમાં મસૂદે કહ્યું છે કે તે વાતચીત અને હુમલા બંને માટે તૈયાર છે.

તાલિબાન સમર્થકોએ પંજશીર મામલાને ઝડપી ઉકેલવા માટે જણાવ્યું
જ્યારે તાલિબાન સમર્થકો કહી રહ્યા છે કે જો પંજશીરનો મુદ્દો જલદી ઉકેલવામાં નહીં આવે તો તે તાલિબાન માટે માથાનો દુખાવો બની જશે. તાલિબાનના કબજા દરમિયાન પંજશીરના આસપાસના પ્રાંતમાંથી કેટલાક અફઘાન સૈન્યદળો પણ પંજશીર પહોંચ્યાં હતાં. હવે બીજા ઘણા જિલ્લાઓમાં ભીષણ લડાઈના સમાચાર છે.

પંજશીરના સ્થાનિક લડવૈયાઓએ તાલિબાન સામે બળવો કર્યો છે. અફઘાન સેનાના સૈનિકો અહીં તેમને મળ્યાના સમાચાર છે.
પંજશીરના સ્થાનિક લડવૈયાઓએ તાલિબાન સામે બળવો કર્યો છે. અફઘાન સેનાના સૈનિકો અહીં તેમને મળ્યાના સમાચાર છે.

સૂત્રો કહે છે કે પંજશીરમાં તાલિબાનના પ્રતિનિધિઓ સાથેની વાતચીત દરમિયાન પંજશીરના વડીલોએ અમરુલ્લાહ સાલેહને પંજશીર છોડવાનું કહ્યું છે, કારણ કે સ્થાનિક લોકો હવે યુદ્ધ નહી, શાંતિ ઈચ્છે છે. અમરુલ્લાહ સાલેહનું ઠેકાણું આ દિવસોમાં પંજશીર જ છે.

અમેરિકાનો મોસ્ટ વોન્ટેડ કાબુલમાં ખુલ્લેઆમ ફરી રહ્યો, 5 લાખ ડોલરનું ઈનામ
આતંકવાદી ખલીલ હક્કાની કાબુલની એક મસ્જિદમાં ઇસ્લામિક અમીરાતની જાહેરાત કરતા જોવા મળ્યો છે. અમેરિકાએ ખલીલ હક્કાની પર 5 લાખ ડોલરનું ઈનામ રાખ્યું છે અને તે મોસ્ટ વોન્ટેડ છે. ખલીલ હક્કાની જલાલુદ્દીન હક્કાનીનો ભાઈ છે. હક્કાની નેટવર્કે અફઘાનિસ્તાનમાં ઘણા મોટા હુમલા કર્યા અને ભારતીય હિતોને પણ નિશાન બનાવ્યા હતા.

ખલીલ હક્કાની કાબુલની એક મસ્જિદમાં ઇસ્લામિક અમીરાતની જાહેરાત કરે છે.
ખલીલ હક્કાની કાબુલની એક મસ્જિદમાં ઇસ્લામિક અમીરાતની જાહેરાત કરે છે.
અન્ય સમાચારો પણ છે...