તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • International
  • Preparation To Provide Wireless Electricity In New Zealand; Electricity Will Be Delivered To Homes In The Form Of Microwave Beams

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભાસ્કર વિશેષ:ન્યૂઝીલેન્ડમાં વાયરલેસ વીજળી આપવાની તૈયારી; માઈક્રો વેવના બીમ સ્વરૂપે વીજળી ઘરોમાં પહોંચાડાશે

ઓકલેન્ડ2 દિવસ પહેલા
  • કૉપી લિંક

વાયર વિના વીજળીનો પુરવઠો આપવો એ અત્યાર સુધી માત્ર કલ્પના જ લાગતી હતી પરંતુ ન્યૂઝીલેન્ડની એક કંપની એમરોડ, ઉર્જા વિતરણ કંપની પાવરકો અને ટેસ્લા ભેગા મળીને તેની ટ્રાયલ આગામી મહિનામાં કરશે. આ ત્રણે ઓકલેન્ડના ઉત્તરીય દ્વીપમાં એક સોલાર ફાર્મમાંથી અનેક કિમી દૂર રહેલી વસતીને બીમ એનર્જી દ્વારા વીજળી પહોંચાડવાની તૈયારી કરી રહ્યાં છે.

આ ટેકનોલોજી હેઠળ માઇક્રો વેવના અત્યંત પાતળા બીમ સ્વરૂપે વીજળી પહોંચાડાશે. પાવર બીમીંગની આ પ્રક્રિયાનો પહેલા પણ ઉપયોગ થઈ ચૂક્યો છે પરંતુ તે સૈન્ય અને અંતરિક્ષ સંબંધિત ઉપયોગ સુધી સિમિત હતું. 1975માં અમેરિકી અંતરિક્ષ એજન્સી નાસાએ માઈક્રો વેવના માધ્યમથી 1.6 કિમી દૂર સુધી 34.6 કિલો વોટ વીજળી મોકલી વિક્રમ સર્જ્યો હતો.

જો કે તેનો ઉપયોગ વ્યાવસાયિક નહોતો. એમરોડ કંપનીના સ્થાપક ગ્રેગ કુશનિરે કહ્યું કે અમે પ્રારંભમાં 1.8 કિમી સુધી કેટલાક કિલો વોટ વીજળી મોકલીશું. ધીરે ધીરે અંતર અને પાવર વધારાશે. એમણે કહ્યું કે તેનાથી દૂરના વિસ્તારોમાં વાયર દ્વારા વીજળી મોકલવાનો જંગી ખર્ચો પણ બચશે. કુશનીરે કહ્યું વાયર વિના વીજળી પહોંચાડવાની અન્ય બે ટેકનોલોજી પર પણ તેમની કંપની કામ કરી રહી છે. તેમાં એક રિલે છે જે નિષ્ક્રિય ઉપકરણ છે. તે ઊર્જા વિનાના લેન્સની જેમ કામ કરે છે. આ માઇક્રો બીમને રિફોકસ કરીને ઓછામાં ઓછું ટ્રાન્સમિશન લોસ કરી વીજળી પહોંચાડે છે.

બીજી મેટામટિરિયલ્સ છે જે પહેલેથી જ ક્લોકિંગ ડિવાઇસમાં લગાવાય છે. તે યુદ્ધ જહાજ અને યુદ્ધ વિમાનને રડારમાંથી બચવામાં મદદ કરે છે. પણ સાથે જ તે વિદ્યુત ચુંબકીય તરંગોને વીજળીમાં સારી રીતે બદલવા સક્ષમ હોય છે. એમરોડ ઉપરાંત સિંગાપુરની ટ્રાન્સફરફાઈ, અમેરિકાની પાવરલાઈટ ટેકનોલોજી પણ હવા દ્વારા વીજળી મોકલવાની યોજના પર કામ કરી રહી છે. જાપાનની મિત્સુબિશી પણ સોલાર પેનલમાં ગોઠવેલા ઉપગ્રહ દ્વારા વીજળી સપ્લાય કરવાની સંભાવના તપાસી રહી છે.

માણસો માટે જોખમ નહીં, સાવધાની માટે બીમને લેઝરનું કવર
હવામાં વીજળી સપ્લાય કરવાના જોખમ અંગે કુશનિરે કહ્યું કે આ બીમનું ઘનત્વ ઘણું હોય છે. આથી માણસ અને પશુ પર તેની બહુ અસર નહીં થાય. છતાં સાવધાની માટે આ બીમને એક પ્રકારે લેઝરના પડદાથી કવર કરાશે. લંડનની ઇમ્પરિયલ કોલેજના અભ્યાસ મુજબ માણસ કે અન્ય ડિવાઇસને તેનાથી કોઈ જોખમ નથી.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...

વધુ વાંચો